Home /News /national-international /Road Accidents in India: તમે ડ્રાઈવિંગ કરવાના શોખીન હોવ તો આ સમયમાં ગાડી ચલાવતી વખતે ખાસ સાચવજો

Road Accidents in India: તમે ડ્રાઈવિંગ કરવાના શોખીન હોવ તો આ સમયમાં ગાડી ચલાવતી વખતે ખાસ સાચવજો

ભારતમાં આ સમય દરમિયાન સૌથી વધુ રોડ અકસ્માતો થાય છે

Most Dangerous Time to be on Indian Roads: ભારતમાં થતા રોડ અકસ્માત દુનિયાભરમાં ચર્ચાનો વિષય રહ્યા છે. સાયરસ મિસ્ત્રી પછી રિષભ પંતનો તાજેતરમાં થયેલો અકસ્માત ચર્ચામાં. ભારતમાં અકસ્માતમાં બપોરના 3થી રાતના 9 દરમિયાનનો સમય સૌથી ભયાનક હોવાનું આ આંકડા દર્શાવે છે.

વધુ જુઓ ...
    ભારતમાં પાયાની સુવિધાઓમાં રોડ રસ્તાઓનું જે પ્રકારે ઝડપી કામ થઈ રહ્યું છે તેની સામે રસ્તા પર દોડતા વાહનોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. બીજી તરફ અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. જો તમે પણ લોંગ ડ્રાઈવ, ટ્રાવેલના શોખીન હોવ તો સરકારે જાહેર કરેલા આંકડા તમારી આંખો પહોળી કરી નાખશે. ભારત સરકારે દેશમાં થતા અકસ્માતના આંકડાઓ જાહેર કર્યા છે જેમાં જણાવ્યું છે કે બપોરના 3થી રાતના 9 વાગ્યા દરમિયાનનો સમય રોડ અકસ્માત માટે સૌથી ખતરનાક માનવામાં આવે છે.

    રાતના 12થી સવારના 6 વાગ્યાનો સમય છે તેને સુરક્ષિત માનવામાં આવે છે અને આ દરમિયાન ભારતના કુલ અકસ્માતમાંથી 10% અકસ્માત આ સમય દરમિયાન થાય છે. સત્તાવાર આંકડાનો News18 દ્વારા અભ્યાસ કરવામાં આવ્યો છે જેમાં આ તારણો સામે આવ્યા છે. મહિના પ્રમાણે અકસ્માતના આંકડા સામે આવ્યા છે જેમાં જાન્યુઆરી 2021માં સૌથી વધુ અકસ્માતો થયા છે.

    આ પણ વાંચોઃ લોકસભા પહેલા PM મોદીએ આ પરીક્ષાઓ પાર પાડવી પડશે

    Road Accident In India - 2021ના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેસ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા વાર્ષિક આંકડા પ્રમાણે વર્ષ 2021માં 4.12 લાખ માર્ગ અકસ્માત થયા છે અને જેમાંથી 1.58 લાખ અકસ્માત બપોરના 3થી રાતના 9 દરમિયાન નોંધાયા છે.

    સરકારે રજૂ કરેલા આંકડા પ્રમાણે સવારના 6 વાગ્યાથી રાતના 9 દરમિયાન વધુ અકસ્માતો થાય છે જેની ટકાવારી 21% છે. આજ પ્રકારની પેટર્ન પાછલા 5 વર્ષમાં જોવા મળી છે. જ્યારે બીજા નંબર પર બપોરના 3 વાગ્યાથી સાંજના 6 દરમિયાન થાય છે જેની ટકાવારી 18% છે. વર્ષ 2021 થયેલા 4,996 અકસ્માત એવા છે કે જેનો ચોક્કસ સમય જાણી શકાયો નથી.

    " isDesktop="true" id="1312200" >
    તાજેતરમાં પાછલા વર્ષના અંતમાં ભારતીય ક્રિકેટર રિષભ પંતનો દિલ્હી દેહરાદુન હાઈવે પર અકસ્માત થયો હતો જે હાલ દેશમાં અકસ્માતના મામલે સૌથી મોટો ચર્ચાનો વિષય છે. જેમાં રિષભ પંતને ગંભીર ઈજાઓ થઈ છે અને તેની સારવાર ચાલી રહી છે. આ પહેલા સાયરસ મિસ્ત્રીનું અમદાવાદ-મુંબઈ હાઈવે પર અકસ્માત થયો હતો જેમાં તેમનો જીવ ગયો હતો. ભારતમાં રોડ અકસ્માતોને અટકાવવા માટે ઘણાં પ્રયાસો કરવામાં આવે છે જોકે, સૌથી વધુ અકસ્માતો થવા પાછળનું કારણ ઓવર સ્પીડ અને ખરાબ રસ્તાઓ તથા વાહન ચાલકોની બેજવાબદારી સૌથી વધુ જવાબદાર સાબિત થાય છે.
    Published by:Tejas Jingar
    First published:

    Tags: Accident News, Accidents, Rishabh pant, Road Accidents

    विज्ञापन
    विज्ञापन