સ્ટેચ્યુ ઑફ યુનિટી જોડાશે રેલ અને હવાઈ મથક સાથે

સ્ટેચ્યૂ ઓફ યુનિટી

પ્રતિમા અને આસપાસની જગ્યાને નિહાળવા આવેલા મુસાફરોની સુવિધા માટે ગુજરાત સરકારે આ પહેલ કરી છે.

 • Share this:
  ગુજરાત સરકારે શુક્રવારે ઘોષણા કરી કે, "નર્મદા જીલ્લામાં કેવડિયા ગામની નજીક હાલમાં જ જનતાને અર્પણ કરેલ સ્ટેચ્યુ ઑફ યુનિટીને જલ્દીથી રેલ અને હવાઈ મથક સાથે જોડવામાં આવશે." વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 31 ઑક્ટોબરે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટીનું લોકાર્પણ કર્યું. આ પ્રતિમા અને આસપાસની જગ્યાને નિહાળવા આવેલા મુસાફરોની સુવિધા માટે ગુજરાત સરકારે આ પહેલ કરી છે.

  એક સરકારી નિવેદનમાં જણાવવામાં આવ્યું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમનાં દિલ્હી પ્રવાસ દરમિયાન આ સંદર્ભે એરપોર્ટ ઓથોરિટી ઑફ ઈન્ડિયા (એએઆઈ) અને રેલવે બોર્ડના વરિષ્ઠ અધિકારીઓ સાથે એક બેઠક યોજી હતી. એએઆઈ અધ્યક્ષ ગુરુપ્રસાદ મહાપાત્રા સાથેની બેઠક બાદ રૂપાણીએ સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત 182 મીટર ઊંચી પ્રતિમાને જોવા માટે આવેલા મુસાફરોની સુવિધા માટે નર્મદા જિલ્લાનાં રાજપિપળા શહેરમાં એક હવાઈમથક બનાવવાની ઘોષણા કરી છે.

  રાજપિપળા અને કેવડિયા કૉલોની વચ્ચે લગભગ 23 કિલોમીટરનું અંતર છે. એક પ્રકાશનમાં જણાવવામાં આવ્યું છે કે એએઆઈ રાજપિપળા, ધોલેરા અને રાજકોટમાં હવાઈમથકનાં નિર્માણમાં સમર્થન આપશે. પ્રકાશનમાં જણાવ્યા પ્રમાણે, રૂપાણીએ રેલવે બોર્ડનાં ચેરમેન અશ્વની લોહાની સાથે પણ ગુજરાતમાં વિવિધ રેલવે કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સ અંગે વાત કરી હતી, જેમાં કેવાડિયા સુધી રેલ ટ્રેક બનાવવા અંગે પણ વાત થઈ હતી.
  Published by:Bhoomi Koyani
  First published: