મુંબઈ : દેશની આર્થિક રાજધાની મુંબઇમાં ઓટો ડ્રાઈવર દેશરાજ આ સમયે સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. ઉલ્લેખનીય છે કે, દેશરાજની એક પ્રોફાઇલ હ્યુમન્સ ઓફ બોમ્બે દ્વારા પ્રકાશિત કરવામાં આવી હતી, ત્યારબાદ તે પ્રખ્યાત થઈ ગયા છે. પરંતુ, જો તમે પણ દેશરાજની વાસ્તવિક કથા જાણશો, તો પછી તમે પણ વખાણ કર્યા વિના રહી શકશો નહીં. દેશરાજ તેના ઘરના એકમાત્ર કમાતા સભ્ય છે. તેના બંને પુત્રોનું અવસાન થયું છે. તે ઓટો ચલાવીને પત્ની, પુત્રવધૂ અને ચાર પૌત્ર-પૌત્રીનું ગુજરાન ચલાવે છે. એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, તેમણે પોતાનું ઘર તેની પૌત્રીના અભ્યાસ માટે વેચી દીધુ છે. તેની પૌત્રી શિક્ષક બનવા માંગે છે.
બંને દીકરાઓના મોત બાદ દેશરાજ ઘરનો હવાલો સંભાળી રહ્યો છે
છ વર્ષ પહેલાં, દેશરાજે અકસ્માતમાં મોટો પુત્ર ગુમાવ્યો હતો અને ત્યારબાદ તેની ડેડબોડી લગભગ એક અઠવાડિયા સુધી મળી ન હતી. આખા કુટુંબની જવાબદારી તેના ખભા પર પડી હોવાથી દેશરાજને શોક કરવાનો સમય પણ મળ્યો ન હતો. થોડા સમય પછી, તે કામ પર નીકળ્યા જેથી ઘરના ખર્ચનું સંચાલન થઈ શકે. જ્યારે તે પોતાના પરિવારની સંભાળ લેવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે તેના નાના પુત્રએ આત્મહત્યા કરી લીધી હતી. દેશરાજ કહે છે, 'જ્યારે હું રીક્ષા ચલાવી રહ્યો હતો ત્યારે મારી પર ફોન આવ્યો કે, તમારા પુત્રએ પ્લેટફોર્મ પર આત્મહત્યા કરી લીધી છે. મેં બે પુત્રોની ચીતાને આગ આપી છે, તેનાથી મોટું દુખ શું હોય એક બાપ માટે?'
એનડીટીવીને આપેલી મુલાકાતમાં દેશરાજે કહ્યું કે, ઘણી વખત એવું બન્યું કે, અમારી પાસે ખાવા માટે કંઈ જ ન હતું. પરિવારની આવી મુશ્કેલીઓ પછી દેશરાજને એક આશા જોવા મળી કે, તેની પૌત્રી ઇન્ટર પરીક્ષામાં 80 ટકા નંબર લાવી છે. તે ખૂબ જ ખુશ હતા. 12મા ધોરણમાં પાસ થયા પછી, જ્યારે દેશરાજની પૌત્રીએ વધુ અભ્યાસ માટે પૈસાની માંગ કરી તો, તેમણે પોતાનું ઘર વેચી દીધું. તેમની પૌત્રી બી.એડ. કરવા માંગે છે. દેશરાજે પરિવારને ગામ મોકલી દીધો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર