Home /News /national-international /અફઘાનિસ્તાનમાં તાલિબાન ફરી બની રહ્યું છે મજબૂત, ભારતમાં માટે કઇ રીતે છે ખતરારૂપ

અફઘાનિસ્તાનમાં તાલિબાન ફરી બની રહ્યું છે મજબૂત, ભારતમાં માટે કઇ રીતે છે ખતરારૂપ

અફઘાનિસ્તાન આતંકવાદી (પ્રતિકાત્મક તસવીર)

તાલિબાને ગત થોડા દિવસોમાં જ અફઘાનિસ્તાનના 10 જીલ્લાઓ પર કબજો કરી લીધો છે. તેમાં મોટા ભાગના કબજા દરમિયાન કોઇ હિંસક સંઘર્ષ થયો નથી

નવી દિલ્હી : અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સેનાના પરત ફરવાના દિવસો નજીક આવી રહ્યા છે, આ સાથે જ ત્યાં આતંકનું બીજુ નામ તાલિબાનનો કબજો પ્રતિદિન વધી રહ્યો છે. તાલિબાને ગત થોડા દિવસોમાં જ અફઘાનિસ્તાનના 10 જીલ્લાઓ પર કબજો કરી લીધો છે. તેમાં મોટા ભાગના કબજા દરમિયાન કોઇ હિંસક સંઘર્ષ થયો નથી, કારણ કે ખુદ અફઘાનિસ્તાનના સૈનિકો આતંકીઓના ડરથી પાડોશી દેશમાં ભાગી ગયા છે. હવે તાલિબાન ફરી મજબૂત બનશે તે ડર વધી રહ્યો છે, જેથી પાડોશી દેશ પાકિસ્તાન સહિત ભારતને પણ ખતરો છે.

શા માટે અમેરિકન સેના પહોંચી હતી અફઘાનિસ્તાન?

અફઘાનિસ્તાન અને તાલિબાનનો સમગ્ર મામલો સમજવા માટે પહેલા એક વખત ઇતિહાસ સમજીએ કે આખરે શા માટે અમેરિકન સેના અફઘાનિસ્તાન પહોંચી અને હવે શા માટે પરત ફરી રહી છે. અમેરિકામાં 9/11 આતંકવાદી હુમલાના મૂળ તાલિબાન સાથે જોડાયેલા હતા. તેને જોતા તેમણે વર્ષ 2001માં તાલિબાનને ખતમ કરવા માટે પોતાની સેના અફઘાનિસ્તાન મોકલી હતી. આ 11 સપ્ટેમ્બર, 2001ના આતંકી હુમલાની વાત છે. તત્કાલીન અમેરિકન સરકાનું માનવું હતું કે, અફઘાનિસ્તાન જ તાલિબાનીઓનું શરણસ્થળ છે અન અહીં જ અલકાયદા સાથે જોડાયેલા લોકો રહે છે.

આતંકી સામે ચાલતું રહ્યું યુદ્ધ

અફઘાનિસ્તાનમાં અમેરિકન સૈનિકો ત્યાર સતત આતંકીઓને ઠાર કરી રહ્યા છે. ત્યાં સુધી કે તે અફઘાની સેનાને ટ્રેનિંગ આપવા લાગ્યા, જેથી તેઓ આતંકનો સામનો કરી શકે. આ વચ્ચે અમુક વર્ષોમાં અમેરિકન જનતાની સાથે નેતાઓ પણ સૈનિકોને પરત બોલાવવાની માંગ કરવા લાગ્યા.

આ પણ વાંચો - New Business Idea: માત્ર રૂ. 10,000થી શરૂ કરો આ ખેતી, દર મહિને તમે પણ કમાઈ શકો છો રૂ. 2 લાખ

આ કારણે સૈનિકોને પરત બોલાવવાની માંગ

તેનું સૌથી મોટું કારણ તો સૈનિકોમાં પોતાના પરીવારથી અંતરના કારણે આવેલી અસ્થિરતા હતું. જનતાનું માનવું છે કે અમેરિકન સૈનિકોને કારણ વગર જ દાયકાઓથી યુદ્ધની સ્થિતિમાં રાખવામાં આવ્યા છે. સાથે જ આ અસંતોષનું વધુ એક કારણ તે પણ છે કે વિદેશી જમીન પર સૈનિકોની તહેનાતીનો મોટા ભાગનો ખર્ચ અમેરિકન લોકો પાસેથી ટેક્સ તરીકે વસૂલવામાં આવે છે. પૈસા સિવાય સૈનિકોને ઘણી માનવીય સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે. જેમ કે ચરમપંથી સમૂહ ક્યારેય પણ તેમના પર હુમલો કરી દે છે.

સૈનિકોને પરત બોલાવવાનો નિર્ણય યથાવત રહ્યો

અમેરિકન સૈનિકોને પરત લાવવાનો વાયદો પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના કાર્યકાળમાં કર્યો હતો. જતા પહેલા તેમણે પોતાના સૈનિકોને પરત આવવાનું એલાન પણ કરી દીધું હતું. તેમના પછી નવા રાષ્ટ્રપતિ જો બાઇડને પણ આ નિર્ણયને યથાવત રાખ્યો. વાયદા અનુસાર સપ્ટેમ્બર મહીનામાં તમામ અમેરિકન સૈનિકો અફઘાનિસ્તાનથી પરત આવી જશે.

આ પણ વાંચોNew Business Idea: રૂ. 30,000થી પણ ઓછામાં શરૂ કરો આ બિઝનેસ, દર મહિને થશે રૂ. 3 લાખની કમાણી, સરકાર આપશે 50% સબસીડી

ફરી મજબૂત બની રહ્યું છે તાલિબાન

સૈનિકોના પરત જવાનો સમય નજીક આવતા જ અફઘાનિસ્તાન ફરી એક વખત ચરમપંથીઓની હિંસામાં સળગી રહ્યું છે. પાકિસ્તાન પહેલાથી જ ડરેલું છે કે સૈનિકો ખાલી થતા જ અફઘાનિસ્તાનમાં અશાંતિ થઇ જશે અને આમ થઇ પણ રહ્યું છે. તાલિબાને સંપૂર્ણ દેશમાં પોતાની ગતિવિધિઓને વધુ તેજ બનાવી દીધી છે. ત્યાં સુધી કે તેઓ અમેરિકન સેનાને પણ ધમકી આપી ચૂક્યુ છે કે સમય મર્યાદા પૂરી થવા સુધીમાં તેઓ પરત ફરી જાય.

આ રીતે થયો હતો તાલિબાનનો ઉદય

ધાર્મિક રીતે ખૂબ કટ્ટર સંગઠન તાલિબાનની શરૂઆત 90ના દાયકાથી માનવામાં આવે છે. ત્યારે ત્યાં પશ્તો આંદોલન થયું, જે પશ્તૂન વિસ્તારમાં શરીયતની સ્થાપનાની વાત કરવા લાગ્યા. પહેલા તેઓ ધાર્મિક મદરસોની જેમ કામ કરતા. તેમની લોકપ્રિયતા પણ વધી પરંતુ બાદમાં તેઓ પોતાની વાત ન માનતા લોકો પર અત્યાચાર કરવા લાગ્યા અને વિસ્તારો પર કબજો કરવા લાગ્યા. સ્થિતિ એવી પેદા થઇ કે 5 જ વર્ષમાં તાલિબાન સંગઠને કાબુલ પર કબજો કરી લીધો.

આ સ્થિતિ છે અફઘાનિસ્તાનની

તે ધાર્મિક કટ્ટરપંથી હતી, જે મહિલાઓને બુરખામાં રહેવા અને ઘરમાંથી એકલા બહાર નીકળવા પર પ્રતિબંધની વાત કરતા. પુરૂષો માટે દાઢી રાખવી ફરજીયાત હતી. સાથે જ કોઇ પણ પશ્ચિમી શિક્ષા મેળવી શકતા ન હતા. બ્યૂટી પાર્લર અને વિદેશી ગીતો સાંભળવા પર પ્રતિબંધ લાગી ગયો. 10 વર્ષ અને તેનાથી વધુ ઉંમરની છોકરીઓ માટે શાળાએ જવાનો પ્રતિબંધ લાગી દેવાયો.

શું છે કાંધાર હાઇજેકિંગ

વર્ષ 2001માં અમેરિકન સૈનિકોની દખલ બાદ તાલિબાન થોડું નબળું પડ્યું પણ હવે તે ફરી માથું ઉંચકી રહ્યું છે. તેનાથી માત્ર પાકિસ્તાન જ નહીં પરંતુ ભારતને પણ ખતરો છે. કાંધાર વિમાન અપહરણ કાંડ તેનું જ એક ઉદાહરણ છે. વર્ષ 1999માં ભારતના વિમાન આઇસી 814નું અપહરણ કરી લેવાયું હતું. તેમાં 180 મુસાફરો હતા. હાઇજેકથી ભારત સરકાર ખૂબ દબાવમાં હતી.

આતંકીઓને છોડવા કરી માંગ

આ બાજુ હાઇજેક કરનાર અપહરણકર્તા ભારતીય જેલામાં બંધ પોતાના 30થી વધુ આતંકી સાથીઓને છોડવાની માંગ સાથે મોટી રકમ પણ માંગી રહ્યા હતા. દબાવ એટલી હદે હતો કે તત્કાલીન એનડીએ સરકારે મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખી 3 આતંકીઓને કાંધાર લઇ જઇને છોડવા પડ્યા હતા. કાંધાર હાઇજેકિંગને આજે પણ એક ખરાબ સપનાની જેમ યાદ કરવામાં આવે છે.

આ પણ હોઈ શકે છે ખતરો

હવે અફઘાનિસ્તાન પર ફરી તાલિબાનીઓનો પ્રભાવ વધી રહ્યો છે, જેથી ભારતને ફરી એક વખત આતંકી સાજીશનો ભોગ બનવાનો ખતરો સતાવી રહ્યો છે. આ વાત પણ મહત્વની છે કે, પાકિસ્તાન સરકાર ભલે તાલિબાનનો વિરોધ કરતી દેખાય પરંતું ત્યાંથી સતત આતંકિઓની તાલિબાની સેનામાં ભરતી થવાના સમાચારો આવતા રહ્યા છે. એવામાં એક મોટો ડર તે પણ છે કે પાકિસ્તાન ક્યાંક તાલિબાન દ્વારા કાશ્મીરમાં આતંકી પ્રવૃત્તિઓ વધારી ન દે.
First published:

Tags: American defense department, Pakistan Army, Taliban terrorism, અફઘાનિસ્તાન

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन