પાકિસ્તાન (Pakistan)માં એક મહિલા સિંગરનું પરફોર્મન્સ આજકાલ ચર્ચાનો વિષય બની ગયું છે.
પાકિસ્તાન (Pakistan)માં એક મહિલા સિંગરનું પરફોર્મન્સ આજકાલ ચર્ચાનો વિષય બની ગયું છે. આ ચર્ચા મહિલાના વખાણ માટે નહીં, પરંતુ વિવાદોના કારણે થઈ રહી છે. વાત એમ છે કે પેશાવર (Peshawar)ની એક ખાનગી યુનિવર્સિટીમાં એક ફેસ્ટિવલ દરમિયાન પરફોર્મ કરતી મહિલા ગાયિકાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ઈસ્લામાબાદઃ પાકિસ્તાન (Pakistan)માં એક મહિલા સિંગરનું પરફોર્મન્સ આજકાલ ચર્ચાનો વિષય બની ગયું છે. આ ચર્ચા મહિલાના વખાણ માટે નહીં, પરંતુ વિવાદોના કારણે થઈ રહી છે. વાત એમ છે કે પેશાવર (Peshawar)ની એક ખાનગી યુનિવર્સિટીમાં એક ફેસ્ટિવલ દરમિયાન પરફોર્મ કરતી મહિલા ગાયિકાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં મહિલા ગીત ગાવાની સાથે ડાન્સ પણ કરી રહી છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ તેની વિરુદ્ધ કટ્ટરપંથીઓ પોતાનો અવાજ ઉઠાવવા લાગ્યા છે. કટ્ટરપંથીઓ તેને 'વાંધાજનક' ગણાવી રહ્યા છે.
કોલેજને પાઠવી નોટિસ
મામલો વધુ બગડતાં ખૈબર મેડિકલ યુનિવર્સિટીએ શુક્રવારે આ વિડીયોને ધ્યાનમાં લેતાં કાર્યક્રમ યોજાયો હતો તે ખાનગી યુનિવર્સિટીને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો હતો. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, 'કેએમયુના લોગો અને નામ સાથે સ્ટેજ પર આવી પ્રવૃત્તિઓ કરવી વાંધાજનક છે.' પાકિસ્તાની મીડિયા અનુસાર, ખૈબર મેડિકલ યુનિવર્સિટીએ પોતાની નોટિસમાં આ ખાનગી યુનિવર્સિટીને ત્રણ દિવસમાં જવાબ આપવા કહ્યું છે. જવાબ ન આપવા બદલ કડક શિસ્તની કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ કહેવાયું છે. આ દરમિયાન આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે.
સોશ્યલ મીડિયા પર કટ્ટરપંથીઓનો હોબાળો
સોશિયલ મીડિયા પર આ કટ્ટરપંથીઓ પણ આ વિડીયોનો વિરોધ કરી રહ્યા છે. કટ્ટરવાદીઓ મહિલાના પરફોર્મન્સ પર સવાલ ઉઠાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું, 'કેપીમાં આ સહન કરવામાં આવશે નહીં. ટૂંક સમયમાં કુલપતિને બરતરફ કરવામાં આવશે. કટ્ટરપંથીઓ મહિલાના કપડાં અને ડાન્સ સ્ટેપ પર સવાલ ઉઠાવી રહ્યા છે. વિડીયોમાં જોઈ શકાય છે કે મહિલાએ વેસ્ટર્ન કપડા પહેરેલાં છે.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન એક રૂઢિચુસ્ત દેશ છે અને અહીં ઘણી જગ્યાએ નાચવા અને ગાવા પર પ્રતિબંધ છે. વર્ષ 2018માં પંજાબ પ્રાંતની શાળાઓમાં નૃત્ય પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને તેને 'અનૈતિક કૃત્ય' તરીકે ઓળખવામાં આવ્યું હતું. તે સમયે સરકારી નોટિસમાં તેને 'ધર્મ વિરુદ્ધ' કહેવામાં આવ્યું હતું. સંસ્થાના માલિકો અને શિક્ષકોને પણ પ્રતિબંધનો ભંગ કરવા બદલ કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી હતી.
Published by:Vrushank Shukla
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર