પરિણીત ફોઈને પ્રેમી સાથે જોઈ ગયો ભત્રીજો, કટારી વડે 14 વર્ષના કિશોરનું કાપી નાંખ્યું ગળું, કેવી રીતે ફૂટ્યો ભાંડો?

પ્રતિકાત્ક તસવીર

ત્રીજા પુત્રની શોધ શરુ કરતા જાણવા મળ્યું કે એક અડધા બનેલા રૂમમાં તેની લાશ પડી હતી. લાશને જોતા એવું લાગી રહ્યું હતું કે કોઈ તીક્ષ્ણ હથિયારથી તેની હત્યા કરવામાં આવી છે

 • Share this:
  આઝમગઢઃ ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) આઝમગઢના થાના પવઈ વિસ્તારમાં એક 14 વર્ષના કિશોરનું રહસ્યમય રીતે (14 year old boy murder) હત્યા કેસનો ખુલોસ થયો છે. પોલીસે જણાવ્યું કે બાળકની સગી ફોઈનું કોઈની સાથે લફરું ચાલી રહ્યું હતું. જેના કારણે હત્યાને અંજામ આપવામાં અવ્યું હતું. પોલીસે આરોપીઓની (police arrested accused) ધરપકડ કરી લીધી હતી.

  બાળકના પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી કે 23 મેના રોજ સવારે આઠ વાગ્યે પોતાના પુત્ર શિવન, સત્યમ અને સૌરભ નિત્યક્રમ પ્રમાણે નદી કિનારે સ્મશાન ઘાટ પાસે પશુ ચરાવવા માટે ગયા હતા. થોડા સમય બાદ શિવમ અને સૌરભ ઘરે આવી ગયા હતા. પરંતુ મોડું થવા છતાં તેમનો ત્રીજો પુત્ર સત્યમ ઘરે આવ્યો નહીં.

  ત્રીજા પુત્રની શોધ શરુ કરતા જાણવા મળ્યું કે એક અડધા બનેલા રૂમમાં તેની લાશ પડી હતી. લાશને જોતા એવું લાગી રહ્યું હતું કે કોઈ તીક્ષ્ણ હથિયારથી તેની હત્યા કરવામાં આવી છે. આ ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. લાશનો કબ્જો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. પોલીસ આ ઘટનાની તપાસમાં લાગી ગઈ હતી.

  આ પણ વાંચોઃ-રામ રાખે તેને કોણ ચાખે! ટ્રક નીચે આવી ગયા બાઈક પર જતા બે યુવકો, ચમત્કારી રીતે બચતા યુવકોનો live video

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ પૂર્વ વિસ્તારનો કુખ્યાત બુટલેગર બંસી ઝડપાયો, 11 મોંઘીદાટ ગાડીઓ જપ્ત, બૂટલેગર કેવી રીતે બન્યો બંસી બિલ્ડર?

  થોડા સમય પછી પોલીસને જાણવા મળ્યું મૃતક સત્યમની ફોઈના કોઈની સાથે પ્રેમ સંબંધ ચાલી રહ્યા છે. જેની જાણકારી મૃતક સત્યમને થઈ હતી. જેથી પ્રેમીને ડર લાગવા લાગ્યો હતો કે તેનો ભેદ ખુલી જશે.

  આ પણ વાંચોઃ-જૂનાગઢના પૂર્વ મેયરના પુત્રની હત્યાના આરોપી મચ્છર, ઋષિરાજ અને રામને ફિલ્મી ઢબે પીછો કરી દબોચી લીધા, કેમ કરી હત્યા?

  આ પણ વાંચોઃ-રાજકોટઃ વેજાગામમાં કૂવામાંથી મળી ભરવાડ પરિવારના ત્રણ ભાઈ-બહેનની લાશ, પરિવારો પર આભ તૂટી પડ્યું

  ત્યારબાદ ફોઈએ પોતાના પ્રેમી સાથે મળીને ભત્રીજાને ઠેકાણે પડાવાનો પ્લાન ઘડ્યો હતો. 23 મેના દિવસે નદી પાસે બકરીઓ ચરાવવા જતાં એકલો જોઈને 14 વર્ષના સત્યમને એક નવનિર્મિત રૂમમાં લઈ જઈને ગળું કાપીને હત્યા કરી દીધી હતી.

  શકના આધારે પોલીસે આરોપી પ્રિયાંશું ઉર્ફે પ્રિંસ સિંહને કસ્ટડીમાં લેતા કડકાઈથી પૂછપરછ કરી હતી. ત્યારબાદ તેણે ગુનો કબુલ્યો હતો. ત્યારબાદ ઘટના સ્થળેથી કટારી સાથે પ્રિયાંશુની ધરપકડ કરી હતી.
  Published by:ankit patel
  First published: