Home /News /national-international /એરબેગનો નવો નિયમ આ વર્ષે નહીં થાય લાગુ, હવે ક્યારથી મળશે 6 એરબેગવાળી કાર?

એરબેગનો નવો નિયમ આ વર્ષે નહીં થાય લાગુ, હવે ક્યારથી મળશે 6 એરબેગવાળી કાર?

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પોતે આ અંગે ટ્વિટ કરીને જાણકારી આપી છે.

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પોતે આ અંગે ટ્વિટ કરીને જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, હવે 6 એરબેગનો નિયમ 1 ઓક્ટોબર, 2023થી લાગુ થશે.

    નવી દિલ્હી: કારમાં 6 એરબેગ ફરજીયાત કરવાનો નિયમ હાલ પૂરતો મુલતવી રાખવામાં આવ્યો છે. આ નિયમ 1 ઓક્ટોબર 2022થી લાગુ નહીં થાય. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પોતે આ અંગે ટ્વિટ કરીને જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, હવે 6 એરબેગનો નિયમ 1 ઓક્ટોબર, 2023થી લાગુ થશે. ગડકરીએ જણાવ્યું કે, આ નિયમને લાગુ કરવાથી ઓટો ઇન્ડસ્ટ્રી સામે આવનારી સપ્લાઇ ચેનની લગતી મુશ્કેલીઓને જોતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.


    અગાઉ સરકારે સુરક્ષા ધોરણોમાં ફેરફાર કરતાં 5થી વધુ સીટવાળી કારોમાં કંપની ફિટેડ 6 એરબેગ અંગેના નિયમને અનિવાર્ય કરતાં તેના પાલન માટે 1 ઓક્ટોબર, 2022ની તારીખ આપી હતી. જોકે, માર્કેટની સમસ્યાઓને જોતાં નિયમ લાગુ કરવાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

    ગડકરીએ ટ્વિટ કરતાં કહ્યું કે, ઓટો ઇન્ડસ્ટ્રીને સતત ગ્લોબલ સપ્લાઇ ચેનની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આવામાં નિયમ આ સમયે લાગુ કરવાથી ખોટી અસર પડશે. આનાથી ગ્લોબલ ઇમ્પેક્ટ અને ઇકોનોમિકલ ઇમ્પેક્ટ જોતાં પેસેન્જર કારોમાં 6 એરબેગના નિયમને ફરજીયાત કરવાના પ્રસ્તાવને હવે 1 ઓક્ટોબર, 2023થી લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

    અગાઉ, ઓટો મેન્યુફેક્ચર્સે આ નિયમ અંગે ચિંતા વ્યક્ત કરી હતી કે, હાલ કાચા માલની સપ્લાઇને લઇને પડી રહેલી મુશ્કેલીઓને જોતાં 6 એરબેગનો નિયમ માર્કેટમાં મુશ્કેલી ઉભી કરી શકે છે. આ નિયમ થોડા સમય માટે ટાળવા માટે સરકારને અપીલ પણ કરવામાં આવી હતી. જે બાદ હવે સરકાર તરફથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Gujarat News, National news, Nitin Gadakari

    विज्ञापन
    विज्ञापन