Home /News /national-international /લોકસભામાં ત્રણ તલાક બિલ પાસ, કોંગ્રેસે કર્યું વોકઆઉટ

લોકસભામાં ત્રણ તલાક બિલ પાસ, કોંગ્રેસે કર્યું વોકઆઉટ

બિલના સમર્થનમાં 245 અને વિરુદ્ધમાં 11 વોટ પડ્યા

બિલના સમર્થનમાં 245 અને વિરુદ્ધમાં 11 વોટ પડ્યા

  મુસ્લિમ સમાજના કેટલાક વર્ગો સાથે જોડાયેલા ત્રણ તલાકની પ્રથા પર રોક લગાવવાના ઉદ્દેશ્યથી લાવવામાં આવેલા બિલ પર ગુરુવારે લોકસભામાં ચર્ચા થઈ હતી. ચર્ચા બાદ વોટિંગ કરવામાં આવ્યું હતું. જેમાં લોકસભામાં ત્રણ તલાક બિલ પાસ થઈ ગયું છે. બિલના સમર્થનમાં 245 અને વિરુદ્ધમાં 11 વોટ પડ્યા હતા.  ત્રણ તલાક મુદ્દે લોકસભામાં વોટિંગ દરમિયાન ઔવેશીનો સંશોધન પ્રસ્તાવ નામંજૂર થયો હતો. બીજી તરફ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, ડીએમકેએ સહિત ઘણા વિપક્ષી દળોએ લોકસભામાંથી વોકઆઉટ કર્યું છે.

  ત્રણ તલાકને અપરાધ જાહેર કરનારા આ બિલને 17 સપ્ટેમ્બરે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. આ પ્રસ્તાવિત કાયદા હેઠળ એક વારમાં ત્રણ તલાક આપવો ગેરકાયદેસર અને અસમાન્ય હશે અને એવું કરનારાને ત્રણ વર્ષ સુધીની સજા થઈ શકે છે. લોકસભામાં થઈ રહેલી ચર્ચા દરમિયાન કોંગ્રેસે કહ્યું કે, મહિલાઓનું સશક્તિકરણ નહીં, પુરુષોને સજા આપવા માટે છે ટ્રિપલ તલાક બિલ. ચર્ચા દરમિયાન સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, સુપ્રીમના આદેશ બાદ 477 મહિલાઓ ત્રણ તલાકની શિકાર બની.

  સ્મૃતિ ઈરાનીએ કર્યો કોંગ્રેસ પર હુમલો
  સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, જ્યારે આમની પાસે તક હતી તો તેઓ મહિલાઓને હેરાન કરવામાં આવતી હતી તો આ લોકો તેમના પક્ષમાં કેમ ન ઊભા રહ્યા. 477 બહેનો એવી છે જે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ ત્રણ તલાકની શિકાર બની છે. જો કોઈ બહેનની સાથે આવું થાય તો અમારી જવાબદારી છે કે તેને ન્યાય અપાવીએ. આ દેશે તે સ્થિતિ પણ જોઈ જ્યારે એવું કહેવામાં આવ્યું કે જો દહેજ લીધું કે આપ્યું તો તેમાં સરકારનું શું કામ, પરંતુ તે ખતમ થઈ ગયું.

  કોંગ્રેસનો મીનાક્ષી લેખીનો જવાબ
  ભાજપ સાંસદ મીનાક્ષી લેખીએ કહ્યું કે, વિશ્વાસ હોવા છતાંય, મહિલાઓને સ્વાભાવિક રીતે કોઈ કારણ વગર તલાક નથી જોઈતા. મહિલાઓ પણ ખુશ વૈવાહિક જીવન જીવવા માંગ છે. ખ્રિસ્તી, હિન્દુ મહિલાઓની જેમ તે પણ પોતાનું વૈવાહિક જીવન બચાવવા માંગે છે. પુરુષોને પોતાની પત્નીને તલાક આપવા અને ત્યાગના સર્વોચ્ચ અધિકાર ન આપી શકાય. ત્રણ તલાકના સૌથી વધુ મામલા ઉત્તર પ્રદેશમાં સામે આવ્યા છે.

  Updates:
  - AIADMK સાંસદ અનવર રાજાએ કહ્યું કે ટ્રિપલ તલાક બિલ અમારા સમાજની વિરુદ્ધ છે, એટલા માટે અમારી પાર્ટી આ બિલનો વિરોધ કરશે.
  - સમાજવાદી પાર્ટીના સાંસદ ધમેન્દ્ર યાદવે ટ્રિપલ તલાક બિલમાં 3 વર્ષ દંડની જોગવાઈનો વિરોધ કર્યો, તેમણે સરકારને સજાની જોગવાઈ પરત લેવાની માંગ કરી.
  - મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું- મજબૂત ઈચ્છાશક્તિ દ્વારા તમામ મુશ્કેલીઓ ખતમ થઈ શકે છે.
  શિવસેનાના અરવિંદ સાવંતે કહ્યું કે, તેઓ ટ્રિપલ તલાકનું સમર્થન કરે છે. પરંતુ રામ મંદિર મુદ્દા ઉપર પણ સરકારને હિંમત બતાવવી જોઈએ. સાવંતે લોકસભામાં કલમ 370 હટાવવાની પણ માંગ કરી.

  આ પહેલાં બિલ રજૂ કરતી વખતે કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટ તરફથી ગેરકાયદેસર કરાર કરવા છતાંય ત્રણ તલાકની પ્રથા નથી રોકાઈ. એવામાં આ કાયદો મુસ્લિમ સમાજની મહિલાઓના સંરક્ષણ માટે જરૂરી બની જાય છે.

  આ પહેલા કોંગ્રેસે તેની પર સહમતિ વ્યક્ત કરી હતી. મૂળે, લોકસભામાં ગત સપ્તાહે જ્યારે મુસ્લિમ મહિલા વિવાહ અધિકારી સંરક્ષણ બિલ-2018 ચર્ચા માટે લાવવામાં આવ્યું હતું તો ગૃહમાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ ભલામણ કરી હતી કે તેની પર આવતા સપ્તાહે ચર્ચા કરાવવામાં આવે. તેની પર સંસદીય કાર્ય મંત્રી નરેન્દ્રસિંહ તોમરે વિપક્ષ પાસેથી આશ્વાસન માગ્યું હતું કે તે દિવસે કોઈ વિઘ્ન વગર ચર્ચા કરવામાં આવે.

  મોદી કેબિનેટે આ બિલમાં 9 ઓગસ્ટે ત્રણ સંશોધન કર્યા હતા, જેમાં જામીન આપવાનો અધિકાર મેજિસ્ટ્રેટની પાસે હશે અને કોર્ટની મંજૂરીથી સમજૂતીનું પ્રાવધાન પણ હશે.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Parliament, Triple talaq bill, કોંગ્રેસ, ભાજપ, લોકસભા

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन