The Kashmir Files Controversy: ઇઝરાયેલના ભારતના કોન્સલ જનરલ કોબી શોશાનીએ મંગળવારે ફિલ્મ નિર્માતા નાદવ લેપિડની 'ધ કાશ્મીર ફાઇલ્સ' પરની ટિપ્પણીઓથી પોતાને અને દેશને દૂર રાખતા કહ્યું કે ફિલ્મ પરની ચર્ચા ભારત અને ઇઝરાયેલ વચ્ચેના સંબંધોને મજબૂત કરશે.
મુંબઈ: ઇઝરાયેલના ભારતના કોન્સ્યુલ જનરલ કોબી શોશાનીએ મંગળવારે ફિલ્મ નિર્માતા નાદવ લેપિડની ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ પરની ટિપ્પણીઓથી પોતે દૂર રહ્યા હતા અને દેશને પણ દૂર રાખ્યો હતો. તેમણે કહ્યુ હતુ કે, ફિલ્મ પરની ચર્ચા ભારત અને ઇઝરાયેલ વચ્ચેના સંબંધોને મજબૂત કરશે. અહીં એક પ્રેસ કોન્ફરન્સમાં અભિનેતા અનુપમ ખેર સાથે સ્ટેજ શેર કરતા શોશાનીએ કહ્યું હતું કે 'ધ કાશ્મીર ફાઇલ્સ' પ્રચાર નથી, પરંતુ એક 'શક્તિશાળી ફિલ્મ' છે. જે કાશ્મીરી લોકોની વેદના દર્શાવે છે. અનુપમ ખેરે તેમની સાથે હામી ભરી અને કહ્યુ કે, ફિલ્મ અંગે લેપિડની ટિપ્પણીઓ પરના વિવાદે ભારત અને ઈઝરાયેલને નજીક લાવ્યા હતા.
તેમણે કહ્યુ કે, 'જ્યારે કોઈ કેટલીક બાબતોનો વિરોધ કરે છે, ત્યારે તમને ખબર પડે છે કે બંને દેશ કેટલા સાથે છે. કોન્સલ જનરલનું અહીં આવવું એ સાબિત કરે છે કે આ સંબંધ છે અને તે પીડાનો સંબંધ છે. કારણ કે બંને દેશોએ હિજરત અને નરસંહારનો સામનો કર્યો છે, જે સત્ય છે.’ શોશનીના કહ્યા પ્રમાણે, અનુપમ ખેર કાશ્મીરી પંડિત સમુદાય માટે કાશ્મીરમાં જે બન્યું તેનું પ્રતિનિધિત્વ કરે છે.
‘લેપિડની ટિપ્પણીઓ સાથે ઇઝરાયલ સરકારને લેવાદેવા નથી’
તેમણે પત્રકારોને કહ્યુ હતુ કે, 'સવારે સૌથી પહેલા મેં મારા મિત્ર અનુપમ ખેરની માફી માગવા માટે તેમને ફોન કર્યો હતો. મેં એવા ભાષણ માટે માફી માંગી હતી કે જે કોઈનો અંગત અભિપ્રાય છે. લેપિડની ટિપ્પણીને સત્તાવાર અને બિનસત્તાવાર રીતે ઇઝરાયલ સરકાર સાથે કોઈ લેવાદેવા નથી.’ જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું આ વિવાદ ભારત-ઈઝરાયલ સંબંધોને અસર કરશે તો રાજદ્વારીએ કહ્યું કે, ‘તેનાથી સંબંધો વધુ મજબૂત થશે.’
Thank you dearest @KobbiShoshani, Counsel General of #Israel in Mumbai for visiting my school @actorprepares. Our friendship is too strong to get affected by an individual’s vulgar remark at @iffi. But I really appreciate your gesture, generosity and kindness. 🙏🇮🇳🇮🇱 pic.twitter.com/UI7ecm59FN
તેમણે કહ્યુ હતુ કે, 'તે એક નુકસાન હતું, આપણે ખરેખર તેને સ્વીકારવાની જરૂર છે. રાજદૂતે આજે સવારે સ્પષ્ટતા કરી અને મેં પણ સ્પષ્ટતા કરી હતી. સારું થયું, તેનાથી કાશ્મીરી પંડિતોનો પ્રશ્ન ઉઠ્યો. હું ભારતમાં મારા મિત્રોને મારો ટેકો આપવા માટે આવ્યો છું. ભારત અને ઈઝરાયલ સંપૂર્ણ લોકશાહી છે. બંને દેશોમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા મહત્વપૂર્ણ છે.’
કાશ્મીર ફાઇલ્સને દુષ્પ્રચાર કરનારી ફિલ્મ ગણાવી
તેમણે સોમવારે સાંજે ટ્વિટર પર એક પોસ્ટમાં કહ્યુ હતુ કે, ‘આ ફિલ્મને લઈને તેનો લેપિડ કરતાં અલગ અભિપ્રાય છે.’ ઉલ્લેખનીય છે કે, ગોવામાં 53મા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI)ના જ્યુરી ચીફ અને ઈઝરાયેલના ફિલ્મ નિર્માતા નાદવ લેપિડે સોમવારે હિન્દી ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ’ને 'દુષ્પ્રચાર કરનારી' અને 'ખરાબ' ફિલ્મ ગણાવી હતી.
Published by:Vivek Chudasma
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર