ચાર વર્ષના બાળકની માતા પ્રેમી સાથે કઢંગી હાલતમાં ઝડપાઈ, લોકોએ પ્રેમી યુગલને બનાવ્યું બંધક, પોલીસ પણ ના છોડાવી શકી

ચાર વર્ષના બાળકની માતા પ્રેમી સાથે કઢંગી હાલતમાં ઝડપાઈ, લોકોએ પ્રેમી યુગલને બનાવ્યું બંધક, પોલીસ પણ ના છોડાવી શકી
બંધક બાવાયેલા યુગલની તસવીર

પ્રેમી યુગલને ગામ લોકોની ચંગુલમાંથી છોડાવવા માટે વધારાની ફોર્સ મંગાવવાની યોજના બનાવી છે.

 • Share this:
  ઝારખંડઃ ઝારખંડના (jharkhand) પાકુડમાં આડા સંબંધના (love Affair) આરોપમાં ગામના લોકોએ યુવક-યુવતીને બંધક (man-woman Hostage) બનાવ્યા હતા. મહેશપુર થાના અંતર્ગત પરિયારદાહા ગામમાં 26 વર્ષીય પરિણીત આદિવાસી મહિલાને ગામના લોકોએ તેના પ્રેમી (BoyFriend) સાથે રંગેહાથે પકડી પાડી હતી. ત્યારબાદ પંચાયતના (Panchayat) તુગલકી ફરમાન સંભળાવીને તેમને ઝાડ સાથે બાંધી દીધા હતા.

  સાહેબગંજ, દુમકા, પાકુડ અને અન્ય સંથાલ પરગના જિલ્લામાં સતત આવી ઘટનાઓ થઈ રહી છે. જ્યાં ભીડ ઈન્સાફ કરવા ઉતરી આવે છે. આ દરમિયાન લોકો કાયદાને હાથમાં લેતા ડરતા નથી.  સ્થાનીક લોકોએ જણાવ્યું કે ગ્રામીણોએ ચાર વર્ષના બાળકની માતાને તેના પ્રેમી મસલેઉદ્દીન અંસારી સાથે આપત્તિજનક સ્થિતિમાં પકડી હતી. આરોપી પ્રેમી ત્રણ બાળકોનો પિતા છે. પડોશના બાલીદંગલ ગામનો રહેવાશી છે.

  આ પણ વાંચોઃ-શું તમે કેવડિયા ફરવા જવાનું વિચારી રહ્યા છો? તો અહીં જાણી લો આખા કેવડિયા ફરવાનો કેટલો થશે ખર્ચ

  ત્યારબાદ ગામના લોકોએ આ બંનેને એક ઝાડ સાથે બાંધી દીધા હતા. પ્રેમી યુગલને કોઈપણ રીતે ભાગી ના જાય તે માટે કેટલાક લોકો ઝાડ ઉપર ચડીને તેના ઉપર નજીર રાખવા લાગ્યા હતા. પ્રેમી યુગલને છોડાવવા માટે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જોકે, ગામ લોકોના ભારે વિરોધ બાદ પોલીસ પણ કંઈ ન કરી શકી.

  આ પણ વાંચોઃ-અનોખો ઉમેદવાર! નામ 'અર્થી બાબા', કામ છે ચૂંટણી લડવું, અત્યાર સુધી મળી છે 11 વખત હાર

  આ પણ વાંચોઃ-વિદેશી દારૂની બોટલો સાથે ઝડપાયેલા સુરતના ઉદ્યોગતપતિ દંપતીને કોર્ટે જેલ ભેગા કર્યા, કઢીવાલા કપલેએ કેવી કરી હતી દલીલ?

  સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલા વીડિયોમાં ચોખ્ખુ નજર આવે છે કે પોલીસ પણ ઘટના સ્થળે હાજર છે અને ગામ લોકોની ભારે સંખ્યાના કારણે તેઓ મજબૂર છે. લોકોની કેદમાંથી કપલને છોડવવાની તેમની કોશિશો ઉપર પાણી ફરી વળ્યું હતું.  આ ઘટના અંગે પાકુડના એસપી મણિલાલ મંડલે કહ્યું કે કોઈને પણ કાયદો હાથમાં લેવાની મંજૂરી નથી. અમે ઘટનાની તપાસ કરી રહ્યા છીએ. ખબર મળી ત્યાં સુધી પ્રેમી યુગલ ગ્રામીણો પાસે જ બંધ હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે પ્રેમી યુગલને ગામ લોકોની ચંગુલમાંથી છોડાવવા માટે વધારાની ફોર્સ મંગાવવાની યોજના બનાવી છે.
  Published by:ankit patel
  First published:October 30, 2020, 22:45 pm

  ટૉપ ન્યૂઝ