મુંબઈઃ મુંબઈમાં (Mumbai) એક 19 વર્ષીય યુવતી પોાતના બોયફ્રેન્ડ (BoyFriend) પાસે નવા વર્ષની ઉજવણી (New Year celebration) કરવા માટે પહોંચી હતી પરંતુ તેનો બોયફ્રેન્ડ એક બીજી યુવતી સાથે જોવા મળ્યો હતો. નવા વર્ષના સ્વાગતમાં આઠમા માળે ડીજે વાગતું હતું અને ત્રણે વચ્ચો ઝઘડો ચાલતો હતો. બાદમાં યુવતીની લાશ રહસ્યમય હાલતમાં મળી આવી હતી. જ્યારે આ હત્યાનો (girl murder) ભેદ ખુલ્યો તો ચોંકાવનારી વિગતો સામે આવી હતી.
મળતી માહિતી પ્રમાણે મુંબઈના ખાર વિસ્તારમાં 31 ડિસેમ્બર રાત્ર એક 19 વર્ષીય યુવતીની લાશ શંકાસ્પદ હાલતમા મળી હતી. આ મામલે પોલીસે બે લોકોની ધરપકડ કરીને પૂછપરછ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી.
કોરોના મહામારીના પગલે જહાન્વી કુકરેજા અને તેના કેટલાક મિત્રો નવા વર્ષ આવવાની ખુશીના અવસર પર ભગવતી હાઈટ્સના છત ઉપર પાર્ટી રાખી હતી. એ રાત્રે પાર્ટી ખત્મ થયા બાદ જાન્હવી પોતાના 22 વર્ષીય બોયફ્રેન્ડ શ્રી જોગધનકર અને તેની સાથે આવેલી 19 વર્ષીય યુવતી દિવ્યા પેડનકર સાથે ઝઘડો થયો હતો.
આ પણ વાંચોઃ-
ઝઘડા બાદ ગુસ્સામાં જહાન્વી છતની નીચે ઉતરવા લાગી હતી. આ દરમિયાન તેના મિત્રો પણ જાન્હવી સાથે નીચે ઉતરવા લાગ્યા હતા. આ દરમિયાન ઝઘડો વધી ગયો હતો.
તેનો બાયફ્રેન્ડ શ્રી જોગધનકર જાન્હવીને બાલથી પકડીને સીડીઓમાં નીચે ઘસેડવા લાગ્યો હતો. પોલીસને સીડીઓ ઉપર લોહીના નિશાન મળ્યા હતા. અને સીસીટીવીમાં પણ આ ઘટના જોવા મળી હતી.
પોલીસે પહેલા બેનેની અટકાયત કરી હતી. ત્યરાબાદ પૂછપરછ દરમિયાન હત્યાનો ભેદ ખૂલતા બોયફ્રેન્ડ અને તેની સાથે રહેલી યુવતીની હત્યાના આરોપમાં ધરપકડ કરી હતી.