Russia Ukraine War: યુક્રેનમાં જે વ્યક્તિને ચાર વખત ગોળી વાગી હતી તે આવતીકાલે ભારત પહોંચશે. જાણો શું કહ્યું કેન્દ્રીય મંત્રી વીકે સિંહે
Russia Ukraine War: યુક્રેનમાં જે વ્યક્તિને ચાર વખત ગોળી વાગી હતી તે આવતીકાલે ભારત પહોંચશે. જાણો શું કહ્યું કેન્દ્રીય મંત્રી વીકે સિંહે
હરજોત સિંહ સોમવારે ઘરે પરત ફરશે (ફાઇલ ફોટો)
Russia Ukraine Crisis: યુક્રેનમાં રશિયાના હુમલા બાદ (Ukraine Russia war Update) સ્થિતિ ખુબ જ ખરાબ થઇ રહી છે. યુક્રેનમાં 11 દિવસ બાદ પણ સ્થિતિ સુધરવાનું નામ નથી લઈ રહી. આ દરમિયાન ભારત સરકાર યુક્રેન (Russia Ukraine Crisis)માં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવામાં વ્યસ્ત છે.
યુક્રેનમાં રશિયાના હુમલા બાદ (Ukraine Russia war Update) સ્થિતિ ખુબ જ ખરાબ થઇ રહી છે. યુક્રેનમાં 11 દિવસ બાદ પણ સ્થિતિ સુધરવાનું નામ નથી લઈ રહી. આ દરમિયાન ભારત સરકાર યુક્રેન (Russia Ukraine Crisis)માં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવામાં વ્યસ્ત છે. ઓપરેશન ગંગા (Operation Ganga) હેઠળ અત્યાર સુધીમાં 16 હજારથી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. આ દરમિયાન રવિવારે કેન્દ્રીય મંત્રી વીકે સિંહે માહિતી આપી હતી કે સંકટગ્રસ્ત દેશમાં ચાર વખત ગોળી મારવામાં આવેલા દિલ્હીના રહેવાસી હરજોત સિંહ સોમવારે ભારત પરત આવશે.
કેન્દ્રીય મંત્રી વીકે સિંહે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે હરજોત સિંહ એ ભારતીય છે જેને કિવમાં યુદ્ધ દરમિયાન ગોળી વાગી હતી. કિવ છોડવાના ચક્કરમાં તેનો પાસપોર્ટ પણ ખોવાઈ ગયો હતો. એ જણાવતા ઘણો આનંદ થાય છે કે હરજોત સિંહ (Harjot Singh) આવતીકાલે ભારત પધારી રહ્યા છે. અમે આશા રાખીએ છીએ કે ઘરના ભોજન અને કાળજીથી તેમનું સ્વાસ્થ્ય જલ્દી ઠીક થઈ જશે.
हरजोत सिंह वह भारतीय हैं जिन्हें कीव में युद्ध के दौरान गोली लग गई थी। अफरातफरी में इनका पासपोर्ट भी गुम गया था।
सहर्ष सूचित कर रहा हूं कि हरजोत कल भारत हमारे साथ पहुंच रहे हैं।
— General Vijay Kumar Singh (@Gen_VKSingh) March 6, 2022
તમને જણાવી દઈએ કે મૂળ પંજાબનો હરજોત સિંહ કાર દ્વારા યુક્રેનની પશ્ચિમી સરહદ તરફ જઈ રહ્યો હતો જેથી તે ભારત પરત આવી શકે. આ દરમિયાન તેને ગોળી વાગી હતી. હરજોત આઈટી નિષ્ણાત છે. હોસ્પિટલમાં હોશ આવ્યા બાદ તેણે કહ્યું કે હવે મને નવું જીવન મળ્યું છે, હું નવેસરથી શરૂઆત કરવા માંગુ છું.
હરજોત સિંહે કહ્યું કે તેઓ ભારત પરત આવવા અંગે કિવ સ્થિત દૂતાવાસના સતત સંપર્કમાં છે. તેમણે કહ્યું કે રશિયન હુમલા બાદ યુક્રેનમાં કોઈ ફેરફાર થયો નથી. સરકારે કહ્યું કે તે હરજોત સિંહની સારવારનો તમામ ખર્ચ ઉઠાવશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું, “અમે તેમની ચોક્કસ તબીબી સ્થિતિ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ’’.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર