નવી દિલ્હી. સુપ્રીમ કોર્ટે (Supreme Court) તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની પોલીસને આદેશ આપ્યો છે કે, તેઓ સેક્સ વર્કરો (Sex Workers) ના કામમાં દખલ ન કરે. સેક્સ વર્કને પ્રોફેશન તરીકે ધ્યાનમાં લેતા કોર્ટે કહ્યું કે, પોલીસે પુખ્ત વયની અને સહમતિથી સેક્સ વર્ક કરતી મહિલાઓ (Prostitution) સામે ફોજદારી કાર્યવાહી ન કરવી જોઈએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સેક્સ વર્કર પણ કાયદા હેઠળ સન્માન અને સમાન સુરક્ષાના હકદાર છે. સુપ્રીમ કોર્ટમાં, જસ્ટિસ એલ નાગેશ્વર રાવ, બીઆર ગવઈ અને એએસ બોપન્નાની બેન્ચે સેક્સ વર્કરોના અધિકારોનું રક્ષણ કરવા માટે 6 નિર્દેશો જારી કર્યા, જેમાં કહ્યું કે સેક્સ વર્કર પણ કાયદા હેઠળ સમાન સુરક્ષા માટે હકદાર છે.
કોર્ટે કહ્યું કે, જ્યારે એ સ્પષ્ટ થઈ જાય કે સેક્સ વર્કર પુખ્ત છે અને આ કામ પોતાની મરજીથી કરી રહી છે, ત્યારે પોલીસે તેના ધંધામાં દખલગીરી કરવાથી અને ફોજદારી કાર્યવાહી કરવાથી બચવું જોઈએ. કોર્ટે કહ્યું કે, આ દેશના દરેક વ્યક્તિને બંધારણની કલમ 21 હેઠળ ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર છે. કોર્ટે એ પણ આદેશ આપ્યો છે કે, જ્યારે પણ પોલીસ દરોડા પાડે છે, ત્યારે સેક્સ વર્કર્સની ધરપકડ કરવી જોઈએ નહીં અથવા હેરાન કરવી જોઈએ નહીં, કારણ કે સ્વેચ્છાએ સેક્સ વર્કમાં જોડાવું ગેરકાયદેસર નથી, માત્ર વેશ્યાલય ચલાવવાનું ગેરકાયદેસર છે.
કોર્ટે કહ્યું, મહિલા એક સેક્સ વર્કર છે, બસ આ કારણથી તેના બાળકને તેની માતાથી અલગ ન કરવું જોઈએ. સેક્સ વર્કર્સ અને તેમના બાળકોને પણ મૂળભૂત સુરક્ષા અને ગૌરવપૂર્ણ જીવનનો અધિકાર છે. જો કોઈ સગીર વેશ્યાગૃહમાં રહેતી જોવા મળે છે, અથવા તે સેક્સ વર્કર સાથે રહેતી હોવાનું જાણવા મળે છે, તો તે બાળકની તસ્કરી કરીને લાવવામાં આવી છે તેવું માનવામાં આવવું ન જોઈએ. કોર્ટે કહ્યું કે, સેક્સ વર્કરો માટે પણ નાગરીકો માટે જે બંધારણમાં નિર્ધારિત તમામ મૂળભૂત માનવ અધિકારો અને અન્ય અધિકારોનો અધિકાર છે. ખંડપીઠે કહ્યું કે, પોલીસે તમામ સેક્સ વર્કર સાથે આદરપૂર્વક વર્તવું જોઈએ અને તેમની સાથે મૌખિક અથવા શારીરિક દુર્વ્યવહાર ન કરવો જોઈએ. તેમ જ તેઓએ કોઈપણ જાતીય પ્રવૃત્તિ માટે દબાણ કરવું જોઈએ નહીં
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર