SC-ST એક્ટને લઈ સુપ્રીમ કોર્ટ પહોંચી મોદી સરકાર, રિવ્યૂ પિટીશન કરી દાખલ

News18 Gujarati
Updated: April 2, 2018, 12:51 PM IST
SC-ST એક્ટને લઈ સુપ્રીમ કોર્ટ પહોંચી મોદી સરકાર, રિવ્યૂ પિટીશન કરી દાખલ

  • Share this:
SC-ST એક્ટમાં થયેલ બદલાવને લઈ કેન્દ્ર સરકાર સુપ્રિમ કોર્ટ પહોંચી ગઈ છે. રાષ્ટ્રીય જનતાંત્રીક ગઠબંધન (એનડીએ) અને વિપક્ષના વધતા જતા દબાણ વચ્ચે સોમવારે કેન્દ્રીય કાયદા મંત્રાલય તરફથી સુપ્રિમ કોર્ટમાં રિવ્યૂ પિટીસન દાખલ કરી છે.

એનડીએના દલિત સાંસદ અને લોજપા પ્રમુખ રામ વિસાલ પાસવાન અને કેન્દ્રીય સામાજિક ન્યાય મંત્રી થાવરચંદ ગેહલોતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી આ મામલામાં પુનર્વિચાર કરવાની અરજી દાખલ કરવાની અપીલ કરી હતી. ત્યાર બાદ કાયદા મંત્રાલયે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા મોકલવામાં આવેલ અરજીને મંજૂરી આપી દેવામાં આવી હતી.

આ પહેલા રાહુલ ગાંધીએ SC-ST એક્ટમાં ફેરફાર કરવાના વિરુદ્ધમાં પગલું ભરવાની માંગને લઈ ગત બુધવારે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે, દલિતો અને આદિવાસીઓ વિરુદ્ધ દેશભરમાં અત્યાચારના મામલા વધી રહ્યા છે, જ્યારે SC-ST એક્ટ નબળો પડી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે, સુપ્રિમ કોર્ટ તરફથી SC-ST એક્ટમાં ફેરફાર વિરુદ્ધમાં કેટલાએ સંગઠનોએ સોમવારે ભારત બંધનું સમર્થન કર્યું છે. જેને લઈ કેટલીએ પાર્ટીઓના કાર્યકરો સોમવારે રસ્તા પર ઉતરી આવ્યા છે. ઓડિશા અને બિહારમાં ટ્રેન રોકી વિરોધ જાહેર કરવામાં આવ્યો. સુપ્રિમ કોર્ટે હાલમાં જ એક અરજી પર સુનાવણી કરતા દેશભરમાં SC-ST એક્ટનો દુરઉપયોગની વાત સ્વીકારી એક ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, 21 માર્ચે સુપ્રિમ કોર્ટે SC-ST અત્યાચાર નિવારણ અધિનિયમ (SC-ST એક્ટ 1989) હેઠળ દાખલ મામલામાં તત્કાલિન ધરપકડ પર રોક લગાવવામાં આવી હતી. કોર્ટે નિર્ણય આપતા કહ્યું કે, સરકારી કર્મચારીઓની ધરપકડ માત્ર સક્ષમ ઓતોરિટીની મંજૂરી બાદ જ થઈ શકે છે. જે લોકો સરકારી કર્મચારી નથી, તેમની ધરપકડ એસએસપીની મંજૂરી બાદ થઈ શકે છે. જોકે, કોર્ટે એ પણ સ્પષ્ટતા કરી હતી કે, ધરપકડની મંજૂરી માટે તેના કારણોને રેકોર્ડ પર રાખવા પડશે.
First published: April 2, 2018, 12:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading