Home /News /national-international /Sri Lanka Economic Crisis : શ્રીલંકામાં બગડ્યા હાલાત, મોટી સંખ્યામાં લોકો સરકાર વિરુદ્ધ રસ્તા પર ઉતર્યા
Sri Lanka Economic Crisis : શ્રીલંકામાં બગડ્યા હાલાત, મોટી સંખ્યામાં લોકો સરકાર વિરુદ્ધ રસ્તા પર ઉતર્યા
શ્રીલંકાની મુખ્ય પાર્ટી JVP એ આવતા અઠવાડિયે ત્રણ દિવસ માટે વિશાળ રેલી કાઢવાની જાહેરાત કરી છે.
Sri lanka protests errupts: પોતાના ઈતિહાસના સૌથી ખરાબ આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકામાં લોકોની ધીરજ જવાબ આપી ગઈ છે. ગુરુવારે સિંહાલી નવા વર્ષ નિમિત્તે કોલંબોમાં ગાલે ફેસ નામના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને રાજપક્ષે સરકાર પર ભ્રષ્ટાચાર અને ગેરવહીવટનો આરોપ લગાવીને રાજીનામાની માંગ કરી હતી. શ્રીલંકાની પાર્ટી JVP એ રાજપક્ષે પરિવારને સત્તા પરથી હટાવવા માટે 17 એપ્રિલથી આગામી ત્રણ દિવસ માટે ઐતિહાસિક રેલીની જાહેરાત કરી છે.
ઐતિહાસિક આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકામાં મોટા પાયે વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા છે. હજારો વિરોધીઓ ગુરુવારે રાષ્ટ્રપતિ ભવનથી લગભગ અડધો કિલોમીટર દૂર એકઠા થયા હતા અને રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે અને વડા પ્રધાન મહિન્દા રાજપક્ષેના રાજીનામાની માંગ કરી હતી. લોકોનો આરોપ છે કે દેશની દુર્દશા માટે આ બંને જવાબદાર છે. ગુરુવારે લોકોએ વિરોધ સ્થળે જ સિંહાલી નવા વર્ષની ઉજવણી કરી હતી. શ્રીલંકાની મુખ્ય પાર્ટી JVP એ આવતા અઠવાડિયે ત્રણ દિવસ માટે વિશાળ રેલી કાઢવાની જાહેરાત કરી છે.
શ્રીલંકા આ દિવસોમાં ખોરાક અને ઇંધણની અછત, વધતી મોંઘવારી અને પાવર કટની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યું છે. શ્રીલંકાની આઝાદી બાદ આ સૌથી ખરાબ આર્થિક સંકટ છે. રાજપક્ષે સરકાર પર ભ્રષ્ટાચાર અને કુશાસનનો આરોપ લગાવતા, કોલંબોમાં ગાલે ફેસ નામની જગ્યા પર મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ છેલ્લા 6 દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ગુરુવારે શ્રીલંકાના લોકોએ વિરોધ સ્થળ પર જ પરંપરાગત રીતે નવા વર્ષની ઉજવણી કરી હતી. ત્યાં દૂધ ઉકાળ્યું. દૂધ-ભાત અને કેક એકબીજા સાથે વહેંચ્યા. બૌદ્ધ સાધુઓએ ધાર્મિક મંત્રોચ્ચાર કર્યા હતા. વિરોધીઓએ 'સંઘર્ષ કી જીત હો' ના નારા લગાવતા ફટાકડા ફોડ્યા હતા.
શ્રીલંકાની માર્ક્સવાદી પાર્ટી જનતા વિમુક્તિ પેરામુના (JVP) એ રાજપક્ષે સરકારને હટાવવા માટે આવતા અઠવાડિયે એક વિશાળ કૂચની જાહેરાત કરી છે. JVPના જનરલ સેક્રેટરી ટિલ્વિન સિલ્વાએ જણાવ્યું કે તે 17, 18 અને 19 એપ્રિલે યોજાશે. દેશના ઈતિહાસમાં આ અત્યાર સુધીની સૌથી મોટી કૂચ હશે. 17 માર્ચે સવારે 9 વાગ્યે બેરુવાલાથી શરૂ થઈને 19 એપ્રિલે કોલંબો પહોંચશે. તેમણે કહ્યું કે અમે એવી મેનપાવર બનીને લડીશું, જેને સરકાર નજરઅંદાજ કરી શકશે નહીં. અમે ભ્રષ્ટ સરકારને ઉથલાવીશું.
દરમિયાન, વિપક્ષના નેતા સાજીથ પ્રેમદાસાએ રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ અને સરકાર વિરુદ્ધ અવિશ્વાસના પ્રસ્તાવ પર હસ્તાક્ષર કર્યા છે. વિરોધીઓએ રાષ્ટ્રપતિની વાતચીતની ઓફરને પણ ઠુકરાવી દીધી છે. તેઓ રાષ્ટ્રપતિ અને તેમના પરિવારના તમામ સભ્યોની સરકારમાંથી રાજીનામું આપવાની માંગ પર અડગ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર