મહારાષ્ટ્રમાં સરકાર રચવાનો માર્ગ મોકળો! શિવસેનાના જ હશે CM: સૂત્ર

News18 Gujarati
Updated: November 15, 2019, 10:39 AM IST
મહારાષ્ટ્રમાં સરકાર રચવાનો માર્ગ મોકળો! શિવસેનાના જ હશે CM: સૂત્ર
સૂત્રો મુજબ, ત્રણેય પાર્ટીઓની વચ્ચે કૉમન મિનિમમ પ્રોગ્રામ બાબતે સહમતિ સધાઈ ગઈ છે

સૂત્રો મુજબ, ત્રણેય પાર્ટીઓની વચ્ચે કૉમન મિનિમમ પ્રોગ્રામ બાબતે સહમતિ સધાઈ ગઈ છે

  • Share this:
મુંબઈ : મહારાષ્ટ્ર (Maharashtra)માં રાષ્ટ્રપતિ શાસન (President Rule)ની વચ્ચે સરકાર રચવા માટે શિવસેના (Shiv Sena)- એનસીપી (NCP) અને કૉંગ્રેસ (Congress)ની વચ્ચે સમજૂતી થતી દેખાઈ રહી છે. સૂત્રો મુજબ, ત્રણેય પાર્ટીઓની વચ્ચે જે સમજૂતી થઈ છે તે મુજબ મહારાષ્ટ્રમાં પાંચ વર્ષ સુધી શિવસેનાના જ મુખ્યમંત્રી રહેશે જ્યારે કૉંગ્રેસ અને એનપસીપીના ખાતામાં એક-એક ઉપમુખ્યમંત્રીનું પદ આવશે.

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે શિવસેના, કૉંગ્રેસ અને એનીસીપીની વચ્ચે બેઠકો ચાલી રહી છે. ગુરુવારે થયેલી આ બેઠકમાં ત્રણેય પાર્ટીઓના દિગ્ગજ નેતા સામેલ થયા. મળતી જાણકારી મુજબ, શિવસેના તરફથી એકનાથ શિંદે, કૉંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચવ્હાણ, એનસીપી નેતા છગન ભુજબળ સામેલ થયા. આ બેઠક બાદ શિવસેના નેતા એકનાથ શિંદેએ મીડિયાને જણાવ્યું કે, ત્રણેય પાર્ટીઓની વચ્ચે કૉમન મિનિમમ પ્રોગ્રામ પર ચર્ચા થઈ અને તેનો એક ડ્રાફ્ટ પણ તૈયાર કરવામાં આવ્યો છે.

હવે સૂત્રોના હવાલાથી અહેવાલ મળી રહ્યા છે કે, આ ત્રણેય પાર્ટીઓની વચ્ચે કૉમન મિનિમમ પ્રોગ્રામ (Common Minimum Program) બાબતે સહમતિ સધાઈ ગઈ છે. અત્યાર સુધી જે મુદ્દાઓ પર સહમતિની જાણકારી મળી છે તેમાં ખેડૂત દેવા માફી, પાક વીમા યોજનાની સમીક્ષા, રોજગાર અને છત્રપતિ શિવાજી મહારાજ અને બી.આર. આંબેડકર સ્મારક સામેલ છે.

આ પણ વાંચો,

મહારાષ્ટ્રમાં શિવસેનાની સાથે NCP-કૉંગ્રેસનું ગઠબંધન 'જનતા સાથે છેતરપિંડી', સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ
મહારાષ્ટ્ર સંકટ પર નિતિન ગડકરીએ કહ્યુ, ક્રિકેટ અને રાજનીતિમાં કંઈ પણ થઈ શકે છે
First published: November 15, 2019, 10:15 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading