Mission Paani વોટરથોનનું મહત્ત્વ

 • Share this:
  મિશન પાની, નેટવર્ક 18ની પહેલ અને હાર્પિક ઇન્ડિયા દ્વારા, જળ સંરક્ષણ અને સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ પહેલ વિવિધ અને જુદા જુદા પ્રયત્નોને એકીકૃત કરવા માટે છે જેનું કારણ દરેક ભારતીય આમાં જોડાઈ શકે અને તેમાં ફાળો આપી શકે. જલ પ્રતિજ્ઞા દ્વારા હજારો લોકો આ અભિયાનમાં જોડાયા છે. જેનાથી અભિયાનમાં તેઓ વ્યયવગર પાણીના ઉપયોગ અને સ્વચ્છતાનું જીવન જીવવાની ફરજ પાડે છે. હવે, 26મી જાન્યુઆરીએ આગામી મિશન પાની વોટરથોન સાથે, અમે એક મહત્વપૂર્ણ પ્રસંગના સાક્ષી થવાના છીએ, કે જે આપણા રાષ્ટ્રીય અંતરાત્મામાં વધુ સારી રીતે જળ સંરક્ષણ અને સ્વચ્છતાના મૂલ્યોને પોરવશે.

  તફાવત કરનારાની હશે હાજરી

  એક સામાજિક હેતુનું ભવ્ય પ્રદર્શન, જે રાષ્ટ્રને ક્રિયાને પ્રતિક્રિયામાં લાવવા માંગે છે, તે સ્વયંસેવકો અને નાયકોના દૃષ્ટાંતરૂપ ઉદાહરણો પર આધારિત છે, જેમણે ફરક પાડ્યો છે. તેથી જ મિશન પાની વોટરથોન પાણીના બચાવ અને સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટેના વ્યક્તિગત પ્રયત્નો દર્શાવશે, પછી ભલે તે વરસાદી પાણીના સંગ્રહ માટે નવું આંદોલન ચલાવનાર લેફ્ટનન્ટ કર્નલ એસ.જી.દલવી હોય, અથવા અમલા રુઉયા, જે ભારતભરમાં પાણીની તંગી સામે લડવાનું કામ કરે છે. આ સાથે યુવા કાર્યકર્તાઓ જેમકે, યંગેસ્ટ ક્લાઇમેટ એક્ટિવિસ્ટ લિસ્પિરીયા કાનજુગમ, જળ સંકટને દૂર કરવા માટે કામ કરતા બેન્કિંગ વેટરન નૈનાલાલ કિડવાઈની નોંધપાત્ર હાજરી રહેશે.

  મનોરંજક પ્રસ્તુતિ

  જ્યારે પ્રેક્ષકો જળ યોદ્ધાઓની રૂપરેખાઓ અને પાણી અને સ્વચ્છતાના બચાવના તેમના પ્રયત્નોથી સંપૂર્ણ પ્રેરિત થશે, તેઓ પણ આ પ્રસંગ માટે પ્રદર્શનો દ્વારા મનોરંજન મેળવશે. દર્શકોને ક્લાસિકલ ડાન્સમાં માસ્ટરક્લાસની જેમ સારવાર આપવામાં આવશે, જેમાં જાણીતા ડાન્સર, મલ્લિકા સારાભાઇના ઉદઘાટન પ્રદર્શન સાથે થશે. આ કાર્યક્રમ દરમિયાન લોકપ્રિય ભારતીય ફોક રોક બેન્ડના સ્વરાથમા પણ સ્ટેજ ગજવશે. જેમની ભાવનાપૂર્ણ ધૂન પાણી અને સ્વચ્છતાનાં કારણોની ગૌરવ સાથે ગુંજી ઉઠશે, તેમની સાથે ઈન્ડી પોપના ઓરીજીનલ સુપરસ્ટાર્સમાંના એક શાન પણ હશે. આ વૈશિષ્ટીકૃત પ્રદર્શન સાથે મિશન પાનીના અભિયાન એમ્બેસેડર અક્ષય કુમાર દ્વારા વિશેષ પ્રસ્તુતિ સહિત અન્ય મુખ્ય હાઈલાઈટ્સ પણ આપવામાં આવશે.

  જીવંત પ્રસારણ થશે

  તે ખૂબ પ્રતીકાત્મક છે કે, મિશન પાની વોટરથોન ભારતના પ્રજાસત્તાક દિને થશે. નેટવર્ક 18ના ટીવી અને ડિજિટલ ચેનલો પર જીવંત પ્રસારણ કરવામાં આવશે, તે 8 કલાકની ઇવેન્ટ દ્વારા, અમે જળ સંરક્ષણ અને સ્વચ્છતા પરની અમારી રાષ્ટ્રીય ચર્ચામાં પરિવર્તન લાવીશું, અને તેને ભારતના વિચારનો અનિવાર્ય ભાગ બનાવવામાં મદદ કરીશું.

  મિશન પાની, સીએનએન ન્યૂઝ 18 અને હાર્પિક ઇન્ડિયાની પહેલ છે, જે ભારતના કિંમતી જળ સંસાધનોને બચાવવા અને સ્વચ્છતાને જીવનશૈલી બનાવવાની દિશામાં આગળ વધી રહી છે. તમે પણ જલ પ્રતિજ્ઞા લઈને આ હેતુમાં ફાળો આપી શકો છો. www.news18.com/mission-paaniની મુલાકાત લો.
  Published by:Kaushal Pancholi
  First published: