નિર્ભયાના દોષિતોની નવી ચાલ, વ્યવહારમાં સુધારનો હવાલો આપી કરશે ક્યૂરેટિવ પિટીશન

News18 Gujarati
Updated: January 24, 2020, 9:07 AM IST
નિર્ભયાના દોષિતોની નવી ચાલ, વ્યવહારમાં સુધારનો હવાલો આપી કરશે ક્યૂરેટિવ પિટીશન
ત્રણ દોષી પોતાના સારા વ્યવહારનો હવાલો આપી ફાંસીની સજા આજીવન કેદમાં ફેરવવા માટે કોર્ટના દરવાજા ખખડાવશે

ત્રણ દોષી પોતાના સારા વ્યવહારનો હવાલો આપી ફાંસીની સજા આજીવન કેદમાં ફેરવવા માટે કોર્ટના દરવાજા ખખડાવશે

  • Share this:
નવી દિલ્હી : નિર્ભયા ગેંગરેપ (Nirbhaya Gangrape) અને હત્યા મામલામાં ફાંસીની સજા પામેલા ચારેય દોષિતોમાંથી ત્રણ ટૂંક સમયમાં સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં ક્યૂરેટિવ પિટીશન (Curative petition) કરવાના છે. કહેવામાં આવી રહ્યું છે કે, દોષી વિનય, અક્ષય અને પવન એક-બે દિવસમાં સુપ્રીમ કોર્ટમાં ક્યૂરેટિવ પિટીશન દાખલ કરશે. અહેવાલ છે કે ત્રણેય દોષી જેલમાં પોતાના વ્યવહારમાં સુધારનો ઉલ્લેખ કરતાં ફાંસીની સજા આજીવન કેદમાં ફેરવવાની માંગ કરશે.

દોષિતોના વકીલ એ.પી. સિંહે જણાવ્યું કે જેલથી દસ્તાવેજ મળવામાં થઇ રહેલા વિલંબના કારણે ક્યૂરેટિવ પિટીશન દાખલ કરવામાં મોડું થઈ રહ્યું છે. પોતાના અસીલોને જેલમાં મળવા પહોંચેલા વકીલ એન.પી. સિંહે જણાવ્યું કે તેઓએ જેલ પ્રશાસનને ત્રણેય દોષીના સારા વ્યવહાર સાથે જોડાયેલી જાણકારી માંગી છે. તેઓએ કહ્યું કે અમને પૂરી આશા છે કે કોર્ટ દોષિતોના સારા વ્યવહારને જોતાં તેમની ફાંસીની સજા આજીવન કેદમાં ફેરવી દેશે.

દોષિતોના વકીલ એ.પી. સિંહે આરોપ લગાવ્યો કે તેમને જેલ નંબર-ત્રણમાં કેદ તેમના અસલીને મળવામાં ખાસી મુશ્કેલી થઈ રહી છે. તેમને અરજી દાખલ કરવા માટે દોષિતોના દસ્તાવેજ પર હસ્તાક્ષર કરાવવાના હતા. તેઓએ જણાવ્યું કે ક્યૂરેટિવ પિટીશનમાં નવા તથ્યોને સામે રજૂ કરવાના હોય છે તેથી અમે જેલ પ્રશાસનને દોષિતો તરફથી કરવામાં આવેલા સારા વ્યવહારની જાણકારી માંગી છે.

દોષી વિનયે સાથી કેદીનો જીવ બચાવ્યો હતો

એ.પી. સિંહે જણાવ્યું કે વિનયે જેલમાં રહેતા અનેક સારા કામ કર્યા છે. વિનયે તણાવગ્રસ્‍ત એક કેદીને આત્મહત્યા કરવાથી બચાવ્યો હતો. તેની સાથે જ તેણે એક સારી પેન્ટિંગ પણ કરી છે. તે બ્લડ ડોનેશન કેમ્પમાં પણ સામેલ રહ્યો છે. આવી જ રીતે અક્ષય પણ જેલમાં યોજાતા સુધાર કાર્યોમાં ઉત્સાહભેર ભાગ લેતો રહ્યો છે.

આ પણ વાંચો, નિર્ભયા ગેંગરેપ : દોષિતોની શું છે અંતિમ ઈચ્છા? છેલ્લીવાર કોને મળવા માંગે છે?
First published: January 24, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading