Home /News /national-international /હૈદરાબાદ કોલેજનો વીડિયો વાયરલ થયા બાદ વિદ્યાર્થીએ કહ્યું- પ્રાઈવેટ પાર્ટને મારા મોંમાં નાખવાનો પ્રયાસ કર્યો

હૈદરાબાદ કોલેજનો વીડિયો વાયરલ થયા બાદ વિદ્યાર્થીએ કહ્યું- પ્રાઈવેટ પાર્ટને મારા મોંમાં નાખવાનો પ્રયાસ કર્યો

આ ઘટનામાં કોલેજ અને પોલીસની કાર્યવાહી ખરાબ અને નિરાશાજનક કહેવામાં આવી રહી છે

Hyderabad: હૈદરાબાદની એક કોલેજ હોસ્ટેલમાં એક વિદ્યાર્થીને માર મારવાનો મામલો સામે આવ્યો છે. પયગંબર મુહમ્મદ વિરુદ્ધ કથિત રૂપે અપમાનજનક ટિપ્પણી કરવા બદલ 1 નવેમ્બરના રોજ વિદ્યાર્થીને તેના હોસ્ટેલના સાથીઓ દ્વારા માર મારવામાં આવ્યો હતો.

વધુ જુઓ ...
સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ વાયરલ થયો છે એ હચમચાવી નાખનાર છે. જ્યાં યુવાઓને કાયદાના પાઠ ભણાવવામાં આવે છે. ત્યાં જ કેટલાક વિદ્યાર્થીઓ ધર્મના નામે કાયદો હાથમાં લીધો અને એક જુનિયર વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો.

હૈદરાબાદની એક કોલેજ હોસ્ટેલમાં એક વિદ્યાર્થીને માર મારવાનો મામલો સામે આવ્યો છે. પયગંબર મુહમ્મદ વિરુદ્ધ કથિત રૂપે અપમાનજનક ટિપ્પણી કરવા બદલ 1 નવેમ્બરના રોજ વિદ્યાર્થીને તેના હોસ્ટેલના સાથીઓ દ્વારા માર મારવામાં આવ્યો હતો. વિદ્યાર્થીની ઓળખ હિમાંક બંસલ તરીકે થઈ છે. તે હૈદરાબાદમાં IFHE ખાતે લૉ નો અભ્યાસ કરી રહ્યો છે અને હાલમાં તેના અંડર ગ્રેજ્યુએશનમાં છે.

શનિવારે આ ઘટનાના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. વીડિયોમાં હૈદરાબાદના ICFAI ફાઉન્ડેશન ફોર હાયર એજ્યુકેશનના વિદ્યાર્થી હિમાંક બંસલને સંસ્થાના અન્ય વિદ્યાર્થીઓ દ્વારા માર મારવામાં આવી રહ્યો છે અને 'અલ્લાહ-હુ-અકબર'ના નારા લગાવવા માટે દબાણ કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં વિદ્યાર્થીઓનું એક જૂથ હોસ્ટેલના રૂમમાં બંસલને માર મારતું અને ધમકાવતું જોઈ શકાય છે.પોલીસના જણાવ્યા અનુસાર વિદ્યાર્થીએ 11 નવેમ્બરે ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદમાં જણાવ્યું હતું કે, "1 નવેમ્બરના રોજ, કોલેજ કેમ્પસની અંદર મારા હોસ્ટેલના રૂમમાં મારી સાથે શારીરિક અને જાતીય હુમલો કરવામાં આવ્યો હતો. 15 થી 20 લોકોએ મારી સાથે હુમલો કર્યો હતો." ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે અન્ય વિદ્યાર્થીઓએ તેની સાથે મારપીટ કરી અને ગેરવર્તન કર્યું.વિદ્યાર્થીએ કહ્યું કે તેઓએ તેને મોઢા પર મુક્કો માર્યો, થપ્પડ મારી, પેટમાં લાત મારી, તેના ગુપ્તાંગને સ્પર્શ કર્યો, અને બળજબરીથી કેમિકલ અને પાવડર ખવડાવ્યો.

આ પણ વાંચો: કેરન-રશીદનો બોલથી 'વાર', પછી સ્ટોક્સની બેટ પર 'માર', આ છે ઈંગ્લેન્ડની જીતના 5 હીરો!

બંસલે તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે, "તેઓએ મારા કપડા ફાડવાનો પ્રયાસ કર્યો, મને નગ્ન કરી અને એક પછી એક માર માર્યો. એક વિદ્યાર્થીએ તેના પ્રાઈવેટ પાર્ટને મારા મોંમાં નાખવાનો પ્રયાસ પણ કર્યો હતો. તેઓ બૂમો પાડતા રહ્યા કે 'તે મરી જાય ત્યાં સુધી તેને મારજો'."હુમલાના વીડિયો અને ફોટોગ્રાફ્સ કોલેજના વિદ્યાર્થીઓમાં વ્યાપકપણે શેર કરવામાં આવ્યા હતા. તેની ફરિયાદમાં, વિદ્યાર્થીએ વધુમાં આરોપ લગાવ્યો હતો કે તેના ચહેરા પર ઉઝરડા હતા અને તેની આંખો અને નાક પર સોજો હતો. પોલીસના જણાવ્યા અનુસાર વિદ્યાર્થીઓએ તેને ધમકી પણ આપી હતી. અગાઉ, બંસલે IFHE અધિકારીઓને પત્ર લખીને આરોપીઓ વિરુદ્ધ શારીરિક હુમલો અને જાનથી મારી નાખવાની ધમકીઓ માટે ઔપચારિક ફરિયાદની માંગ કરી હતી. તેના પત્ર મુજબ પીડિત વિદ્યાર્થીએ મિત્ર સાથે વાતચીત દરમિયાન પૈગંબર વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી.

આ પણ વાંચો: ઇસુદાન ગઢવીને લઈને મોટા સમાચાર, જામ ખંભાળીયાથી લડશે ચૂંટણી

જ્યારે તેણે તેની ચેટ જાહેર કરી ત્યારે અન્ય વિદ્યાર્થીઓને તેની જાણ થઈ. પોલીસે તેલંગાણા પ્રોહિબિશન ઓફ રેગિંગ એક્ટની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે.પરતું આ વિડીયો બાજ સોશિયલ મિડિયામાં અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે... જેમાં કોલેજ અને પોલીસની કાર્યવાહી ખરાબ અને નિરાશાજનક કહેવામાં આવી રહી છે... તો બીજી તરફ આ હિમાંક બંસલને જલ્દી ન્યાય મળે તે માટે લોકોએ આંદોલનની પણ ચિમકારી ઉચ્ચારી છે...
Published by:rakesh parmar
First published:

Tags: Hyderabad, Students, Telangana

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन