Pacific Ocean Bizarre Road: દુનિયામાં અવારનવાર અજાયબી જેવી વસ્તુઓ અને ઘટનાઓ સામે આવતી જ રહે છે. આમાંની કેટલીકના વૈજ્ઞાનિક કારણો સામે આવે છે તો કેટલાક માત્ર આશ્ચર્યનુ કેન્દ્ર બનીને રહેતા હોય છે. પ્રશાંત મહાસાગર (Pacific Ocean)ની તળેટીમાં જોવા મળતા રસ્તાની શોધ એક્સપ્લોરેશન વેસલ નોટિલસ (Exploration Vessel Nautilus)ના સંશોધકોએ કરી છે. તે હવાઇયન આઈલેન્ડ (Hawaiian Islands) ના ઉત્તરમાં જોવા મળે છે. દરિયાની ઊંડાઈમાં ચાલી રહેલા સર્ચ ઓપરેશન દરમિયાન વૈજ્ઞાનિકોએ ઈંટોથી બનેલો આ પીળો રસ્તો (Yellow Brick Road in the Ocean) જોયો હતો. તેઓને પણ સમજ ન પડી કે આ રસ્તો દરિયાની અંદર ક્યાંથી આવ્યો? અથવા તે ક્યાં જાય છે? સંશોધકોએ મજાકમાં તેને બીજી દુનિયાનો રસ્તો પણ કહ્યો છે.
પીળા રંગની ઈંટોથી બનેલી છે સડક
રોડ-ફાઇન્ડિંગ એક્સપ્લોરેશન વેસલ નોટિલસ (exploration vessel Nautilus)ના સંશોધકો દ્વારા આને લગતો એક વીડિયો પણ યુટ્યુબ પર શેર કરવામાં આવ્યો છે. પાપાહાનૌમોકુઆકેઆ મરીન નેશનલ મોન્યુમેન્ટ (Papahānaumokuākea Marine National Monument (PMNM)માં લિલિયુઓકલાની રિજ (Liliʻuokalani ridge)ના સર્વેક્ષણ દરમિયાન તેમને રસ્તો મળ્યો હતો. તે વિશ્વના સૌથી મોટા દરિયાઈ સંરક્ષણ ક્ષેત્રોમાંનું એક છે. જો આપણે તેના કદ વિશે વાત કરીએ, તો અમેરિકાના તમામ રાષ્ટ્રીય ઉદ્યાનોનો સમાવેશ કર્યા પછી પણ તેમના કરતા મોટો હશે. અત્યાર સુધીમાં તેનો 3 ટકા વિસ્તાર ટ્રેસ કરવામાં આવ્યો છે, જેમાંઆ પીળો રોડ પણ છે. એક્સપ્લોરેશન વેસેલ નોટિલસ દ્વારા આ પીળા રોડની શોધ કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ દ્વીપ હજારો કરોડો વર્ષ પહેલા પ્રશાંત મહાસાગરમાં ડુબી ગયો હતો.
યુટ્યુબ (YouTube) પર શેર કરવામાં આવેલ વિડિયોમાં સંશોધકોને સમુદ્રની નીચે પીળો રસ્તો શોધતા જોઈ શકાય છે. જેમાં રોડની ઇંટોની જેમ લંબચોરસ બ્લોક લગાવવામાં આવ્યા છે. સંશોધકો તેને મજાકમાં એટલાન્ટિસ તરફ જતો રસ્તો કહી રહ્યા છે. આ એક કાલ્પનિક ટાપુ છે, જેના દરિયામાં ડૂબી જવાની પૌરાણિક ગ્રીક વાર્તા છે. આ રોડ જેવો આકાર વાસ્તવમાં રોડ નથી, પરંતુ સુકાઈ ગયેલા તળાવની તળેટી છે. આ જ્વાળામુખીના વિસ્ફોટ પછી રચાયેલ ભૂસ્તરશાસ્ત્રીય માળખું હોઈ શકે છે, જે તૂટેલા રસ્તા જેવું લાગે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર