Home /News /national-international /હજી ટળ્યો નથી કોરોનાનો ખતરો, ઓમિક્રોનના નવા વેરિયન્ટને લઈને વૈજ્ઞાનિકોએ ચિંતા વ્યક્ત કરી

હજી ટળ્યો નથી કોરોનાનો ખતરો, ઓમિક્રોનના નવા વેરિયન્ટને લઈને વૈજ્ઞાનિકોએ ચિંતા વ્યક્ત કરી

વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે ઓમિક્રોન સતત મ્યુટેટ થઈ રહ્યો છે, જે ખતરનાક સાબિત થઈ શકે છે.

    કેનેડા: છેલ્લા એક વર્ષમાં, COVID-19એ કેનેડા સહિત વિશ્વભરમાં ઘણો વિનાશ કર્યો છે. ઓમિક્રોનના કારણે ઘણા લોકો મૃત્યુ પામ્યા છે. આ વર્ષે કોરોનાના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે.  ઓમિક્રોન અને તેના સૌથી વધ ચેપી સ્ટ્રેને એક મોટી વસ્તી પર અસર કરી છે. ઓમિક્રોન સતત મ્યૂટેટ થઈ રહ્યો છે અને તેના નવા સ્ટ્રેન સામે આવી રહ્યાં છે. તે આપણી ઈમ્યુનિટી પર ખાસ અસર કરી શકે છે. તેને જોતા જ વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે હાલ કોરોનાનો ખતરો ખાસ ઘટ્યો નથી. મિનેસોટા યુનિવર્સિટીમાં સેન્ટર ફોર ઈન્ફેક્શિયસ ડિસીસ રિસર્ચ એન્ડ પોલીસીના એક વૈજ્ઞાનિક માઈકલ ઓસ્ટરહોમે સીબીસી ન્યુઝને કહ્યું કે પડકાર એ છે કે આપણે હજી સુધી આ વાયરસને સંપૂર્ણ રીતે સમજી જ શક્યા નથી.

    વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ)ના જણાવ્યા અનુસાર તાજેતરના અઠવાડિયામાં વૈશ્વિક COVIDના સ્તરમાં ઘટાડો થયો છે. કેસોમાં 11 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. મૃત્યુમાં 18 ટકાનો ઘટાડો થયો છે પરંતુ એવા કેટલાક ચિંતાજનક સંકેતો છે કે ચેપનો દર ટૂંક સમયમાં વધી શકે છે. યુકેમાં કોરોનાના કેસોમાં અચાનક વધારો થયો છે. હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે.

    ઓમિક્રોન સબવેરિયન્ટને કારણે કોરોનાના કેસમાં વધારો થયો છે
    ડબ્લ્યુએચઓએ કહ્યું કે ઓમિક્રોન સબવેરિયન્ટ હવે વૈશ્વિક સ્તરે 99.9 ટકા અનુક્રમિત કેસ માટે જવાબદાર છે. BA.5ની સાથે 81 ટકા, BA.4 8.1 ટકા, BA.2.75 2.9 ટકા પર, જ્યારે અન્ય ઓમિક્રોન સબવેરિયન્ટ 7.8 ટકા કેસ ધરાવે છે.

    BA.5 સબવેરિઅન્ટ કેનેડામાં વર્તમાન પ્રમુખ સર્ક્યુલેટિંગ સ્ટ્રેન છે, જે 85 ટકા નવા કેસ માટે જવાબદાર છે. જોકે હવે વૈજ્ઞાનિકો નવા ઓમિક્રોન સબવેરિઅન્ટને લઈને ચિંતા જાહેર કરી રહ્યાં છે. ધ લૈંસેટમાં પ્રકાશિત એક નવા કેનેડાઈ સ્ટડીએ રસીકરણ અને પૂર્વ સંક્રમણ બંનેનું વિશ્લેષણ કર્યું, જેમાં એમ જાળવા મળ્યું કે લાઈબ્રિડ ઈમ્યુનિટી વાળા લોકો ભવિષ્યમાં Covid સંક્રમણો સામે સારી રીતે લડી શકે છે.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: Omicron Case, Omicron variant, Omicron Variant Spread

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन