‘Drone Rules 2021’નો ડ્રાફ્ટ તૈયાર, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જનતા પાસેથી માંગ્યા સૂચનો

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે Drone Rules 2021 માટે 5 ઓગસ્ટ સુધી સામાન્ય જનતાને સૂચન આપવા માટે કહ્યું છે

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે Drone Rules 2021 માટે 5 ઓગસ્ટ સુધી સામાન્ય જનતાને સૂચન આપવા માટે કહ્યું છે

  • Share this:
    નવી દિલ્હી. નાગરિક ઉડ્ડયન મંત્રાલય (Ministry of Civil Aviation) તરફથી ડ્રોન રૂલ્સ 2021 (Drone Rules, 2021) નો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે, જેના માટે દેશના નાગરિકો પાસેથી સૂચનો માંગવામાં આવ્યા છે. નાગરિકોએ 5 ઓગસ્ટ સુધીમાં પોતાના સૂચનો નાગરિક ઉડ્ડયન મંત્રાલયને મોકલી આપવા માટે કહેવામાં આવ્યું છે. નોંધનીય છે કે, હાલમાં જે ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે જો તે લાગુ કરવામાં આવે છે તો ડ્રોનનો ઉપયોગ કરવા માટે 25 ફોર્મ ભરવા કે વધુ મંજૂરી લેવાની આવશ્યક્તા નહીં રહે. ડ્રોનની નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરી તેના ચાર્જમાં પણ ઘણો કાપ મૂકવામાં આવશે.

    આ ઉપરાંત બિન-વ્યવસાયિક ઉપયોગ અને મંજૂરી માટે ઉપયોગ કરવામાં આવી રહેલા નાના ડ્રોન (બે કિલોગ્રામ વજન સુધીના) માટે કોલ પણ રજિસ્ટ્રેશન કે લાઇસન્સ ઇશ્યૂ કરતાં પહેલા કોઈ પાયલટ લાઇસન્સધારકની આવશ્યક્તા નહીં રહે. સાથોસાથ ભારતમાં રજિસ્ટર્ડ વિદેશી માલિકીની કંપનીઓ દ્વારા સંચાલિત ડ્રોન સંચાલન પર કોઈ પ્રતિબંધ નહીં રહે. નવા નિયમો હેઠળ મહત્તમ દંડની જોગવાઈ એક લાખ રૂપિયા હશે. જોકે, આ દંડ બીજા કાયદાને તોડવા પર લાગુ નહીં થાય.

    આ પણ વાંચો, Amazon સાથે રોજ 4 કલાક કામ કરો અને મહિને 60 હજાર રૂપિયાની કમાણી કરો

    આ માર્ચ મહિનામાં માનવરહિત પ્લેન પ્રણાલી નિયમ (UAS નિયમ), 2021 લાગુ થયા બાદથી ડ્રોનના ઉપયોગ કરવાની ઘણી મુશ્કેલી થઈ ગઈ હતી. તેના માટે ઘણી લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હતું. આ જ કારણ છે કે નાગરિક ઉડ્ડયન મંત્રાલય આ ડ્રાફ્ટમાં અનેક પ્રકારના પ્રસ્તાવ લઈને આવ્યું છે. આ નવા ડ્રાફ્ટનું નામ ‘ડ્રોન રૂલ્સ 2021’ છે. આ ડ્રાફ્ટ ડ્રોન નિયમને સરળ અને સંતુલિત બનાવે છે, જેથી લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. પ્રસ્તાવિત નિયમ 300 કિલોગ્રામને બદલે 500 કિલોગ્રામ વજનવાળા ડ્રોનને કવર કરશે અને ડ્રોન ટેક્સીઓને પણ કવર કરશે. તેની સાથે જ ડ્રોન કોરિડોર કાર્ગો ડિલીવરી માટે વિકસિત કરવામાં આવશે.

    આ પણ વાંચો, માત્ર એક દિવસ બચ્યો છે ફટાફટ ખરીદી લો સસ્તું સોનું! મોદી સરકાર આપી રહી છે તક, ચેક કરો ડિટેલ


    નાગરિક ઉડ્ડયન મંત્રાલયે Drone Rules 2021 માટે 5 ઓગસ્ટ સુધી સામાન્ય જનતાને સૂચન આપવા માટે કહ્યું છે. સામાન્ય જનતાએ આપેલા સૂચનો બાદ જ નિયમને અંતિમ રૂપ આપવામાં આવશે. નોંધનીય છે કે, ડ્રોન રૂલ્સ 2021 ખૂબ જલ્દી UAS નિયમ 2021નું સ્થાન લઈ લેશે.
    Published by:Mrunal Bhojak
    First published: