અમદાવાદઃ હલવો હોય કે ખીર હોય કે પછી કોઈ શાક હોય, થોડા કાજૂ કોઈપણ વાનગીની સુંદરતા સહિત તેના સ્વાદમાં વધારો કરી દે છે. જો કે, કાજૂની કિંમત ખૂબ જ વધુ હોય છે. તેને લીધે મિડલ ક્લાસ પરિવારો તેની ખરીદી કરતા ખચકાતા હોય છે. પ્રતિ કિલો કાજૂની શરૂઆતની કિંમત 700 રૂપિયા જેટલી હોય છે.
ભારતમાં એક એવી જગ્યા છે કે, જ્યાં કાજૂ બટાકા-ડુંગળીના ભાવે વેચાય છે. આ જગ્યાએ આરામથી 30થી 40 રૂપિયા કિલો કાજૂ મળી જાય છે. તમે વિચારતા હશો કે આ જગ્યા ક્યાં આવી છે. તો ઝારખંડમાં આ જગ્યા આવેલી છે કે, જ્યાં સસ્તા કાજૂ મળે છે.
ભારત 2013માં 1.01 મિલિયન હેક્ટર વિસ્તારમાં ખેતી અને 0.75 મિલિયન ટન ઉત્પાદન સાથે દુનિયામાં કાચા કાજૂનું સૌથી મોટી ઉત્પાદક બની ગયું છે. ઝારખંડમાં કાજૂના ઉત્પાદન માટે 12 હેક્ટર વિસ્તારની જમીનનો ઉપયોગ કરવામાં આવે છે અને તેના પરિણામે 5 ટન કાજૂ ઉત્પાદન થાય છે. રાજ્યાના પૂર્વ અને પશ્ચિમ સિંહભૂમ, સરાયકેલા, જામતાડા, પાકુડ, દુમકા અને દેવઘરમાં કાજૂની મોટા પ્રમાણમાં ખેતી કરવામાં આવે છે, એટલે ત્યાં કાજૂ સસ્તામાં મળી જાય છે.
ઝારખંડના જામતાડામાં લોકો રસ્તાની બાજુમાં બટેકા-ડુંગળી વેચતા હોય તેમ કાજૂ વેચતા જોવા મળે છે. માત્ર જામતાડાના નાલા ગામમાં 50 એકર જમીનમાં કાજૂની ખેતી કરવામાં આવે છે. ત્યાં સુધી કે આ જગ્યાને કાજુનગરી તરીકે જ ઓળખાવવામાં આવે છે. જામતાડામાં કાજૂના મોટા મોટા બગીચા આવેલા છે અને અહીં ખેડૂત ઊંચા ભાવે કાજૂ વેચે છે. ઝારખંડની આબોહવા અને માટી કાજૂ માટે અનૂકુળ માનવામાં આવે છે. વર્ષ 1990થી અહીં કાજૂની ખેતી કરવામાં આવે છે.
આજુબાજુના વેપારીઓ અહીંથી મોટા પ્રમાણમાં કાજુની ખરીદી કરતા હોવાથી ભાવ ઓછા જોવા મળે છે અને તે વેપારીઓ તેમના રાજ્યમાં બમણમાં ભાવમાં કાજુ વેચતા હોય છે. જો કે, આ વિસ્તારમાં કોઈ પ્રોસેસિંગ પ્લાન્ટ નથી. તેથી અહીં ખેડૂતો ફળમાંથી કાજૂ કાઢી શકતા નથી. તેવામાં આસપાસના રાજ્યોના લોકોને ખબર પડતાં જ તેઓ કાજૂની ખરીદી કરીને લઈ જવા લાગ્યા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર