‘ટાઇમ’ મેેગેઝીને મોદીને ભાગલાવાદી કહ્યા પણ દેશની જનતાએ...

News18 Gujarati
Updated: May 23, 2019, 5:24 PM IST
‘ટાઇમ’ મેેગેઝીને મોદીને ભાગલાવાદી કહ્યા પણ દેશની જનતાએ...
નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)

48 ટકા જેટલા મતો ભાજપને મળ્યા છે. આનો મતલબ એવો થયો કે, દર બીજા વ્યક્તિએ મોદીને મત આપ્યો છે.

  • Share this:
ભારતમાં લોકસભાની ચૂંટણી દરમિયાન ટાઇણ મેગેઝિને ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભાગલાવાદી નેતા તરીકે ચિતર્યા હતા પણ જ્યારે વિશ્વની સૌથી મોટી લોકશાહીનાં પરિણામો આવ્યા ત્યારે મોદી વિજયી બન્યા અને આઝાદી પછી ભારતમાં જ્ઞાતિ, ધર્મ, જાતિમાં વહેંચાયેલા મતદારોને એક લેવલ પર લાવી દીધા.

આજે જે મતગણતરી થઇને તેના પ્રાથમિક ડેટા પરથી એમ જણાય છે કે, 48 ટકા જેટલા મતો ભાજપને મળ્યા છે. આનો મતલબ એવો થયો કે, દર બીજા વ્યક્તિએ મોદીને મત આપ્યો છે.

ભાજપને પૂર્ણ બહુમતિ મળી તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અથાક મહેનત અને તેમના વ્યક્તિત્વનો કરિશ્મા જવાબદાર છે. જ્યારે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સને 2014માં મળી હતી તેના કરતા પણ વધારે બેઠકો મળશે. 2014માં એનડીએને 332 બેઠકો મળી હતી પણ આ વખતે આ આકંડો વધશે. ગુરુવારે સાંજ સુધીમાં 349 બેઠકો પર એનડીએ આગળ છે.

લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે હાઇ-પીચ પ્રચાર કર્યો પણ તે મતદારોને આકર્ષવામાં નિષ્ફળ નિવડ્યો. મતગણતરીનો હાલનો જે ટ્રેન્ડ છે એ પ્રમાણે પરિણામો આવશે તો કોંગ્રેસ લોકસભામાં વિરોધપક્ષાનાં નેતા માટે પણ દાવો કરી શકશે નહીં. કોંગ્રેસને 51 બેઠકો મળે તેવી શક્યતા છે. કોંગ્રેસનાં રાષ્ટ્રિય અધ્યક્ષ રાહુલ ગાંધીની તેમના ગઢ ગણતા અમેઠીમાં જ હાર મળે તેવી શક્યતા છે.

કોંગ્રસેને જે બેઠકો મળી છે તેમાં અડધો અડધ બેઠકો પંજાબ અને કેરળમાંથી મળે છે. સમાજવાદી પાર્ટી અને બહજુન સમાજ પાર્ટીએ ઉત્તરપ્રદેશમાં ભાજપને ટક્કર આપવાનો પ્રયાય કર્યો પણ તે કાંઇ ઉકાળી શક્યા નહીં. ઉત્તર પ્રદેશમાં ભાજપને જે થોડી બઠકોનું નુકશાન થયુ તે બેઠકો અન્ય રાજ્યોમાં જીતીને સરભર કરી દેશે.

આંધ્રપ્રદેશમાં ચન્દ્રબાબુ નાયડુનાં સુપડાં સાફ થઇ ગયા છે. જગનમોહન રેડ્ડીએ વિધાનસભા અને લોકસભા એમ બંનેમાં ચન્દ્રબાબુ નાયડુનાં પક્ષને હરાવ્યા.ઉત્તર પ્રદેશમાં ભાજપે તમામ જ્ઞાતિનાં સમૂહોને તેના તરફ આકર્ષ્યા. યાદવ, મુસ્લિમ, દલિત સિવાયનાં મતોને પોતાના તરફ ખેંચવામાં ભાજપ સફળ રહ્યો.
બિહારમાં ભાજપે નિતીશ કુમાર સાથે ગઠબંધન કર્યુ અને તેના સારા પરિણામો મળ્યા. નિતીશ કુમારનો 15 ટકાથી વધુ અન્ય પછાત વર્ગો પર હોલ્ટ છે.

ઝારખંડમાં ભાજપે એક બેઠક ઓલ ઇન્ડિયા ઝારખંડ સ્ટુડન્ટેસ યુનિયનને આપી અને ઉચ્ચ જ્ઞાતિનાં અને અન્ય પછાત વર્ગોનાં મતો મેળવવામાં સફળતા મળી.

ભાજપે નવા ચહેરાઓને પણ મેદાનમાં ઉતાર્યા અને તે તમામ લોકો જીત્યા. બીજી તરફ, અન્ય પક્ષોએ વંશવાદને આગળ કરતા પરિવારનાં સભ્યોને મેદાનમાં ઉતાર્યા અને તેઓ હાર્યા. નરેન્દ્ર મોદી લહેરમાં સમગ્ર દેશ તણાયો અને વિશ્વભરમાં નેતાઓએ તેમના પર અભિનંદન વર્ષા કરી.
First published: May 23, 2019, 5:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading