Home /News /national-international /Coronavirus: ચીનમાં કોરોનાના કેસ ઝડપથી વધતા ભારતીય વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ વધી, વિદેશ મંત્રાલયે કરી આ કાર્યવાહી

Coronavirus: ચીનમાં કોરોનાના કેસ ઝડપથી વધતા ભારતીય વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ વધી, વિદેશ મંત્રાલયે કરી આ કાર્યવાહી

જેથી વિધાર્થીની પરીક્ષા કે સમય ન બગડે અને ઝડપથી તે જે શાળામાં અભ્યાસ કરતો હોય તે શાળાના આચાર્ય સાથે તે વિગતની ખરાઈ કરી તે પરીક્ષા આપી શકે તે માટે આ વ્યવસ્થા કરાઈ છે.

Corona case in China: ચીનમાં ઓમિક્રોનના સબ-વેરિઅન્ટના કેસ ઝડપથી વધી રહ્યા છે. ચીનમાં છેલ્લા ત્રણ દિવસથી કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. 24 કલાકમાં દેશમાં 5,280 નવા કેસ નોંધાયા છે

ચીન (China)માં ઝડપથી વધી રહેલા કોરોના વાયરસ (Coronavirus)ના કેસોના કારણે સરકારે નિયંત્રણો વધારી દીધા છે. ચીને નવા પ્રતિબંધો લગાવ્યા છે. જેના કારણે ચીનમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ (Indian Student) પણ મુશ્કેલીમાં મુકાયા છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેમને અભ્યાસ માટે ચીન જવામાં મુશ્કેલી પડી રહી છે. ચીનની યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓને હજુ સુધી ઑફલાઇન ક્લાસ માટે ચીનમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી નથી. આ મામલો ગુરુવારે ભારતીય વિદેશ મંત્રાલય સમક્ષ આવ્યો હતો અને તેણે તેની કાર્યવાહી વિશે માહિતી આપી હતી.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચી (Arindam Bagchi)એ કહ્યું કે ભારતે આ અંગે ચીનને જાણ કરી છે. ચીનમાં અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓની કારકિર્દી જોખમમાં છે અને કોરોના પ્રતિબંધો ચાલુ રહેવાના કારણે તેમના માટે ચીન પરત આવવું મુશ્કેલ બની રહ્યું છે. તેમણે કહ્યું કે ચીનને માહિતગાર કરવામાં આવ્યા છે અને આ પ્રતિબંધો લાદવામાં આવ્યા બાદથી ચાલુ છે.



પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે ચીન તરફથી સ્પષ્ટ જવાબ મળ્યો નથી અને ચીને કોઈ પણ બાબતે કોઈ સમયમર્યાદા આપી નથી. ભારતીય વિદ્યાર્થીઓના ચીન પરત ફરવા અને તેમનો અભ્યાસ ચાલુ રાખવા અંગે જવાબની રાહ જોવાઈ રહી છે. તેમણે કહ્યું કે અમે ચીનને અનુકૂળ વલણ અપનાવવા વિનંતી કરવાનું ચાલુ રાખીશું અને ઈચ્છીશું કે ભારતીય વિદ્યાર્થીઓને ચીન પરત ફરવાની મંજૂરી આપવામાં આવે.

આ પણ વાંચો- corona Update: રાજ્યમાં હોળીના તહેવારમાં કોરોનાનો સફાયો, રેકોર્ડબ્રેક 31 જિલ્લામાં નવા કેસ શૂન્ય

નોંધપાત્ર રીતે ચીનમાં ઓમિક્રોનના સબ-વેરિઅન્ટના કેસ ઝડપથી વધી રહ્યા છે. ચીનમાં છેલ્લા ત્રણ દિવસથી કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. 24 કલાકમાં દેશમાં 5,280 નવા કેસ નોંધાયા છે, જેમાંથી 3,507 સ્થાનિક કેસ છે. વુહાનમાં રોગચાળો ફાટી નીકળ્યા પછી આ બીજા સૌથી વધુ કેસ છે. વધતા જતા કેસોને જોતા ચીનના 13 શહેરો અને કાઉન્ટીઓમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટનું નવું સ્વરૂપ દેશમાં ફેલાઈ ગયું છે. કોરોનાના કારણે લગાવવામાં આવેલા લોકડાઉનને કારણે લગભગ 5 કરોડ ચીની નાગરિકો તેમના ઘરોમાં કેદ થઈ ગયા છે.
First published:

Tags: China India, Coronavirus, Coronavirus cases, Coronavirus in India, India-China News