Home /News /national-international /વિદ્યાર્થીએ સુસાઈડ નોટમાં લખી 'ગંદી ટીચર'ની કહાની, 'તેના10 લોકો સાથે ચક્કર હતા, મને તબાહ કરી દીધો, મારો બદલો લેજો'

વિદ્યાર્થીએ સુસાઈડ નોટમાં લખી 'ગંદી ટીચર'ની કહાની, 'તેના10 લોકો સાથે ચક્કર હતા, મને તબાહ કરી દીધો, મારો બદલો લેજો'

પકડાયેલી શિક્ષિકાની તસવીર

તે માત્ર મારો ઉપયોગ કરતી હતી. તેનું જ્યારે મન થાય ત્યારે મારી સાથે શરીરસંબંધ બાંધતી હતી. તેને ઉપયોગ કરતા આવડતું હતું. ક્યારેક મારી સાથે તો ક્યારેક સરની સાથે હતી.

  બિલાસપુરઃ છત્તિસગઢના (Chhattisgarh) બિલાસપુરમાં મહિલા શિક્ષક (lady teacher) દ્વારા સેક્સુઅલ હેરેસમેન્ટ (Sexual harassment) પછી આત્મહત્યા (suicide) કરનાર વિદ્યાર્થીની સુસાઈડ નોટમાં (suicide note) અનેક ચોંકાવનારા ખુલાસા થયા હતા. કેવી રીતે વિદ્યાર્થીએ મહિલા શિક્ષકથી દુઃખી થઈને પોતાનો જીવ આપી દીધો હતો. તેમણએ મરતા પહેલા સાઈફર એપનો ઉપયોગ કરીને કોડ લેંગ્વેઝમાં સુસાઈડ નોટ લખી હતી. જેના થકી ઇંગ્લિશના આલ્ફાબેટ બદલીને નવા શબ્દો બનાવવામાં આવે છે. પોલીસેને આ નોટને સામે લાવવા માટે આશરે પાંચ દિવસ લાગ્યા હતા.

  બીજી તરફ વિદ્યાર્થીએ વીડિયો (student video) બનાવીને સોશિયલ મીડિયા (social media) ઉપર સ્કેડ્યુલ કરી દીધો હતો. જેથી તેના મોત બાદ વીડિયો સામે આવી શકે. ઉલ્લેખનીય છે કે એક સપ્તાહ પહેલા 16 વર્ષના એક વિદ્યાર્થીએ 18 માર્ચે પોતાના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. મોતની જવાબદાર પોતાની કેમિસ્ટ્રીની મહિલા શિક્ષકને ઠેરવી હતી. જે બાળકોનું શારીરિક શોષણ કરતી હતી.

  'તેને ખબર હતી કે હું બેસ્ટ છું પછી મારી જીંદગી તબાહ કરી દીધી'
  હું તેને ધીમે ધીમે ખુબ જ પ્રેમ કરવા લાગ્યો હતો. પરંતુ તે માત્ર મારો ઉપયોગ કરતી હતી. તેનું જ્યારે મન થાય ત્યારે મારી સાથે શરીરસંબંધ બાંધતી હતી. મન ન હોય ત્યારે મારો નંબર પણ બ્લોક કરી દેતી હતી. કારણ કે તેને ઉપયોગ કરતા આવડતું હતું. ક્યારેક મારી સાથે તો ક્યારેક સરની સાથે હતી. તેને ખબર હતી કે કોને ક્યારે યુઝ કરવા. આખો નીચોડીને ઉપોયગ કરો, માનસિક, શારીરિક શોષણ કરો. તેને ખબર હતી કે હું સૌથી બેસ્ટ છું. તેમ છતાં મારી જીંદગી તબાહ કરી દીધી હતી. હું તેને ક્યારે માફ નહીં કરું. તે બધાની માંફી માંગી લેશે પરંતુ પોતાના કર્મોથી નહીં બચે.

  આ પણ વાંચોઃ-ચાલુ બસમાં બારીમાંથી માથું બહાર રાખી યાત્રી બેઠો હતો, ટ્રક માથું કચડીને જતો રહ્યો, બારીમાં લટકતી રહી લાશ

  આ પણ વાંચોઃ-પતિ, પત્ની ઔર વો: પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ ગયો પતિ, પ્રેમીએ છરી વડે કરી પતિની હત્યા

  'તેનું 10 લોકો સાથે ચક્કર ચાલું હતું'
  તેને (મહિલા ટીચર)ને કોઈ બીજો મળી ગયો હતો. જ્યારે મેં તેને પૂછ્યું કે તમારી જિંદગીમાં કોઈ છે તો તે કહેવા લાગી કે મારા એક સાથે 10 લોકો સાથે ચક્કર છે. તું પણ એમાંથી એક છે. તે છાસવારે મને છોડવાની વાત કરતી હતી. પરંતુ પછી કહેતી કે તું મારા ઉપર શક ના કર. જ્યારે તે મારો નંબર બ્લોક કરતી ત્યારે હું તેને પૂછતો વાસ્તવિક જીવનમાં કેવી રીતે બ્લોક કરીશ. તેણે મારી સાથે એવું કર્યું છે કે હવે મારી પાસે અનબોલ્કનો કોઈ ઓપ્શન પણ નથી. પહેલા તેણે મને ફસાવ્યો અને હવે તેને પ્રેમ કરવા લાગ્યો તો એ મારાથી દૂર જતી જાય છે. જ્યારે હું તેને મનાવતો ત્યારે માની જતી પરંતુ અચાનક તેનું વલણ બદલાઈ જતું હતું.

  આ પણ વાંચોઃ-ભુજઃ સુમરાસર ગામની મહિલાઓ વેસ્ટ કાપડમાંથી બનાવે છે દેશી રમકડાં, રૂ.100થી રૂ.5000ની હોય છે કિંમત

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ વસ્ત્રાપુરના જાણિતા કપડાના શોરૂમમાં CID ક્રાઈમની રેડ, તપાસમાં શું નીકળ્યું?

  'મને ડર છે કે તે કોઈ બીજા સાથે આવું ન કરે'
  એના ચક્કરમાં પડીને હું મરવા જઈ રહ્યો છું. પરતુ મને ખાસ ફર્ક પડતો નથી. તેણે મારી જિંદગી ખતમ કરી દીધી છે. તેને મેં મારું બધું જ આપી દીધુ. જે ન આપ્યું એ તેણે ચોરી લીધું. સંપૂર્ણ પણે મેં પોતાની જાતને ખોઈ દીધી હતી. આમ રોજ રોજ ઘુંટાઈને જીવી નહી શકું. મને એ વાતનો ડર છે કે જે રીતે તેણે મારા જીવનને ખત્મ કરી દીધું એવી રીતે બીજા કોઈને સાથે ન કરે. તમે મારો બદલો લેજો. એ ખુબ જ ખરાબ છે. મેં આ સુસાઈડ નોટ એક કોડ ભાષામાં લખી છે. જેને તમારી પાસે મોકલીશ. સાથે પાસવર્ડ પણ હશે. ત્યારબાદ તેની જિંદગી નરક બનાવી દેજો એ આના જ લાયક છે.
  " isDesktop="true" id="1083122" >  કેમિસ્ટ્રી ટીચરની સચ્ચાઈ જાણીને મરવા માટે મજબૂર થયો વિદ્યાર્થી
  ઉલ્લેખનીય છે કે સાત દિવસ પહેલા બિલાસપુરના તોરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ઘટના સામે આવી હતી. પરંતુ સુસાઈડ નોટનો ખુલાસો પોલીસે બુધવારે કર્યો હતો. કેમિસ્ટ્રીની ટીચરની હકીકત જ્યારે ખબર પડી ત્યારે વિદ્યાર્થીએ ગળા ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. સુસાઈડ નોટના આધારે પોલીસે મહિલા શિક્ષકની ધરપકડ કરી લીધી હતી.
  Published by:ankit patel
  First published:

  Tags: Chhatisgarh, Latest crime news

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन