Home /News /national-international /bilkis bano case : બિલ્કીસ સાથે જે પણ થયું તે, ખૂબ જ બિભત્સ હતુ, સુપ્રીમકોર્ટે ગુજરાત સરકારને નોટીસ ફટકારી

bilkis bano case : બિલ્કીસ સાથે જે પણ થયું તે, ખૂબ જ બિભત્સ હતુ, સુપ્રીમકોર્ટે ગુજરાત સરકારને નોટીસ ફટકારી

આગામી સુનાવણી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને દોષિતોની મુક્તિની પરવાનગી અંગે જવાબ દાખલ કરવા પણ કહ્યું છે.

બિલકીસ બાનોએ સુપ્રીમ કોર્ટને તેના નિર્ણયની સમીક્ષા કરવાની પણ માંગ કરી છે, જેમાં કોર્ટે ગુજરાત સરકારને દોષિતોને જલ્દી મુક્ત કરવા અંગે વિચારણા કરવા નિર્દેશ આપ્યો હતો. આ મામલે આગામી સુનાવણી 18 એપ્રિલે થશે.

ન્યુ દિલ્હી : સોમવારે સુપ્રીમ કોર્ટમાં બિલકિસ બાનો કેસમાં 11 દોષિતોની વહેલી મુક્તિ આપવા પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ગેંગરેપ કેસમાં 11 દોષિતોની સજામાં ફેરફારને પડકારતી બિલ્કિસ બાનોની અપીલ પર કોર્ટે કેન્દ્ર અને ગુજરાત સરકારને નોટિસ જારી કરી છે.

તમને જણાવી દઈએ કે, 2002ના ગુજરાત રમખાણો દરમિયાન 11 દોષિતોએ બિલ્કીસ બાનો પર ગેંગરેપ કર્યો હતો અને તેના પરિવારના સભ્યોની હત્યા કરી હતી. ગુજરાત સરકારે ગુનેગારોને રાહત આપતા 15 ઓગસ્ટ 2022ના રોજ ગુનેગારોને મુક્ત કર્યા હતા. તેની સામે બિલકિસ બાનોએ ફરી સુપ્રીમ કોર્ટમાં જઈને અરજી દાખલ કરી છે. જેના પર સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી કરશે.

સુપ્રીમ કોર્ટની નવી બેન્ચે સુનાવણી કરી હતી

જસ્ટિસ કેએમ જોસેફ અને જસ્ટિસ બીવી નાગરત્નની બેંચે બિલકિસ બાનોની અરજી પર સુનાવણી કરી હતી. અગાઉ, 22 માર્ચે અરજી પર સુનાવણી કરતી વખતે, મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની ત્રણ જજોની બેન્ચે બિલકિસ બાનોની અરજી પર સુનાવણી માટે નવી બેંચની રચનાનું આશ્વાસન આપ્યું હતું.

આ પણ વાંચો : તાનાશાહ કિમ જોંગે સાઉથ કોરિયાની ઉંઘ હરામ કરી, ફરી છોડી બે મિસાઈલ, અમેરિકા ટેન્શનમાં...

દોષિતોની વહેલી મુક્તિ વિરુદ્ધ બિલકિસ બાનો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સાથે બીજી અરજી પણ દાખલ કરવામાં આવી છે. જેમાં બિલકીસ બાનોએ પણ સુપ્રીમ કોર્ટને તેના નિર્ણયની સમીક્ષા કરવાની માંગ કરી છે, જેમાં કોર્ટે ગુજરાત સરકારને ગુનેગારોને જલ્દી મુક્ત કરવા અંગે વિચારણા કરવા નિર્દેશ આપ્યો હતો.

આ નીતિ હેઠળ ગુનેગારોને મુક્ત કરવામાં આવ્યા હતા

13 મે 2022 ના રોજ, સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને દોષિતોની અકાળે મુક્તિ પર વિચાર કરવા કહ્યું. સુપ્રીમ કોર્ટે 9 જુલાઈ 1992ના રોજ ગુજરાત સરકારની નીતિ હેઠળ દોષિતોની મુક્તિ પર વિચાર કરવા જણાવ્યું હતું. તમને જણાવી દઈએ કે, ગુજરાત સરકારે 9 જુલાઈ, 1992ના રોજ એક પરિપત્ર બહાર પાડ્યો હતો, જે 18 ડિસેમ્બર, 1978ના રોજ અને ત્યાર બાદ 14 વર્ષની જેલની સજા પામેલા આજીવન કેદના દોષિતોને વહેલા મુક્ત કરવા સંબંધિત છે. આ રીતે, આજીવન કેદની સજા પામેલા દોષિતોને સજાની માફી માટે આ પરિપત્રના આધારે રાહત મળી શકે છે.
First published:

Tags: Delhi High Court, Gujarat Government, Judges