સત્યપાલ મલિક બન્યા જમ્મુ-કાશ્મીરના નવા રાજ્યપાલ, બિહારમાં લાલજી ટંડન લેશે તેમની જગ્યા

News18 Gujarati
Updated: August 21, 2018, 9:31 PM IST
સત્યપાલ મલિક બન્યા જમ્મુ-કાશ્મીરના નવા રાજ્યપાલ, બિહારમાં લાલજી ટંડન લેશે તેમની જગ્યા
સત્યપાલ મલિક, ફાઈલ ફોટો

  • Share this:
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ભારતના કેટલાક રાજ્યોના રાજ્યપાલોની બદલી કરી છે. બિહારના રાજ્યપાલ સતપાલ મલિકને જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. તેઓ એન,એન વોહરાનું સ્થાન લેશે. જ્યારે મલિકની જગ્યા લાલ જી ટંડનને બિહારના રાજ્યપાલની જવાબદારી આપવામાં આવી છે.

નારાયણ આર્યને હરિયાણાના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. બેબી રાણી મોર્યને ઉત્તરાખંડના રાજ્યપાલ નિયુક્ત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ ભવનમાં આની જાણકારી આપવામાં આવી છે.

રાષ્ટ્રભવનમાં આપેલી માહિતી અનુસાર બેબી રાની મૌર્ય ઉત્તરાખંડની નવી રાજ્યપાલ હશે. હરિયાણાના રાજ્યપાલ કેપ્ટન સિંહ સોલંકીને ત્રિપુરા મોકલી દેવામાં આવ્યા છે. ત્રિપુરાના રાજ્યપાલ તથાગત રોય હવે મેઘાલયના રાજ્યપાલ હશે. મેઘાલયના રાજ્યપાલ ગંગાપ્રસાદને સિક્કીમની જવાબદારી આપી દેવામાં આવી છે.

 

 
First published: August 21, 2018
વધુ વાંચો
अगली ख़बर