નગરોટા એન્કાઉન્ટરમાં ઠાર મરાયેલા આતંકીઓને મળી હતી કમાન્ડો ટ્રેનિંગ, 30 KM ચાલીને ભારતમાં ઘૂસ્યા હતા

News18 Gujarati
Updated: November 22, 2020, 10:45 AM IST
નગરોટા એન્કાઉન્ટરમાં ઠાર મરાયેલા આતંકીઓને મળી હતી કમાન્ડો ટ્રેનિંગ, 30 KM ચાલીને ભારતમાં ઘૂસ્યા હતા
આ કાવતરાને અંજામ આપવામાં પઠાણકોટમાં થયેલા હુમલાનો આરોપી જૈશ-એ-મોહમ્મદનો ઓપરેશનલ કમાન્ડર કાસિમ જાનનો પણ હાથ હતો

આ કાવતરાને અંજામ આપવામાં પઠાણકોટમાં થયેલા હુમલાનો આરોપી જૈશ-એ-મોહમ્મદનો ઓપરેશનલ કમાન્ડર કાસિમ જાનનો પણ હાથ હતો

  • Share this:
નગરોટાઃ જમ્મુના નગરોટા (Nagrota)માં ગુરૂવારે થયેલા એન્કાઉન્ટરમાં ઠાર મરાયેલા જૈશ-એ-મોહમ્મદ (Jaish-e-Mohammed)ના ચારેય પાકિસ્તાની આતંકીઓ વિશે નવી જાણકારી સામે આવી છે. ઇન્ટેલિજન્સી એજન્સીઓને માહિતી હાથ લાગી છે કે આ સમગ્ર કાવતરાને અંજામ આપવામાં વર્ષ 2016માં પઠાણકોટમાં થયેલા હુમલાનો આરોપી જૈશ-એ-મોહમ્મદ (JeM)ના ઓપરેશનલ કમાન્ડર કાસિમ જાનનો પણ હાથ હતો. એજન્સીઓ મુજબ, દક્ષિણ કાશ્મીરમાં કાસિમના અનેક આતંકી ઉપસ્થિત છે અને તેના એક ઈશારા પર કોઈ પણ ઘટનાને અંજામ આપવા માટે તૈયાર રહે છે. નોંધનીય છે કે કાસિમ ભારતમાં જૈશ આતંકીઓને મુખ્ય લૉન્ચ કમાન્ડરો પૈકીનો એક છે અને તેના આતંકી મુફ્તી રઉફ અસગર સાથે સીધા સંબંધ છે.

હિન્દુસ્તાન ટાઇમ્સમાં પ્રકાશિત અહેવાલ મુજબ, ભારતીય સુરક્ષા એજન્સીઓને માહિતી મળી છે કે અફઘાનિસ્તાનથી અમેરિકાની સેનાને હટાવવા અને તાલિબાનના પુનરુત્થાન બાદથી જૈશ-એ-મોહમ્મદના આતંકી ઝડપથી જમ્મુ-કાશ્મીરમાં એક્ટિવ થઈ રહ્યા છે. સૂત્રો મુજબ, 14 વિશેષ રૂપથી પ્રશિક્ષિત આતંકવાદીઓને ગુજરાંવાલાના રસ્તે ભારતમાં ઘૂસાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો, Bharti Singh બાદ પતિ હર્ષ લિમ્બાચિયાની NCBએ કરી ધરપકડ, 18 કલાકની પૂછપરછ બાદ કાર્યવાહી

ઇન્ટેલિજન્સ એજન્સીઓ મુજબ, નગરોટા એન્કાઉન્ટરમાં ઠાર મરાયેલા જૈશના તમામ ચાર આતંકીઓને કમાન્ડો ટ્રેનિંગ આપવામાં આવી હતી. માર્યા ગયેલા આતંકી શકરગાહમાં સાંબા સરહદ પર જૈશના શિબિરથી 30 કિલોમીટર પગપાળા ચાલીને આવ્યા હતા. ત્યારબાદ જટવાલ સ્થિત પિકઅપ પોઇન્ટ સુધી પહોંચ્યા હતા. નોંધનીય છે કે સાંબાના કઠુઆ સુધીનો રસ્તો 6 કિલોમીટરનો છે. એવામાં એવું કહી શકાય છે કે આતંકવાદી રાતના અંધારામાં જ ભારતમાં ઘૂસી ગયા હતા.

અઢી કલાક પગપાળા ચાલીને આતંકી ભારતની સરહદ સુધી પહોંચ્યા

સુરક્ષા એજન્સીઓ સાથે જોડાયેલા અધિકારીઓ મુજબ, આતંકી લગભગ અઢી કલાક પગપાળા ચાલીને ભારતની સરહદ સુધી પહોંચ્યા હતા. મળતી માહિતી મુજબ આતંકીઓ સંભવિત માર્ગ સાંબા સેક્ટરમાં માવા ગામ હતું, જે રામગઢ અને હીરાનગર સેક્ટરની વચ્ચે છે. અહીંથી તેઓ નાનાથ નાળાની પાસે કાચા ટ્રેકના માધ્યમથી બોર્ડર સુધી પહોંચ્યા હતા. ત્યારબાદ રાત્રે લગભગ 3 વાગ્યે આતંકવાદી એક ટ્રક જેનો નંબર JK01AL 1055 હતો તેમાં સવાર થઇ ગયા હતા.

આ પણ વાંચો, ‘હનીમૂન હોટલ’માંથી પકડાયા ચાર પ્રેમી જોડા, ગેરકાયદેસર ધંધાનો થયો મોટો ખુલાસો

નોંધનીય છે કે રાત્રે લગભગ 3:44 વાગ્યે આ ચારેય આતંકીઓ જમ્મુની તરફ સરોસ ટોલ પ્લાઝાને પાર કરતાં જોવા મળ્યા હતા. ત્યારબાદ ટ્રક નરવાલ બાયપાસ થઈને કાશ્મીર તરફ આગળ વધી. જોકે સવારે લગભગ 4:45 વાગ્યે ભારતીય સુરક્ષા દળોએ ટ્રકને બન ટોલ પ્લાઝાની પાસે રોકી દીધી અને ચારેય આતંકવાદીઓને એન્કાઉન્ટરમાં ઢાળી દીધા.
Published by: Mrunal Bhojak
First published: November 22, 2020, 10:45 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading