અયોધ્યા વિવાદ : સર્વોચ્ચ અદાલતે તમામ હસ્તક્ષેપ અરજીઓને ફગાવી

અયોધ્યા વિવાદ : સર્વોચ્ચ અદાલતે તમામ હસ્તક્ષેપ અરજીઓને ફગાવી

 • Share this:
  સુપ્રિમ કોર્ટે અયોધ્યા રામ મંદિર બાબતની સુનવણી દરમિયાન બુધવારે મુખ્ય કેસ ઉપરાંત અલગથી દાખલ કરેલી અન્ય વ્યક્તિઓની બધી જ અરજીઓ નકારી કાઢી છે. કોર્ટે આ બાબેતમાં બધી જ 32 હસ્તક્ષેપ અરજીઓને ફગાવી દીધી છે. આમાં અર્પણા સેન, શ્યામ બેનેગલ, સુબ્રમણ્યમ સ્વામી અને તીસ્તા સીતલનાડની અરજીઓ હતી.

  પોતાની અરજીને સુનવણીમાં સામેલ કરવા માટે સુબ્રમણ્યમ સ્વામીએ દલીલ કરી હતી કે, પોપર્ટી રાઈટ્સમાં મારા મૂળભૂત અધિકાર વધારે મહત્વપૂર્ણ છે પરંતુ સુપ્રિમ કોર્ટ તેમની વાત સાંભળી નહતી.


  બુધવારે અયોધ્યા બાબતે સુનવણી ફરીથી શરૂ કરી. પાછલી વખતે 1 ફેબ્રુઆરીએ આ બાબતે સુનવણી થઈ હતી, ત્યારે વાલ્મિકી રામાયણ, રામચરિતમાનસ અને ગીતા સહિત 20 ધાર્મિક પુસ્તકોમાંથી ઉપયોગમાં લીધેલ તથ્યોનું અંગ્રેજીમાં ટ્રાન્સલેશન ન હોવાના કારણે સુનવણી ડિલે કરવી પડી હતી.

  પાછલા મહિનામાં આ બાબતે મુખ્ય પક્ષકાર સુન્ની વક્ફ બોર્ડે કહ્યું હતું કે, સુનવણી 2019ની ચૂંટણી બાદ થવી જોઈએ. જોકે, તેમની વાત સુપ્રિમ કોર્ટે માની નહતી. સુનવણી દરમિયાન પિટીશનર્સના વકિલે કહ્યું હતું કે, અયોધ્યા વિવાદ લોગોની ભાવનાઓ સાથે જોડાયેલ છે, જેના પર મુખ્યા ન્યાયધીશે કહ્યું હતું કે, એવી દલીલો મને પસંદ નથી, અમે આ વિવાદને માત્ર જમીન વિવાદના રૂપમાં જોઈએ છીએ.

   
  First published:March 14, 2018, 17:27 pm

  टॉप स्टोरीज