પાકિસ્તાન (Pakistan) હાલમાં પ્રોપાગેન્ડા વિડીયો બનાવીને દુનિયા (world)ની સામે ભારત (India)ની છબિ બગાડવાના પ્રયાસમાં લાગી ગયું છે. જોકે, એવું કરવા દરમિયાન તે એવી અનેક મોટી ભૂલો પણ કરી રહ્યું છે જેના કારણે તે દુનિયાની સામે છતું થઈ ગયું છે. પાકિસ્તાને સરગોધા એરબેઝ પર 27 ફેબ્રુઆરી ઓપરેશન સ્ફ્વટ રેટ્રોટના નામથી એક મેમોરિયલ બનાવ્યું છે. આ મેમોરિયલ દ્વારા ખબર પડી જાય છે કે પાકિસ્તાને એરસ્ટ્રાઇક દરમિયાન દુનિયાની સામે કયા-કયા ચાર જૂઠાણાં બોલ્યા છે...
પાકિસ્તાનનું જૂઠાણું નંબર-1
પાકિસ્તાને કહ્યું હતું કે ભારત તરફથી કરવામાં આવેલી એર સ્ટ્રાઇક બાદ ભારતમાં ઘૂસણખોરી માટે પાકિસ્તાને F-16 ફાઇટર પ્લેનનો ઉપયોગ નહોતો કર્યો જ્યારે મેમોરિયલમાં લખ્યું છે કે ભારતીય વાયુસેનાના પ્લેનને F-16એ તોડી પાડ્યું.
પાકિસ્તાનનું જૂઠાણું નંબર-2
પાકિસ્તાને કહ્યું હતું કે, તેણે એમરોમ બીવીઆર મિસાઇલનો ઉપયોગ નહોતો કર્યો જ્યારે મેમોરિયલના પથ્થર પર લખ્યું છે કે AIM-120 AMRAAM BVR મિસાઇલનો ઉપયોગ કર્યો છે.
આ મેમોરિયલમાં બે ડમી ટેઇલ પણ બનાવવામાં આવી છે.
પાકિસ્તાનનું જૂઠાણું નંબર-3
પાકિસ્તાને આ ઓપરેશનનો 8 મિનિટ 13 સેકન્ડનો એક વીડિયો જાહેર કરી દીધો છે, જેમાં મોટાભાગના વીડિયો ક્યાંક તો ગૂગલથી લેવામાં આવ્યા છે અથવા તો યૂટ્યૂબથી ઉઠાવવામાં આવ્યા છે.
પાકિસ્તાનનું જૂઠાણું નંબર-4
આ બંને ટેઇલની નીચે પાકિસ્તાને એફ-16 અને એમરોમનું સત્ય પણ લખી દીધું.
મેમોરિયલ પર પાકિસ્તાનના એર વોરિયરના નામ લખવામાં આવ્યા છે પરંતુ જે બે પાયલટના પ્લેનને અભિનંદને તોડી પાડ્યું હતું, તેનો ઉલ્લેખ સુદ્ધા નથી કરવામાં આવ્યો.
બાલાકોટ (Balakot)માં ભારતીય વાયુસેના (Indian Air Force) તરફથી કરવામાં આવેલી એર સ્ટ્રાઇક બાદ વિંગ કમાન્ડર અભિનંદન (Abhinandan)એ પાકિસ્તાનના અમેરિકન ફાઇટર પ્લેન F-16ને તોડી પાડ્યું હતું. જોકે, હંમેશાથી જ પાકિસ્તાન F-16ના ઉપયોગને નકારતું રહ્યું હતું.
પાકિસ્તાન એવો દાવો કરી રહ્યું હતું કે તેણે ચીની ફાઇટર જેએફ-17નો ઉપયોગ ભારત પર હુમલા માટે કર્યો હતો. પરંતુ જ્યારે ભારતે F-16થી ફાયર કરવામાં આવેલા એમરોમ મિસાઇલના ટુકડા દર્શાવ્યા તો તેણે સૂર બદલી દીધા. કારણ કે, તમામ દુનિયા જાણે છે કે પાકિસ્તાનમાં માત્ર એક જ એવી એરક્રાફ્ટ છે જે આ ભારે ભરખમ મિસાઇલને લઈ ઊડી શકે છે અને તેનો ઉપયોગ કરી શકે છે.