માવતર લજવાયુંઃ પૈસા માટે માતાએ સગિર પુત્રીના કરાવ્યા ત્રીજીવાર લગ્ન, રૂ.80,000માં કર્યો સોદો

News18 Gujarati
Updated: October 26, 2020, 4:41 PM IST
માવતર લજવાયુંઃ પૈસા માટે માતાએ સગિર પુત્રીના કરાવ્યા ત્રીજીવાર લગ્ન, રૂ.80,000માં કર્યો સોદો
પ્રતિકાત્મક તસવીર

આ પહેલા પણ તેની માતાએ સગિર પુત્રીના 2 વાર લગ્ન કરી ચૂક્યી હતી. પીડિતાના નિવેદનના આધારે પોલીસે તેની મા અને લગ્ન કરનાર બે યુવકો સહિત કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી.

  • Share this:
મંડલાઃ અત્યારના સમયમાં સંબંધોને શર્મસાર કરતા અનેક કિસ્સાઓ છાસવારે બનતા રહે છે ત્યારે આવો જ એક કિસ્સો મધ્ય પ્રદેશના (Madhya Pradesh) મંડલા (Mandala) જિલ્લામાં બન્યો છે જ્યાં પૈસા માટે માતાએ પોતાના સગિર પુત્રીના ત્રણવાર લગ્ન (Minor daughter marriage) કરાવ્યા હતા. આરોપી માતાએ ત્રીજી વખત સગિર પુત્રીના લગ્ન માત્ર 80,000 રૂપિયામાં કરાવ્યા હતા. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

પતિના ત્રાસ અને મારપીટથી ત્રાસીને સગિરાએ કરી ફરિયાદ
મળતી માહિતી પ્રમાણે જાણકારી ત્યારે થઈ જ્યારે દિલ્હીમાં પોતાના પતિના ત્રાસથી મારપીટથી તંગ આવીને સગિરાએ પોલીસમાં ફરિયાદ કરી હતી. દિલ્હી પોલીસે (delhi police) આ અંગે તપાસ કરી ઘટનાની જાણકારી મંડલા પોલીસ સ્ટેશનને આપી હતી. ત્યારબાદ આરોપીઓ વિરુદ્ધ વિભિન્ન ધારાઓમાં પોલીસ સ્ટેશનમાં 5 આરોપીઓની ધરપકડ કરી લીધી હતી.

સગિરાએ 100 નંબર ઉપર ફોન કરીને કરી જાણ
મંડલા જિલ્લામાં એક સગિરના લગ્નના તેની સગી માતાએ દિલ્હીના એક યુવક સાથે કરાવ્યા હતા. ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે સગિર બાળકીએ પોતાના પતિના ત્રાસના કારણે મારપીટથી (husband beaten wife) તંગ આવીને દિલ્હી પોલીસને 100 નંબર ઉપર ફોન કરીને જાણકારી આપી હતી.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ લગ્નના નવમાં જ દિવસે એન્જિનિયર યુવતીને ઉપડ્યો પેટમાં દુખાવો, હકિકત જાણીને પતિ ઉડી ગયા હોશમાહિતી મળતા જ દિલ્હી પોલીસ દ્વારા સગિર બાળકીને તેના પતિથી બચાવીને મંડલા પોલીસને જાણ કરી હતી. સગિર પીડિતા દ્વારા દિલ્હી પોલીસને આપવામાં આવેલી સૂચનાના આધાર ઉપર મંડલા પોલીસ સ્ટેશન આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે.

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! દાહોદઃ કલાકો પહેલા માતા બનેલી મહિલા બની નિઃસંતાન, રીક્ષા અકસ્માતમાં નવજાત સહિત ત્રણેય બાળકોના મોત

માતાએ 80,000 રૂપિયામાં દિલ્હીના યુવક સાથે કરાવ્યા લગ્ન
સગિર બાળકીમાં મંડલા પહોંચીને પોલીસને તેની સંપૂર્ણ જાણકારી આપી હતી. અને આવી ચોંકાવનારી વાત સામે આવી હતી. પીડિતાએ પોલીસને જણાવ્યું કે તેની માતાએ 80 હજાર રૂપિયા લઈને દિલ્હીમાં તેના લગ્ન કરાવી દીધા હતા.

આ પણ વાંચોઃ-બનાસકાંઠાઃ 'તારી મા મને છોડીને ચાલી ગઈ તો તું મારી પત્ની બની જા', 13 વર્ષની પુત્રીએ રડતા રડતા કહી દુષ્કર્મી બાપની હેવાનિયત

માતા સગિરાના પહેલા પણ બે વાર કરાવી ચૂકી છે લગ્ન
આ તેના ત્રીજા લગ્ન હતા. આ પહેલા પણ તેની માતાએ સગિર પુત્રીના 2 વાર લગ્ન કરી ચૂક્યી હતી. પીડિતાના નિવેદનના આધારે પોલીસે તેની મા અને લગ્ન કરનાર બે યુવકો સહિત કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી. સગિરા સાથે દિલ્હીમાં લગ્ન કરના આરોપી સહિત 2 અન્ય આરોપીઓની શોધખોળ ચાલું છે.દિલ્હી પોલીસની ફરિયાદના આધારે આરોપીઓ સામે ગુનો નોંધાયો
મંડલા પોલીસ અધિક્ષક દીપક કુમાર શુક્લાના જણાવ્યા પ્રમાણે સગિરાએ દિલ્હી પોલીસને ફરિયાદ કરી હતી કે તે સગિર છે અને તેની માતા અને અન્ય કેટલાક સભ્યોએ એક વ્યક્તિ પાસેથી પૈસા લઈને તેના લગ્ન કરાવ્યા છે. જે વ્યક્તિ સાથે તેના લગ્ન થયા હતા તે વ્યક્તિ તેની સાથે મારપીટ કરી રહ્યા છે. દિલ્હીમાં ફરિયાદ મળ્યા બાદ દિલ્હી પોલીસે જીરો એફઆઈઆર નોંધાવી છે. સગિરા સાથે એફઆઈઆર મંડલા પોલીસને પ્રાપ્ત થઈ છે. આના ઉપર પોલીસ સ્ટેશનમાં આઈપીએસની કલમ 366, 370 અને પોક્સો એક્ અંતર્ગત કાર્યવાહી કરી હતી.
Published by: ankit patel
First published: October 26, 2020, 4:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading