Home /News /national-international /Opration Successful: નવ વર્ષની બાળકીની છાતીમાં 5 સેમીની સોય ઘૂસી, ભારે જહેમતે ડોક્ટરોની ટીમે બહાર કાઢી

Opration Successful: નવ વર્ષની બાળકીની છાતીમાં 5 સેમીની સોય ઘૂસી, ભારે જહેમતે ડોક્ટરોની ટીમે બહાર કાઢી

આ બાળકીનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું - ફાઇલ તસવીર

Opration Successful: મથુરાદાસ માથુર હોસ્પિટલના અધિક્ષક ડૉ. વિકાસ રાજપુરોહિતનું કહેવું છે કે, ડૉ.દિલીપ કછવાહાના માર્ગદર્શન હેઠળ કાર્ડિયોથોરાસિક વિભાગમાં એક 9 વર્ષીય બાળકીના ફેફસાંમાં ઘૂસેલી સોયને કાઢવાનું ઓપરેશન સફળ થયું છે. બાળકીના પરિવાજનોએ પણ મુખ્યમંત્રી ચિરંજીવી સ્વાસ્થ્ય વીમા યોજનાને વરદાન તરીકે માની અને આ યોજના માટે સીએમ ગેહલોતનો આભાર માન્યો હતો.

વધુ જુઓ ...
    જોધપુરઃ દેશમાં સ્વાસ્થ્ય સેવાઓના નવા કેન્દ્ર તરીકે ઉભરી રહેલી જોધપુરની ડૉ. સંપૂર્ણાનંદ મેડિકલ કોલેજના ડૉક્ટરોએ કમાલ કર્યો છે. એક 9 વર્ષની બાળકી દોઢ મહીનાથી જમણી બાજુની છાતીના દુખાવાથી હેરાન થતી હતી. મેડિકલ કોલેજના મથુરાદાસ માથુર રાજકીય હોસ્પિટલના ડોક્ટરોએ બાળકીનું સફળ ઓપરેશન કરી તેને દુઃખાવામાંથી મુક્તિ અપાવી છે. બાળકીનું આ ઓપરેશન મુખ્યમંત્રી ચિરંજીવી સ્વાસ્થ્ય વીમા યોજના હેઠળ સંપૂર્ણ રીતે ફ્રીમાં થયું છે. જેના કારણે બાળકીના પરિવારજનોને ઓપરેશનના લાખો રૂપિયા ચૂકવવા પડ્યા નથી.

    ઉંઘતા સમયે બાળકીની છાતીમાં ઘૂસી સોય


    બાળકીના પરિવારજનોનું કહેવું છે કે, દોઢ મહીના પહેલાં રાત્રે ઉંઘતા સમયે બાળકીની જમણી બાજુ છાતીમાં એક મોટી સોય ઘૂસી ગઈ હતી. આ સમસ્યાને લઈને દર્દીના પરિવારજનોએ નજીકના સ્વાસ્થ્ય કેન્દ્રમાં બાળકીની સારવાર કરાવી હતી. પરંતુ લાભ ન થવાને કારણે તેઓએ બાળકીને જોધપુરના મથુરાદાસ માથુર હોસ્પિટલમાં કાર્ડિયોથોરાસિક વિભાગમાં ભરતી કરાવી હતી. જ્યાં એક્સ-રે અને સીટી સ્કેનમાં બાળકીની જમણી બાજુની છાતીમાં સોય હોવાની જાણ થઈ હતી. કાર્ડિયોથોરાસિક વિભાગના ડૉક્ટર સુભાષ બલારા સાથે મળીને ડૉ અભિનવ સિંહે આપરેશનમાં એનેસ્થેસિયા વિભાગના ડૉ. ગીતા સિંગારિયા, ડૉ. દેવેન્દ્ર બોહરા, ડૉ. કશ્મીરા શર્મા, સ્ટાફ રેખા રામ અને મોનિકાના સહયોગથી ઓપરેશન કર્યુ હતું.

    એક કલાક ચાલ્યું ઓપરેશન


    ડૉક્ટરોની ટીમે જણાવ્યું કે, આ સોયની લંબાઈ લગભગ 5 સેન્ટિમીટર હતી અને બાળકીના જમણા ફેફસામાં પોસ્ટીરિયર બેઝલ સેગમેન્ટના પેરેન્ચાઇમાં ઘૂસી ગઈ હતી. જેનો આગળનો છેડો સેગમેન્ટલ Bronchus, Artery અને નસથી માત્ર એક સેન્ટિમીટર દૂર હતો. ઓપરેશન કરતા સમયે અત્યંત ધીરજની આવશ્યકતા હતી. નહીંતર બાળકીના ફેફસાંને નુકસાન પહોંતી શકે તેમ હતું. આવું ઓપરેશન કરવા માટે અનુભવી ડૉક્ટરોની ટીમની જરૂર હોય છે. સોયને કાઢ્યાં પછી ફેફસાંને રિપેર કરી દેવામાં આવ્યા હતા, આ ઓપરેશન લગભગ એક કલાક સુધી ચાલ્યું હતું.

    પરિવારજનોએ સીએમ ગેહલોતનો આભર માન્યો


    ઓપરેશન પછી બાળકીનો ઈલાજ સીટીવીએસ વિભાગમાં ચાલી રહ્યો છે. જ્યાં ડૉ અંશુમન અને ડૉ સુખદેવ સતત દેખરેખ રાખી રહ્યા છે. ડૉ. એમ એન મેડિકલ કોલેજના પ્રવકતા ડૉ. જયરામ રાવતાનીએ પણ આ સર્જરી પછી જણાવ્યું હતું કે, બાળકી હવે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે અને પરિવારજનો પણ ખુશ છે. આવા કિસ્સાઓ ખૂબ જ દુર્લભ છે અને જો સોયને સમય રહેતા કાઢવામાં ન આવે તો ફેફસામાં પરું અને એમ્પાઈમા બનવાનું જોખમ રહી જાય છે. હવે ઓપરેશન પછી 9 વર્ષીય બાળકી સંપૂર્ણ રીતે સ્વસ્થ છે અને ડૉક્ટરોની દેખરેખ હેઠળ છે. બાળકીના પરિવાજનોએ પણ મુખ્યમંત્રી ચિરંજીવી સ્વાસ્થ્ય વીમા યોજનાને વરદાન તરીકે માની અને આ યોજના માટે સીએમ ગેહલોતનો આભાર માન્યો હતો.

    સફળ થયું ઓપરેશન- એમડીએમ સુપ્રિડેન્ટ


    મથુરાદાસ માથુર હોસ્પિટલના અધિક્ષક ડૉ. વિકાસ રાજપુરોહિતનું કહેવું છે કે, ડૉ. દિલીપ કછવાહાના માર્ગદર્શન હેઠળ કાર્ડિયોથોરાસિક વિભાગમાં એક 9 વર્ષીય બાળકીના ફેફસાંમાં ઘૂસેલી સોયને કાઢવાનું ઓપરેશન સફળ થયું છે.
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Ashok Gehlot, Civil Hospital news, Jodhpur

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन