Home /News /national-international /

વિશ્વનું ભવિષ્ય કેવું હશે? 2040 સુધી અંત આવશે? અમેરિકાના રિપોર્ટમાં સામે આવી હકીકત

વિશ્વનું ભવિષ્ય કેવું હશે? 2040 સુધી અંત આવશે? અમેરિકાના રિપોર્ટમાં સામે આવી હકીકત

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

વર્તમાન સમયે ફાટી નીકળેલી મહામારી બીજા વિશ્વયુદ્ધ પછીનો સૌથી મોટી ગંભીર સ્થિતિ છે. જેનાથી સંબંધોમાં વિભાજનને વેગ આપ્યો છે.

લંડન: ભવિષ્યમાં વિશ્વના કેટલાંક દેશોમાં રાજકીય અસ્થિરતા સર્જાશે તેવો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. રાજકીય અસ્થિરતા અને વધતી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાથી સંઘર્ષની ચેતવણી અ મોર કન્ટેસ્ટ્ડ વર્લ્ડ (A More Contested World ) નામના રિપોર્ટમાં અપાઈ છે. 1997 પછી અમેરિકાની રાષ્ટ્રીય ગુપ્તચર પરિષદ તરફથી દર ચાર વર્ષે આ રિપોર્ટ આવે છે. આ સાતમો રિપોર્ટ છે. જો તમે રાજકીય ક્ષેત્ર સાથે સંકળાયેલા અથવા આંતરરાષ્ટ્રીય ડિપ્લોમેટ હોવ તો ગ્લોબલ ટ્રેન્ડ 2040 રિપોર્ટ તમને તકલીફ આપી શકે છે.

રિપોર્ટમાં યુ.એસ. નેશનલ ઇન્ટેલિજન્સ કાઉન્સિલ દ્વારા તાજેતરના બે દેશોની વચ્ચે શું થઈ શકે? તે અનિશ્ચિતતા અને અસ્થિરતા કેવી થઈ શકે, તે અંગે કેટલાક પરિણામ મળ્યા છે. આ રિપોર્ટમાં બદલાવના મુખ્ય ભાગ ભજવતા મુદા પર ધ્યાન આપવામાં આવ્યું છે.

રાજકીય ઉતારચઢાવ

અહેવાલમાં ચેતવણી આપતા જણાવાયું છે કે, "ઘણા દેશોમાં લોકો ભવિષ્ય માટે નિરાશાવાદી છે. નેતાઓ અને સંસ્થાઓ પર લોકોનો અવિશ્વાસ વધી રહ્યો છે. આર્થિક, તકનીકી અને વસ્તી વિષયે તેઓ વ્યવહાર કરવામાં તેઓ અસમર્થ અથવા તૈયાર ન હોવાનું સૂચવે છે."

સંવેદનશીલ લોકશાહીઓ

રિપોર્ટમાં જણાવાયું છે કે, લોકો સમાન વિચારધારાવાળાને આકર્ષી રહ્યા છે. જ્યારે સરકારો સમક્ષ વિવિધ માંગ કરી રહ્યા છે. સરકારો બનતું બધું જ કરવા પ્રતિબદ્ધ છે. જોકે, સરકારોની ક્ષમતાઓ અને જનતાની અપેક્ષાઓ વચ્ચે આ મેળ ખાતો નથી. જેથી રાજકીય સિસ્ટમોની અંદર વધતા ધ્રુવીકરણ, લોકવાદ, એક્ટિવિઝમનો વિરોધ અને આંદોલનો વધ્યા છે. હિંસા, સંઘર્ષ સહિત વધવાની સાથે રાષ્ટ્રોનું પતન પણ થવાનો ખતરો છે. સોશિયલ મીડિયા અને ટેક્નોલોજીના વધતા પ્રભાવ વચ્ચે લોકોની અપેક્ષાઓ લોકશાહી માટે જોખમો પેદા કરી શકે છે. વધુમાં જણાવાયું છે કે, ભવિષ્યમાં ઘણી લોકશાહીઓ તૂટી જશે, પતનની શક્યતા છે. આ દબાણ સત્તાધિકાર શાસકોને અસર કરશે.

આ પણ વાંચો: રાજકોટ સિવિલની ઘોર બેદરકારી: અંતિમવિધિ થઈ ગઈ હતી તેના સગાને ફોન કરીને અંતિમવિધિ માટે આવવા કહ્યું!

મહામારીથી 5 આંતરાષ્ટ્રીય વિક્ષેપ

વર્તમાન સમયે ફાટી નીકળેલી મહામારી બીજા વિશ્વયુદ્ધ પછીનો સૌથી મોટી ગંભીર સ્થિતિ છે. જેનાથી સંબંધોમાં વિભાજનને વેગ આપ્યો છે. 2017ના ગત રિપોર્ટમાં જ મહામારી અંગે ચેતવણી આપી દેવાઈ હતી. 2023માં આવી વૈશ્વિક મહામારીના કારણે વૈશ્વિક યાત્રાઓ ઘટી જશે.

જોકે, લેખકો સ્વીકારે છે કે, તેઓએ કોવિડ-19ની અપેક્ષા નહોતી. જેથી સ્થિતિસ્થાપકતા અને અનુકૂળતા વિશે લાંબા સમયથી ચાલતી ધારણાઓ હચમચી થઈ છે. અર્થતંત્ર, શાસન, ભૌગોલિક અને ટેકનોલોજી વિશે નવી અનિશ્ચિતતાઓ ઉભી થઇ છે. કલાઈમેન્ટ ચેન્જ અને ડેમોગ્રાફીક શિફ્ટની જેમ ટેકનોલોજીની આ બાબતે અસર કરશે.

ભૌગોલિક હરીફાઈ

આંતરરાષ્ટ્રીય સ્તર અંગે વિશ્લેષકો અપેક્ષા રાખે છે કે, કોલ્ડ વૉર બાદ સંયુક્ત રાષ્ટ્ર જેવી સંસ્થાઓ ગ્લોબલ ઈન્ફ્લુઇન્સ રોકવામાં અસરકારક રહી નથી. પરિણામે ભૌગોલિક હરીફાઈ ચરમસીમાએ પહોંચી છે. ધાર્મિક જૂથો અને ટેકનોલોજી જાયન્ટ કંપનીઓ સત્તાની સમકક્ષ ઉભા રહી છે. તેઓ સરકારને પણ ગાંઠતા નથી. દરમિયાન સંઘર્ષનું જોખમ વધી શકે છે અને નવા હથિયારોનો ઉપયોગ થતો અટકાવવાનું મુશ્કેલ બનશે.

આ પણ વાંચો: બનાસકાંઠા: તસ્કરો બે હાથ જોડી મંદિરમાં પગે લાગ્યા અને મૂર્તિ ચોરીને ભાગ્યા, ઘટના CCTVમાં કેદ

એક તરફ આતંકવાદીઓનો ખતરો છે. બીજી તરફ ડાબેરીઓ અથવા જમણેરી કટ્ટરવાદીનો પણ ખતરો તોળાઈ રહ્યો છે. પરિણામે જાતિવાદનો ઉદ્ભવ થયો છે. સરકાર વિરુદ્ધમાં પ્રચાર પ્રસાદનું પ્રમાણ પણ વધ્યું છે. યુરોપ, લેટિન અમેરિકા અને નોર્થ અમેરિકામાં આ તમામ પાસાઓ વધુ જોવા મળે મળશે. આ રિપોર્ટમાં વર્ચ્યુઅલ ટેરેરીસ્ટ કેમ્પના જોખમ પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો.

રિપોર્ટમાં યુ.એસ. અને ચીન વચ્ચેની સ્પર્ધાનો ઉલ્લેખ પણ છે. બંનેમાંથી કોઈ એક રાષ્ટ્ર વધુ સફળ બને છે. જોકે બંને વચ્ચે સમાન સ્પર્ધા હોવા છતાં વિશ્વનો દ્રષ્ટિકોણ અલગ છે.

ભૂતકાળમાં 2004ના અહેવાલમાં પણ મધ્ય પૂર્વમાંથી ખિલાફતની ફાટી નીકળવાની આગાહી કરવામાં આવી હતી. ઇસ્લામિક સ્ટેટ સંગઠને છેલ્લા દાયકામાં આતંક મચાવ્યો હતો. જોકે 2020માં અમેરિકા અને ચીનની સ્પર્ધાને ધ્યાનમાં રખાઈ હતી. આ રિપોર્ટનો એકંદર હેતુ આગાહી કરતાં શકયતા તરફ ધ્યાન આપવાનો છે.

આ પણ વાંચો: કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે Remdesivir ઇન્જેક્શનના કાળાબજાર, બે લાખ રૂપિયા સુધી મળી રહ્યો છે એક ડોઝ

મજબૂત લોકશાહીની અસરો

2040 માટે કેટલા ઉજળા સંજોગોની શક્યતા પણ છે. કેટલાક સ્થળે લોકશાહીનું પુનઃજીવન થઈ શકે છે. આમાં યુ.એસ. અને તેના સાથીઓએ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પડકારોનો સામનો કરવા માટે તકનીકી અને આર્થિક વૃદ્ધિનો ઉપયોગ કર્યો છે. જ્યારે ચીન અને રશિયાના અલગ દિશામાં જાય છે.

આ પણ વાંચો: અરવલ્લી: PSIએ દારૂ પીને મચાવી ધમાલ, પૂર ઝડપે જીપ ચલાવી લોકોના જીવ જોખમમાં મૂક્યાં

કોરોના મહામારી દરમિયાન અર્થવ્યવસ્થાઓ ફરી પહેલાની ફરી પાટે ચડી શકે એમ નથી. 2030ની શરૂઆતમાં "ટ્રેજેડી એન્ડ મોબીલાઇઝેશન" કલાઈમેન્ટ ચેન્જ, દુષ્કાળ અને અશાંતિના જેવા પડકારો પણ છે. પરિણામે નવા વૈશ્વિક ગઠબંધન સર્જાશે.
First published:

Tags: Age, Earth, World, અમેરિકા, ભારત, રિપોર્ટ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन