…સર જેલ જવા માટે ચોરી કરીએ છીએ, ત્યાં મરઘો, માછલી અને પનીર ફ્રીમાં ખાવા મળે છે

News18 Gujarati
Updated: June 28, 2020, 8:21 AM IST
…સર જેલ જવા માટે ચોરી કરીએ છીએ, ત્યાં મરઘો, માછલી અને પનીર ફ્રીમાં ખાવા મળે છે
‘જેલમાં અનેક પ્રકારના પકવાન પણ ફ્રીમાં મળી જાય છે તો કેમ જેલમાં ન જઈએ’

‘જેલમાં અનેક પ્રકારના પકવાન પણ ફ્રીમાં મળી જાય છે તો કેમ જેલમાં ન જઈએ’

  • Share this:
પ્રમોદ કુમાર, કૈમૂરઃ બિહાર (Bihar)ના કૈમૂર (Kaimur) જિલ્લામાં એક ચોંકાવાનારો કેસ સામે આવ્યો છે. અહીં કેટલાક ચોર એટલા માટે ચોરી કરે છે જેથી જેલમાં જતાં તેમને પેટ ભરીને ખાવાનું મળી શકે. ખાસ વાત એ છે કે પકડાઈ જતાં ચોરોએ એસપીની સામે આ વાત કહી છે. ચોરોએ એસપીની સામે ચોરી કરવાની વાત કબૂલતાં કહ્યું કે, સર અમે મરઘો, પનીર ખાવા માંગીએ છીએ. પરંતુ જેલમાં કોઈ કામ વગર જ સારું ખાવાનું મળી જાય છે. સાથોસાથ જેલમાં અનેક પ્રકારના પકવાન પણ ફ્રીમાં મળી જાય છે તો કેમ જેલમાં ન જઈએ. મૂળે, પોલીસે ચોરી કાંડનો ખુલાસો કરતાં જણાવ્યું કે 23 જૂને કરમચટ પોલીસ સ્ટેશનના થિલૌઈ ગામ સ્થિત એક ઘરમાં ચોરી થઈ હતી. તેમાં ચોરોએ લાખો રૂપિયાના ઘરેણાં સહિત રોકડ રકમની ચોરી કરી હતી. ચોરીના આરોપમાં 8 ચોરની ધરપકડ કરવામાં આવી, જેમાં એક દુકાનદાર પણ સામેલ છે. સાથોસાથ પાંચ લાખના ઘરેણાં પણ જપ્ત કર્યા છે.

ચોર ટોળકીના લીડરે શું કહ્યું?

ચોરીના આરોપમાં ધરપકડ કરાયેલા ગુડ્ડૂ મુસહરે જણાવ્યું કે ઘરમાં કાક કરનારા નોકરે પૈસાની લાલચમાં ચોરી કરાવી હતી. અમે પણ પૈસાની લાલચમાં આવી ગયા. ઘરે રહીએ છીએ તો અમને કોઇ કામ પણ નથી આપતું. ગરીબીના કારણે સૂકું-ફીક્કું ખાવું પડે છે. કોઈ મામલે જેલ જાયે છે તો પેટ ભરીને ખાવાનું મળે છે. તેણે કહ્યું કે જેટલા દિવસ જેલમાં રહે છે સારા ખાવાની વ્યવસ્થા થઈ જાય છે. કહેવામાં આવી રહ્યું છે કે પકડાયેલા અનેક ચોર પ્રોફેશનલ છે જે કામ કરવા નથી માંગતા જ્યારે ચોરી એટલા માટે કરે છે કે જેલ જઈશું તો ત્યાં મરઘી, માછલી અને પનીર ખાવા મળશે. આ ચોરોનું કહેવું છે કે ચોરી કરી જેલ જાય છે તો સારું ખાવાનું મળે છે. બીજી તરફ, એકે જણાવ્યું કે અમે મર્ડર કી જેલમાં જાય છે તો સરભરા વધી જાય છે.

આ પણ વાંચો, 4 હુમલાખોરોએ જિમ સંચાલકને ગોળીઓથી વીંધી દીધો, ઘટનાસ્થળે જ થયું મોત

કૈમૂરના એસપી શું કહે છે?

જિલ્લાના એસપી દિલનવાજ અહમદે જણાવ્યું કે, કરમચટ પોલીસ સ્ટેશનમાં ઘરમાં ભીષણ ચોરીનો કેસ નોંધવામાં આવ્યો હતો. જેમાં પાંચ લાખ રૂપિયાના ઘરેણાં અને પૈસાની ચોરી થઈ હતી. વૈજ્ઞાનિક અનુસંધાનથી મામલાનો ખુલાસો થયો અને 7 ચોરોની ધરપકડ કરવામાં આવી.આ પણ વાંચો, ડેમમાં માછલી પકડવા ગયેલા યુવક પર આદમખોર મગરનો હુમલો, ભાઈની નજર સામે જ મોતતેમણે આપેલી માહિતીના આધારે દુકાનદારને પણ ઝડપવામાં આવ્યો જ્યાંથી પાંચ લાખ રૂપિયાના ઘરેણાં અને 16 હજાર રૂપિયા જપ્ત કર્યા. પોલીસ મામલાની તપાસમાં લાગી છે કે ચોર ટોળકીમાં કેટલા લોકો સામેલ છે. અને ક્યાં-ક્યાં ચોરીની ઘટનાને અંજામ આપે છે.
First published: June 28, 2020, 8:21 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading