મ્યાનમાર ઓપરેશનની ન સાંભળેલી ગાથાઃ હિસ્ટ્રી ટીવી 18 પર આજે રાત્રે 9 વાગ્યે

 • Share this:
  ચોથી જૂન 2015ના દિવસે મણીપુરમાં ચંદેલ જિલ્લા ખાતે ભારતીય આર્મીના કોન્વોય પર હુમલો કરવામાં આવ્યો. હુમલામાં 18 ભારતીય જવાન શહીદ થયા. નોર્થ-ઇસ્ટમાં આર્મી પર કરવામાં આવેલો દશકાનો આ સૌથી મોટો હુમલો હતો.

  આ હુમલો નોર્થ-ઇસ્ટમાં પોતાની ગતિવિધિ ચલાવી રહેલા બળવાખોર જૂથ ધ નેશનલ સોશિયલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ (ખાપલાંગ) દ્વારા કરવામાં આવ્યો હતો. NSCN-K એક સંગઠિત બળવાખોર જૂથ છે. આ જૂથ આ વિસ્તારમાં ખંડણી, અપહરણ અને બંદૂકની અણીએ ફંડ એકઠું કરે છે. સૂત્રો એવું પણ જણાવી રહ્યા છે કે વિદેશી તાકાતો પાસેથી પણ તેને ફંડ મળે છે. આર્મીના કોન્વોય પર હુમલા બાદ સેનાના ગુપ્ત વિભાગને માહિતી મળી હતી કે આ જૂથે ઇન્ડો-મ્યાનમાર બોર્ડરની આસપાસના વિસ્તારને પોતાનો અડ્ડો બનાવ્યો છે. રિપોર્ટમાં એવું પણ જાણવા મળ્યું હતું કે હજુ વધારે ખતરનાર હુમલા થવાની પણ પૂરી શક્યતા છે.

  આ જૂથે ભારત સામે ગોરીલા યુદ્ધ ચાલુ જ રાખ્યું હતું. આ જ કારણે ભારતીય આર્મીએ આના સફાયા માટે ખાસ અભિયાન હાથ ધર્યું હતું.

  ભારતના આ ખાસ ઓપરેશનના ઝીણવટભર્યા તથ્યો, સમગ્ર ઓપેરશન અને ભારતીય બહાદુરોની એ કથાને સૌપ્રથમવાર, HistoryTV18 એક નવતર ઢબે આપની સમક્ષ લાવી રહ્યું છે. 28મી માર્ચના રોજ રાત્રે નવ કલાકે HistoryTV18 રજુ થનારા આ વિશેષ કાર્યક્રમમાં ભારતીય સેનાના આયોજન, અમલ, નવા તથ્યો, ઓપેરશનની સમગ્ર વિગતો, સ્ટ્રાઇક ટીમ સાથેના સાક્ષાત્કાર, ભારતીય જવાનોની દિલેરીભરી વાતો જોવા મળશે.

  આ ખાસ કાર્યક્રમમાં આ લોકો પાસેથી સાંભળો મ્યાનમાર ઓપરેશન વિશેઃ

  1. અજીત ડોવાલ - રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર
  2. જનરલ બિપિન રાવત - આર્મી ચીફ
  3. સ્પેશ્યલ ફોર્સિસ ટીમ લીડર - (ઓળખ જાહેર નથી કરવામાં આવી)
  4. મનોહર પારિકર - પૂર્વ રક્ષા મંત્રી
  5. જનરલ દલબિર સિંઘ - પૂર્વ આર્મી ચીફ
  6. નીતીન ગોખલે - સંરક્ષણ નિષ્ણાત અને લેખક
  Published by:Vinod Zankhaliya
  First published: