Home /News /national-international /ભૂત ભગાડવાના બહાને ઢોંગી તાંત્રિકે સગીર બાળકી પર બળાત્કાર ગુજાર્યો, પીડિતાના પિતા પાસેથી લીધા રૂ. 3 હજાર

ભૂત ભગાડવાના બહાને ઢોંગી તાંત્રિકે સગીર બાળકી પર બળાત્કાર ગુજાર્યો, પીડિતાના પિતા પાસેથી લીધા રૂ. 3 હજાર

તાંત્રિકે સગીર બાળકી પર બળાત્કાર ગુજાર્યો

અંધશ્રદ્ધા: રાજસ્થાનના અજમેર જિલ્લામાં એક તાંત્રિક (Tantrik) ભૂતનો પ્રેતનો પડછાયો કાઢવાના બહાને સગીર બાળકી પર બળાત્કાર કરી તાંત્રિક ફરાર થઈ ગયો. ગાંધી નગર પોલીસે નકલી તાંત્રિક અનિલ શર્માની ધરપકડ કરી છે. આરોપી તાંત્રિકને બાદમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. ત્યાંથી તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે આરોપીએ ફરિયાદીની સગીર પુત્રી પર તેના ઘરે જ બળાત્કાર કર્યો હતો.

વધુ જુઓ ...
    અજમેર. રાજસ્થાનના અજમેર જિલ્લામાં એક તાંત્રિક (Tantrik) ભૂતનો પ્રેતનો પડછાયો કાઢવાના બહાને સગીર બાળકી પર બળાત્કાર કરી તાંત્રિક ફરાર થઈ ગયો. ગાંધી નગર પોલીસે નકલી તાંત્રિક અનિલ શર્માની ધરપકડ કરી છે. આરોપી તાંત્રિકને બાદમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. ત્યાંથી તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે આરોપીએ ફરિયાદીની સગીર પુત્રી પર તેના ઘરે જ બળાત્કાર કર્યો હતો. બાદમાં તાંત્રિક પ્રક્રિયા પૂરી કરી હોવાનો દાવો કરીને તેની પાસેથી ફી તરીકે ત્રણ હજાર રૂપિયા પણ પડાવી લીધા હતા.

    પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી તાંત્રિક અનિલ શર્મા જયપુર જિલ્લાના જોબનેરનો રહેવાસી છે. અંધશ્રદ્ધા ફેલાવીને તે લોકોના ઘરોમાં ઝાડફૂંકનું કામ કરે છે. સપ્ટેમ્બરમાં તેણે ગાંધી નગર વિસ્તારમાં એક પરિવારને પોતાનો શિકાર બનાવ્યો હતો. આરોપી તાંત્રિક અનિલ શર્મા 17 સપ્ટેમ્બરે પરિવારના જમાઈ સાથે ઘરે આવ્યો હતો. અહીં આવ્યા પછી તેને પરિવારના જમાઈને જણાવ્યું કે, તારા સસરા પર મોટું જોખમ છે. તેને કહ્યું કે તાંત્રિક પ્રક્રિયાથી તેની સારવાર કરવી પડશે.

    તાંત્રિકે પરિવારને બહાર મોકલી દીધો અને સગીરને પોતાની પાસે રાખી
    એવું જણાવવામાં આવી રહ્યું છે કે ફરિયાદી પહેલાથી જ ઘણી ઘરેલું સમસ્યાઓનો સામનો કરી રહ્યો હતો. તેથી તેઓ તાંત્રિકની જાળમાં ફસાઈ ગયા. ત્યારબાદ આરોપી અનિલ શર્માએ તેની પાસેથી કેટલીક વસ્તુઓ મંગાવી અને ઘરે તાંત્રિક પ્રક્રિયા શરૂ કરી. રાત્રે 11 વાગે ધાર્મિક પ્રક્રિયા પૂરી કરવાના બહાને ફરિયાદીને તેના પુત્ર અને જમાઈ સાથે પુષ્કર મોકલવામાં આવ્યા હતા. તે દરમિયાન ફરિયાદીની સગીર પુત્રી ઘરે એકલી રહી ગઈ હતી. તાંત્રિકે ફરિયાદીને ડરાવી દીધો કે ભૂતનો પડછાયો દીકરી પર જ છે. તેથી તેને ઘરે છોડી દો.

    આ પણ વાંચોઃ Delhi excise policy : CBI તપાસ પહેલા મનીષ સિસોદિયા રાજઘાટ પહોંચ્યા, કહ્યું- મને ગુજરાત જતા રોકવા માગે છે

    ઘટના બાદ ત્રણ હજાર રૂપિયા ફી પણ વસૂલવામાં આવી


    સમસ્યાઓથી ડરેલા પરિવારે દીકરીને તાંત્રિકની પાસે છોડી દીધી. જે બાદ તાંત્રિકે સગીર યુવતીને ધમકાવીને તંત્ર પ્રક્રિયાના બહાને બળાત્કાર ગુજાર્યો હતો. પરિવારના સભ્યોને કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી. સવારે પરિવારના લોકો આવ્યા બાદ આરોપી તાંત્રિકે ફરિયાદી પાસેથી ફી પેટે ત્રણ હજાર રૂપિયા પણ લીધા હતા. ઘટનાના બે દિવસ પછી પીડિતાએ આ વાત તેની મોટી બહેનને જણાવી.

    આ ઘટના સાંભળીને પરિવારના સભ્યોના પગ નીચેથી જમીન સરકી ગઈ
    ત્યારબાદ તેણે પરિવારના અન્ય સભ્યોને આ અંગે જાણ કરી. જે બાદ તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો. કેસ નોંધાયા બાદ પોલીસે એક ટીમ બનાવી આરોપી તાંત્રિકની શોધખોળ શરૂ કરી હતી. રવિવારે પોલીસે આરોપી તાંત્રિકની ધરપકડ કરીને તેને જેલમાં મોકલી દીધો હતો.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Ajmer, Minor rape, Rajasthan news

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन