ફેમિલી ઇમરજન્સીને બહાને મહાબલેશ્વર ફરવા પહોંચ્યો વાધવાન પરિવાર, ઉદ્ધવ ઠાકરેએ લીધું એક્શન

News18 Gujarati
Updated: April 10, 2020, 11:42 AM IST
ફેમિલી ઇમરજન્સીને બહાને મહાબલેશ્વર ફરવા પહોંચ્યો વાધવાન પરિવાર, ઉદ્ધવ ઠાકરેએ લીધું એક્શન
લૉકડાઉનની વચ્ચે DHFL મામલા સાથે જોડાયેલા કપિલ વાધવાન સહિત 22 લોકો મહાબલેશ્વર પહોંચી ગયા. (ફાઇલ તસવીર)

લૉકડાઉનની વચ્ચે DHFL મામલા સાથે જોડાયેલા કપિલ વાધવાન સહિત 22 લોકો મહાબલેશ્વર પહોંચી ગયા!

  • Share this:
મુંબઈઃ દેશમાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોના વાયરસ (Coronavirus) ની ચેઇન તોડવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ના 21 દિવસના લૉકડાઉન (Lockdown)ની જાહેરાતની કેટલાક લોકો પર કોઈ અસર જોવા નથી મળી રહી. મળતી માહિતી મુજબ લૉકડાઉનના તમામ નિયમોને બાજુમાં મૂકી DHFL મામલા સાથે જોડાયેલા કપિલ વાધવાન સહિત 22 લોકો મહાબળેશ્વર પહોંચી ગયા. આ મામલામાં હવે નવો વળાંક આવ્યો છે. આ લોકોની પાસે મહારાષ્ટ્રના ગૃહ વિભાગના વિશેષ સચિવ અને એડિશનલ ડીજીપી અમિતાભ ગુપ્તાનો એક પત્ર છે જેમાં તેમને ફેમિલી ઇમરજન્સીનો હવાલો આપતાં મહાબલેશ્વર જવાની મંજૂરી આપવામાં આવી છે.

કપિલ વાધવાન સહિત 22 લોકો આવી રીતે એકાએક મહાબલેશ્વર પહોંચવાનો મામલો જેવો મીડિયાની સામે આવ્યો તો વિપક્ષ તરફથી ઉદ્ધવ સરકાર પર ઉગ્ર હુમલો કરવામાં આવ્યો. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ આ પ્રકારની વીઆઈપી ટ્રીટમેન્ટ પર સવાલ ઊભા કર્યા.

મહારાષ્ટ્રના ગૃહ વિભાગના વિશેષ સચિવ અને એડિશનલ ડીજીપી અમિતાભ ગુપ્તાનો મંજૂરી પત્ર


આ દરમિયાન તપાસમાં જાણવા મળ્યું કે, વાધવાન બંધુને સરકાર તરફથી જ વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી. સરકાર તરફથી જાહેર એક પત્રમાં કહેવામાં આવ્યું કે વાધવાન પરિવારમાં કોઈ ફેમિલી ઇમરજન્સી છે, જેના કારણે તેમને મહાબલેશ્વર જવાની મંજુરી આપવામાં આવે. જોકે, તપાસમાં એવી કોઈ પણ ઇમરજન્સીની હજુ સુધી જાણ નથી થઈ.


આ સંબંધમાં જ્યારે પોલીસે વાધવાન બંધુઓ સાથે મહાબલેશ્વર આવવાનું કારણ પૂછ્યું તો તેમના તરફથી વધુ એક પત્ર દર્શાવવામાં આવ્યો. આ પત્ર મહારાષ્ટ્રના પ્રિન્સિપલ સેક્રેટરી (હોમ) અમિતાભ ગુપ્તાનો હતો, જે 8 એપ્રિલે લખવામાં આવ્યો હતો.

આ પણ વાંચો, કોરોના પોઝિટિવ નર્સની દર્દભરી કહાણીઃ પતિ કેરળમાં ફસાયા, સંતાનો મિત્રના ઘરે

અમિતાભ ગુપ્તાને ફોર્સ લીવ પર મોકલવામાં આવ્યા

ઉદ્ધવ સરકોર આ સમગ્ર મામલાને ગંભીરતાથી લેતાં ગૃહ વિભાગના વિશેષ સચિવ અને એડિશનલ ડીજીપી અમિતાભ ગુપ્તાને તાત્કાલિક અસરથી અનિવાર્ય અવકાશ (ફોર્સ લીવ) પર મોકલી આપ્યા છે. આ વાતની જાણકારી મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખે આપી. મૂળે, દેવેન્દ્ર ફડણવીસે ટ્વિટ કર્યું કે, મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખને એ પૂછવામાં આવે કે વાધવાન પરિવારના 23 લોકોને ખંડાલાથી મહાબલેશ્વર સુધી પ્રવાસ કરવાની મંજૂરી કેવી રીતે મળી.

આ પણ વાંચો, કોરોનાઃ માસ્ક ઘરે કેવી રીતે બનાવાય? સ્મૃતિ ઈરાનીએ ટ્વિટ કરી રીત
First published: April 10, 2020, 11:42 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading