દુલ્હનની જેમ સજી પ્રેમિકાને મળવા ગયો પ્રેમી, અવાજ પણ બદલ્યો છતાં પકડાયો, પછી શું થયું જુઓ જોરદાર vide

પકડાયેલો યુવક

કોઈએ પાછળથી તેના માથા ઉપર હાથ રાખ્યો તો તેના નકલી બાલ નીકળી ગયા હતા. પકડાઈ ગયા બાદ યુવક મહિલાની અવાજ કાઢીને લોકોને ભ્રમિત કરવામાં નિષ્ફળ પ્રયાર કરતો રહ્યો હતો.

  • Share this:
    દિનેશ પટેલ, ભદોહીઃ ભદોહી જનપદમાં એક અજીબોગરી (OMG story) મામલો સામે આવ્યો હતો. જ્યાં એક યુવક મહિલાના વેષમાં (man in saree) ઘરમાં ઘૂસી ગયો હતો. યુવકે મહિલાઓની જેમ શ્રૃંગાર સજ્યો હતો. તેણે નકલી બાલ પણ લગાવ્યા હતા. ઘરમાં મહિલાઓ વચ્ચે બેશી ગયો હતો. પરંતુ ઘરના લોકોને શક થતાં તેને પકડ્યો હતો.

    ત્યાં હાજર લોકો પોલીસને જાણ કરે તે પહેલા જ લોકોને ચકમો આપીને બાઈક સવારો સાથે યુવક ભાગી ગયો હતો. આ આખો મામલો ગોપીગંજ પોલીસ સ્ટેશન કશબાનો છે. અહીં એક થોડા દિવસ પહેલા લગ્ન સમારોહ સંપન્ન થયો હતો.

    આ ઘરમાં અનેક મહિલાઓ હાજર હતી. આ મહિલાઓ વચ્ચે જઈને આ યુવકે વેષ બદલીને બેશી ગયો હતો. જ્યારે ઘરના લોકો આ નકલી મહિલાને ન ઓળખી શકી તો લોકોને તેના ઉપર શક થયો હતો.

    આ પણ વાંચોઃ-અમદાવાદઃ પૂર્વ વિસ્તારનો કુખ્યાત બુટલેગર બંસી ઝડપાયો, 11 મોંઘીદાટ ગાડીઓ જપ્ત, બૂટલેગર કેવી રીતે બન્યો બંસી બિલ્ડર?

    આ પણ વાંચોઃ-પતિ વિચારતા કે પત્ની દિવસ-રાત મહેનત કરી આપે છે સાથ, ઘરે આવેલી પોલીસે હકીકત કહી તો પગ નીચેથી જમીન સરકી ગઈ

    કોઈએ પાછળથી તેના માથા ઉપર હાથ રાખ્યો તો તેના નકલી બાલ નીકળી ગયા હતા. ત્યારબાદ આશરે અડધો કલાક સુધી હંગામો થતો રહ્યો હતો. પકડાઈ ગયા બાદ યુવક મહિલાની અવાજ કાઢીને લોકોને ભ્રમિત કરવામાં નિષ્ફળ પ્રયાર કરતો રહ્યો હતો.

    આ પણ વાંચોઃ-અમદાવાદની શરમજનક ઘટના! વાસણામાં યુવક પરિણીતાના ઘરમાં ઘૂસ્યો, ચડ્ડો કાઢી કહ્યું "ભાભી અહીં આવો...બાથમાં લઈ.."

    આ પણ વાંચોઃ-સેક્સ રેકેટ ઉપર પોલીસ ત્રાટકી, કઢંગી હાલતમાં ઝડપાયા યુવક-યુવતીઓ, વોટ્સએપ પર ચાલતું હતું રેકેટ

    સ્થાનિક લોકો પોલીસને જાણ કરવા જાય ત્યારે જ બાઈક ઉપર બે યુવકો આવ્યા હતા. અને તે દોડીને બાઈક ઉપર બેસીને ભાગી ગોય હતો. યુવકનું આવી રીતે મહિલાના વેષમાં ઘરમાં ઘૂસવાની ઘટના આખા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ત્યારે જાણવા મળ્યું હતું કે યુવક આવી રીતે વેષ બદલીને કેમ આવ્યો હતો. માનવામાં આવે છે કે યુવક તેની પ્રેમીકાને મળવા માટે વેષ પલટો કરીને પહોંચ્યો હતો.



    યુવકનો આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં લોકો યુવકને તેનો ઘૂંગટ હટાવવા અને ઓળખ બતાવવા માટે કહી રહ્યા છે. પરંતુ હાજર લોકોએ તેનો ઘૂંઘટ બળજબરીથી હટાવી દીધો હતો. યુવક લોકોને આજીજી કરતો રહ્યો કે તેને જવા દો.
    Published by:ankit patel
    First published: