Home /News /national-international /વિશ્વ પર પરમાણુ હુમલાનો ખતરો, 5 અજબ લોકોના જીવ જોખમામાં, વિશેષજ્ઞોએ આપી ચેતાવણી

વિશ્વ પર પરમાણુ હુમલાનો ખતરો, 5 અજબ લોકોના જીવ જોખમામાં, વિશેષજ્ઞોએ આપી ચેતાવણી

વિશ્વ પર પરમાણુ હુમલાનો ખતરો (ફાઈલ તસવીર)

The Threat Nuclear Attack: હાલ યુક્રેન અને રશિયા વચ્ચે વિશેષજ્ઞોએ ચેતાવણી આપી છે કે, જો યુદ્ધમાં પરમાણુ હથિયારોથી હુમલો કરવામાં આવશે તો 5 અરબ લોકોનો જીવ જશે. આ સાથે પૃથ્વી પર કેટલાય વર્ષો સુધી સૂર્ય જોવા મળશે નહી. યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ પુતિન વારંવાર પરમાણુ હુમલાની ધમકીઓ આપી ચૂક્યા છે. અમેરિકાએ પણ આ મામલે ચિંતા વ્યક્ત કરી છે.

વધુ જુઓ ...
  દિલ્હી: હાલ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યુ છે, હવે તે યુદ્ધ પરમાણુ હુમલાની આશંકા વર્તાઈ રહી છે. આ જ કારણે નાટો પર પરમાણુ હુમલાની તૈયારી કરી રહ્યુ છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પોતાના દેશની ન્યૂક્લિયર ફોર્સનો પરમાણુ હુમલા માટે અભ્યાસનો આ આદેશ આપી દીધો છે. જો પરમાણુ હુમલાઓ થશે તો પાંચ અરબ લોકો માર્યા જવાની આશંકા વિશેષજ્ઞનોને થઈ રહી છે.

  વ્લાદિમીર પુતિને આપી પરમાણુ હુમલાની ધમકી


  યુક્રેન યુદ્ધમાં હવે રશિયના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના પરમાણુ હુમલાની ધમકીઓથી સમગ્ર વિશ્વ ચિંતાના વાદળો હેઠળ આવી ગયુ છે. સૌથી વધારે ખતરાનો સામનો કરી રહેલા નાટો દેશોએ તો પરમાણુ યુદ્ધાભ્યાસની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. વિશ્વના વિશેષજ્ઞોએ ચેતાવણી આપી છે કે, જો પરણાણુ હુમલાઓ થશે તો વિશ્વના પાંચ અરબ લોકો માર્યા જશે. આ સાથે જ પરમાણુ હુમલાથી પૃથ્વી પર કેટલાય વર્ષો સુધી સૂર્યનો પ્રકાશ નહી પહોચી શકે. ઉલ્લેખનીય છે કે, રશિયા વિશ્વનો સૌથી વધારે પરમાણુ હથિયાર ધરાવતો દેશ છે. જેને બૈલિસ્ટિક મિસાઈલ, ક્રુજ મિસાઈલ અને ટારપીડોથી દુનિયાના ગમે ભાગમો છોડી શકાય છે.

  આ પણ વાંચો: ક્રિકેટનાં કારણે જંગ! કોહલીનાં ફેને કરી નાખી રોહિતનાં ફેનની હત્યા

  રશિયા પાસે આશરે 6,000 જેટલા પરમાણુ હથિયારો


  આવા સંજોગોમાં દુનિયાના દેશો ચિંતામાં આવે તે સ્વાભાવીક બાબત છે. આ મામલે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને પણ કહ્યુ છે કે, 'પુતિનની ધમકીઓ ખાલી નથી લાગતી.' ધ સન ઓનલાઈનથી કરવામાં આવેલી વાતસચિત દરમિયાન એક વિશેષજ્ઞએ જણાવ્યુ હતુ કે, વિશ્વ અત્યારે ઠંડા યુદ્ધનો સામનો કરી રહ્યુ છે. અત્યારો દુનિયા પાસે એટલી પરમાણુ મિસાઈલો છે કે પૃથ્વીને કેટલીય વખત તબાહ કરી શકાય છે. દુનિયા પાસે હાલ 12,000થી પણ વધારે પરમાણુ હથિયારો છે, જેમાથી એકલા રશિયા પાસે જ આશરે 6,000 જેટલા પરમાણુ હથિયારો છે.

  પરમાણુ હુમલાથી રેડિયોએક્ટિવ કચરો પેદા થશે


  જો આ હથિયારોથી હુમલો કરવામાં આવે તો દુનિયાના બેથી ત્રણ અરબ લોકોને વિસ્ફોટ અને વિકિરણથી અસર થશે. થોડા સમય પહેલા કેમ્બ્રિઝ વિદ્યાલયમાં કરવામાં આવેલા એક અભ્યાસ પ્રમાણે પરમાણુ યુદ્ધ અને વિનાશની ચેતાવણી આપવામાં આવી હતી. તેમા જણાવામાં આવ્યુ હતુ કે પરમાણુ હથિયારોના એકબીજા પર ઉપયોગ કરવાથી એવો રેડિયોએક્ટિવ કચરો પેદા થશે કે, કેટલાય વર્ષો સુધી પૃથ્વી પર સૂર્યનો પ્રકાશ સ્પષ્ટ અને સ્વચ્છ નહી આવી શકે. જ્યારે આ પરમાણું હુમલામાં આશરે પાંચ અરબ લોકોના મોતની પણ આશંકા રાખવામાં આવી છે.

  આ પણ વાંચો: પાકિસ્તાનથી બોલું છું... મારી વાત નહીં માનો તો SBI હેડક્વાર્ટર ઉડાવી દઇશ, ધમકીભર્યા ફોનથી હડકંપ

  પરમાણુ હુમલાથી પર્યાવરણને ભારે નુકશાન થેશે


  તજજ્ઞોના કહેવા પ્રમાણે જો પરમાણુ હુમલાઓથી યુદ્ધ કરવામાં આવે છે. તો પૃથ્વીનું તાપમાન 16 ડિગ્રી સલ્સીયસ નીચે આવી જશે, જેથી યુક્રેન જેવા દેશો તો સંપૂર્ણ રીતે બર્ફમા જમાઈ જશે. બ્રિટનના લંડનમાં જો પરમાણુ હુમલા કરવામાં આવે તો, ત્યાના કરોડો લોકોનો જીવ જશે. સંભવીત જો આ પરમાણુ બમ્બ બહોળા પ્રમાણમાં જનસંખ્યા ધરવતા ભારત કે ચીનમાં પડે તો મોટા પ્રમાણમાં નરસંહાર થઈ શકે છે. આ સાથે પરમાણુ હુમલાથી પર્યાવરણને પણ ભારે નુકશાન થઈ શકે છે.

  અમેરિકા પાસે 5,400 તો બ્રિટન પાસે 225 પરમાણુ હથિયારો


  જાણો એક વિશેષ માહિતી, દુનિયામાં આશરે 12,700 પરમાણુ હથિયારો છે. જેમાથી સૌથી વધારે પરમાણુ હથિયારો રશિયા પાસે છે, રશિયા પાસે 6,000 જેટલા પરમાણુ હથિયારો હોવાનો અંદાજ છે. આ સાથે અમેરિકા પાસે 5,400, બ્રિટન પાસે 225 પરમાણુ હથિયારો છે. જેમાથી મોટા ભાગના ત્રિશૂળ સબમરીનમાં રાખવામાં આવેલા છે. ભારત, ચીન, પાકિસ્તાન, ફ્રાંસ, ઇજરાઈલ અને ઉત્તર કોરીયા પાસે પણ પરમાણુ હથિયારો આવેલા છે. જોકે ઉત્તર કોરિયાના તાનાસાહે પોતાના દેશના પરમાણુ હથિયારોની સંખ્યાની કોઈ માહિતી આપી નથી. પરંતુ માહિતી પ્રમાણે ભારત અને પાકિસ્તાન પાસે સરખા પ્રમાણમાં પરમાણુ હથિયાર હોવાનું અનુમાન છે. વિશ્વની ખૂફિયા એજન્સીઓ પ્રમાણે 2027 સુધીમાં ચીન પાસે 700 પરમાણુ હથિયારો હોવાનું અનુમાન રાખવામાં આવે છે.
  Published by:Vimal Prajapati
  First published:

  Tags: Nuclear weapon, Russia-Ukraine Conflict, Warning

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन