Home /News /national-international /અદાણી-હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટ બનાવશે કમિટી, થોડા સમયમાં આદેશ જારી થશે

અદાણી-હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટ બનાવશે કમિટી, થોડા સમયમાં આદેશ જારી થશે

CJI DY ચંદ્રચુડે કહ્યું છે કે તેઓ કેન્દ્ર દ્વારા સીલબંધ કવરના સૂચનને સ્વીકારશે નહીં (ફાઇલ ફોટો)

કોર્ટે કહ્યું કે તેઓ આ મામલે આદેશ જારી કરશે, જમા કમિટી વિશે જાણકારી આપવામાં આવશે.દેશની ઉચ્ચ અદાલતે કહ્યું કે, કમિટી આ પ્રકારના મામલાઓમાં સામાન્ય નાગરિકોના હિતોની રક્ષા, તેના માટે સુરક્ષા નિયામકો અને તેને કેવી રીતે મજબૂત કરવામાં આવે તેના પર કામ કરશે.

વધુ જુઓ ...
નવી દિલ્હી: અદાણી-હિંડનબર્ગ મામલે સુપ્રીમ કોર્ટે એક કમિટી બનાવવાનો નિર્ણય કર્યો છે. આ કમિટીની નિયુક્તિથી જોડાયેલા મુદ્દાઓ પર સુપ્રીમ કોર્ટે પોતાનો ફેંસલો સુરક્ષિત રાખ્યો છે. કોર્ટે કહ્યું કે તેઓ આ મામલે આદેશ જારી કરશે, જમા કમિટી વિશે જાણકારી આપવામાં આવશે. દેશની ઉચ્ચ અદાલતે કહ્યું કે, કમિટી આ પ્રકારના મામલાઓમાં સામાન્ય નાગરિકોના હિતોની રક્ષા, તેના માટે સુરક્ષા નિયામકો અને તેને કેવી રીતે મજબૂત કરવામાં આવે તેના પર કામ કરશે.

મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે, કેન્દ્ર દ્વારા સીલબંધ કવરની સલાહને સ્વીકારમાં આવશે નહીં કારણ કે અદાલત આ મામલે સંપૂર્ણ પારદર્શિતા રાખવા માગે છે.

સરકાર માટે આ મોટો ફટકો હોઈ શકે છે

હકીકતમાં શેરબજાર માટેના નિયમનકારી પગલાંને મજબૂત કરવાના કિસ્સામાં, સરકારે નિષ્ણાત પેનલ પર સીલબંધ કવરમાં સુપ્રીમ કોર્ટને સૂચનો આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને સુપ્રીમ કોર્ટે હવે નકારી કાઢ્યો છે. સીજેઆઈ ઉપરાંત બેન્ચમાં જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ જેબી પારડીવાલા પણ સામેલ છે.
First published:

Tags: Adani Group, Gautam Adani, Supreme Court of India