Home /News /national-international /

પત્નીએ કરવા ચોથે જ પતિને જીવતો સળગાવી મોતને ઘાટ ઉતાર્યો, ખુદ જણાવ્યું કેમ ભર્યું આ ક્રૂર પગલું

પત્નીએ કરવા ચોથે જ પતિને જીવતો સળગાવી મોતને ઘાટ ઉતાર્યો, ખુદ જણાવ્યું કેમ ભર્યું આ ક્રૂર પગલું

પત્નીએ પતિને જીવતો સળગાવી દીધો

હીરલ નામની મહિલાએ પોતાના પતિ તોપ સિંહને જીવતો સળગાવી મોતને ઘાટ ઉતારી દીધો છે.

  ધાર - મધ્ય પ્રદેશ : કરવા ચોથ પર દેશના મોટાભાગના રાજ્યોમાં પત્ની પોતાના પતિની લાંબી ઉંમર માટે નિર્જળા ઉપવાસ વ્રત રાખતી હોય છે અને સાંજે ચાંદ જોયા બાદ પોતાના પતિના હાથે પાણી પીને પોતાનું વ્રત પુરૂ કરી ઉપવાસ ખોલતી હોય છે. પરંતુ મધ્યપ્રદેશમાં એક મહિલાનો એવો ક્રૂર ચહેરો સામે આવ્યો છે કે, જે જાણી તમારા હોશ ઉડી જશે. આ ઘટનામાં પત્નીએ પતિ પર કેરોસીન છાંટી પતિને જીવતો સળગાવી દેતા પતિનું મોત થઈ ગયું છે.

  ઉલ્લેખનીય છે કે, આ રૂવાંટા ઉભા કરી દે તેવી ઘટના મધ્યપ્રદેશના ધાર જિલ્લાના ડાબરા ગામની છે. જ્યાં કરવા ચોથની રાત્રે એક વાગે એટલે કે, બુધવારે હીરલ નામની મહિલાએ પોતાના પતિ તોપ સિંહને જીવતો સળગાવી મોતને ઘાટ ઉતારી દીધો છે. આ ઘટનાના બીજા દિવસે મહિલાની ધરપકડ કરવામાં આવી છે.

  પોલીસ દ્વારા મહિલાની પૂછપરછ કરતા સામે આવ્યું કે, તેમના લગ્નને આઠ વર્ષ થઈ ગયા હતા, ત્યારબાદ પણ બાળક ન થતા બંને વચ્ચે વિવાદ થયો હતો. જેને પગલે પત્નીએ પતિને ખાટલામાં તેની પર કેરોસીન છાંતી આગના હવાલે કરી દીધો. કહેવામાં આવી રહ્યું છે કે, બાળકને લઈ પતિ-પત્ની વચ્ચે રોજ ઝગડો થતો હતો.

  5માં ધોરણના વિદ્યાર્થીએ ઓનલાઈન ક્લાસ બાદ ફાંસી લગાવી લીધી, બાથરૂમમાં ટાઈથી લટકેલી લાશ મળી

  5માં ધોરણના વિદ્યાર્થીએ ઓનલાઈન ક્લાસ બાદ ફાંસી લગાવી લીધી, બાથરૂમમાં ટાઈથી લટકેલી લાશ મળી

  આ મામલે પોલીસને જાણ થતા પોલીસ અધિકારી જયરાજ સોલંકી ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. પહેલા તો આ ઘટનાની જાણ થતા પોલીસ પણ ચોંકી ગઈ હતી કે પત્નીએ પતિને જીવતો સળગાવી દીધો છે. જોકે, પોલીસે ગંભીર રીતે દાઝી ગયેલા પતિને સારવાર માટે પ્રથમ હોસ્પિટલ ખેસડવાની કાર્યવાહી હાથ ધરી હતી, જોકે, સારવાર દરમિયાન પતિએ દર્દના માર્ટે દમ તોડી દીધો છે. પતિનું મોત થાય તે પહેલા તેનું પોલીસે નિવેદન નોંધી લીધુ હતું.

  પોલીસ અધિકારી જયરાજ સોલંકીના જણાવ્યા અનુસાર, જે સમયે આ ઘટના બની ત્યારે ઘરમાં કોઈ અન્ય સભ્ય ન હતું. મૃતકના માતા ઘરની બહાર ગયા હતા અને પિતા ખેતરે પાકને પાણી વાળવા ગયા હતા. જોકે, આ સમયે મૃતકની નાની બહેન એટલે કે આરોપી મહિલાની નણેદ ઘરે હતી, તેણે પોલીસને પૂરો ઘટનાક્રમ જણાવ્યો. નણંદે ભાઈને બચાવવાની કોશિશ કરી પરંતુ ત્યાં સુધીમાં તો ભાઈ ગંભીર રીતે દાઝી ગયો હતો.

  બનાસકાંઠા: હત્યારી માતા, પ્રેમી સાથે ILU-ILUમાં 1.5 વર્ષનું રડતું બાળક અડચણ બનતા હત્યા કરી

  બનાસકાંઠા: હત્યારી માતા, પ્રેમી સાથે ILU-ILUમાં 1.5 વર્ષનું રડતું બાળક અડચણ બનતા હત્યા કરી

  અડધી રાત્રી બાદ જ્યારે તોપ સિંહ બચાવો બચાવો કરી ચીસો પાડતો રહ્યો તો આજુબાજુમાંથી પાડોશીઓ પણ તેનો અવાજ સાંભળી તેના ઘરે દોડી આવ્યા પરંતુ ત્યાં સુધીમાં તોપ સિંહ સળગી ગયો હતો. આજ સમયે કોઈ ગ્રામજને પોલીસને ઘટનાની જાણકારી આપી અને પોલીસે તુરંત ઘટના સ્થળે પહોંચી પીડિતને હોસ્પિટલ રવાના કર્યો જ્યાં ડોક્ટરોએ ટુંકી સારવાર બાદ મૃત જાહેર કર્યો
  Published by:kiran mehta
  First published:

  Tags: Husband, Husband wife fight, Madhyapradesh

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन