Home /News /national-international /સરકાર બેંક ખાતામાં સબસિડી મેળવવા માટેના નવા નિયમો લાવી રહી છે!

સરકાર બેંક ખાતામાં સબસિડી મેળવવા માટેના નવા નિયમો લાવી રહી છે!

ડીબીટી એટલે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમ હેઠળ સરકાર દ્વારા સબસિડીની રકમ સીધી લાભાર્થીના બેંક ખાતામાં જમા કરાવવામાં આવશે.

ડીબીટી એટલે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમ હેઠળ સરકાર દ્વારા સબસિડીની રકમ સીધી લાભાર્થીના બેંક ખાતામાં જમા કરાવવામાં આવશે.

આધાર મારફત ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટીના નવા નિયમોનો અમલ 10 દિવસમાં શરૂ દેવામાં આવશે. એરટેલ પેમેન્ટ બેન્ક પર ગ્રાહકની પરવાનગી વગર એકાઉન્ટ ખોલવાનો આરોપ લાગ્યો છે. એમાં એની પર રૂ.168 કરોડની સબસિડી ટ્રાન્સફર કરવાનો આરોપ બહાર આવ્યો છે. આ ઉપરાંત એરટેલ પેમેન્ટ બેન્ક પર સબસિડી દૂર કરવા પર ચાર્જ વસૂલવાના આક્ષેપો
થયા છે.

14 ડિસેમ્બરે સીએનબીસી-આવાઝે આ સમાચાર બતાવ્યા બાદ હવે સરકાર આની સાથે સંકળાયેલા નવા નિયમો લાવી રહી છે. નવા નિયમો હેઠળ હવે સબસિડી નિયમિત બેંક ખાતામાં ટ્રાન્સફર કરાશે.

શું છે ડીબીટી સ્કીમ

ડીબીટી એટલે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમ હેઠળ સરકાર દ્વારા સબસિડીની રકમ સીધી લાભાર્થીના બેંક ખાતામાં જમા કરાવવામાં આવશે.

ડીબીટી સ્કીમ ક્યારે લાગુ કરાઈ?

આ યોજના કેટલાક પસંદગીના જિલ્લાઓમાં પહેલી જાન્યુઆરી, 2013ના રોજ લાગુ કરવામાં આવી હતી.

> શરૂઆતમાં આને ગેસ-સબસિડી પર લાગુ કરવામાં આવી હતી.

> ધીમે ધીમે આ સ્કીમને અન્ય યોજનાઓ સાથે સમગ્ર દેશમાં અમલમાં મૂકવામાં આવી હતી.

> હાલમાં 28થી વધુ યોજનાઓને તેના કાર્યક્ષેત્ર હેઠળ લાવવામાં આવી છે.

ડીબીટી સ્કીમના લાભો

આ સાથે એક બાજુ સબસિડીની ચુકવણીના આદેશથી નાણાંમાં ગેરરીતિ બચી શકાશે એટલે સરકાર માટે લાભદાયી નીવડશે અને બીજી તરફ લાભાર્થી પાસે એની સંપૂર્ણ રકમ પણ પહોંચશે, એટલે કે લાભાર્થીને પૂરેપૂરો ફાયદો થશે. આમાં પારદર્શિતા જાળવાઈ રહેશે. અંતે આ યોજના સરકાર અને નાગરિક બંનેના હિતમાં રહેશે.
First published:

Tags: Center government, Subsidy

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन