239 પેસેન્જર્સ સાથે ગુમ થયેલા પ્લેનનો ભાગ હિંદ મહાસાગરમાં હોવાનો દાવો

 • Share this:
  વર્ષ 2014માં 239 પેસેન્જર્સ સાથે ગુમ થયેલા મલેશિયાની MH370 પ્લેનનો તૂટી ગયેલો એક ભાગ હિંદ મહાસાગરમાં મળી આવ્યો હોવાનો દાવો એક્સપર્ટ દ્વારા કરવામાં આવ્યો છે. ક્રેશ સ્પેશિયાલિસ્ટ લેરી વેન્સ જેઓએ આ ગુમ થયેલા પ્લેન અંગે એક પુસ્તક લખ્યું હતું. તેઓએ ઇન્વેસ્ટિગેટર્સે તેઓના પુસ્તકમાં કરેલા આ દાવાને ગંભીરતાથી નહીં લીધો હોવાનો પણ કહ્યું છે. વેન્સે કહ્યું કે, તેઓએ પુસ્તકમાં આ પ્લેન જ્યાં ગુમ થયું હતું તેના પુરાવાઓ અંગે ખુલાસા કર્યા હતા.

  આ પણ વાંચો હવે ફૈઝાબાદનું 'અયોધ્યા' થયું, નીતિનભાઈએ પણ કર્યો વિચાર: અમદાવાદ પણ થાય કર્ણાવતી !

  વેન્સે MH370: મિસ્ટ્રી સોલ્વ્ડ નામનું પુસ્તક લખ્યું છે. તેઓએ ડેલી સ્ટારને ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું કે, આ પેસેન્જર પ્લેન સાઉથ હિંદ મહાસાગરમાં ગુમ થયું હતું, તે સમુદ્રના મધ્યમાં જ ડૂબ્યું હતું. તેથી જ તેનો ભાગ સમુદ્રના મધ્યમાં જ છે. આ પ્લેન મલેશિયાના કુઆલા લામ્પુરના એરપોર્ટ પરથી ટેકઓફ થયું હતું અને બીજિંગ, ચીન જઇ રહ્યું હતું. આ પ્લેનમાં 227 પેસેન્જર્સ અને 12 ક્રૂ મેમ્બર્સ હતા, જે તમામ પ્લેન ગુમ થયા બાદ મૃત્યુ પામ્યા હોવાનો દાવો છે.

  વેન્સે કહ્યું કે, મને વિશ્વાસ છે કે, જો ઓફિશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ ફિઝિકલ એવિડન્સ અને અમે જે રીતે પુરાવાને ઇન્ટરપ્રિટ કર્યા છે તેના પર નજર કરે તો તેઓ ચોક્કસથી પોતાની તપાસમાં સફળ થઇ શકે છે.
  Published by:Sanjay Vaghela
  First published: