Home /News /national-international /સલમાન ખાનને સળીયા પાછળ નાખનારા આ જજ છે કોણ જાણો તમે પણ!

સલમાન ખાનને સળીયા પાછળ નાખનારા આ જજ છે કોણ જાણો તમે પણ!

દેવકુમાર ખત્રીએ રાજસ્થાનનાં ફાલોદી જિલ્લાનાં રહેવાસી છએ. અને સેપ્ટેમ્બર 2017થી તે કાળિયારનો શિકાર મામલે સુનાવણી કરી રહ્યાં હતાં

દેવકુમાર ખત્રીએ રાજસ્થાનનાં ફાલોદી જિલ્લાનાં રહેવાસી છએ. અને સેપ્ટેમ્બર 2017થી તે કાળિયારનો શિકાર મામલે સુનાવણી કરી રહ્યાં હતાં

    જોધપુર: 'હમ સાથ સાથ હૈ'ની શૂટિંગ દરમિયાન 1998માં બે કાળિયારનો શિકાર કરવા મામલે સલમાન ખાનને દોષિત જાહેર કરવામાં આવ્યો છે. સલમાનને પાંચ વર્ષની સજા સંભળાવનારા જજ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દેવ કુમાર ખત્રી છે.

    દેવકુમાર ખત્રીએ રાજસ્થાનનાં ફાલોદી જિલ્લાનાં રહેવાસી છએ. અને સેપ્ટેમ્બર 2017થી તે કાળિયારનો શિકાર મામલે સુનાવણી કરી રહ્યાં હતાં. દેવકુમાર ખત્રીની સામે બચાવ પક્ષની તરફથી ડિસેમ્બર 2017માં અંતિમ બહસ થઇ હતી,

    માનવામાં આવે છે કે દેવકુમાર ખત્રીનું ટૂંક સમયમાં જ પ્રમોશન થવાનું છે. જોધપુર જિલ્લા ન્યાયાલયમાં મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ ન્યાયાધીશ ખત્રી હવે ડીજે બનવા જઇ રહ્યાં છે. ખરેખરમાં જસ્ટિસ દેવકુમાર ખત્રીનું આ પ્રમોશન થોડા સમય પહેલાં જ થવાનું હતું. સૂત્રોની માનીયે તો થોડા સમય પહેલાં જ તૈયાર થયેલી પ્રમોશનની લિસ્ટમાં પણ થેમનું નામ હોવાની વાતો હતી.

    જો જસ્ટિસ દેવકુમાર ખત્રી પહેલાં જ પ્રમોટ થનારા ડીજે બની જાત તો આ કેસની સુનાવણી અન્ય કોઇ ન્યાયાધીશ કરતાં હોત. આપને જણાવી દઇએ કે, જસ્ટિસ દેવકુમારે નિર્ણય સંભળાવતાની સાથે જ તેમણે કહ્યું હતું કે, સલમાન ખાનનો જુનો રેકોર્ડ ખુબજ ખરાબ છે તેને સજા અવશ્ય થવી જોઇએ. હિટ એન્ડ રન કેસમાં પણ કોર્ટે તેને પાંચ વર્ષી સજા ફટકારી હતી.

    કાળિયાર હિરણ શિકાર મામલે સજાની જોગવાઇ 6 વર્ષની છે. જેમાં બેલ નહીં કરવામાં આવે. કાયદાકીય પ્રક્રિયાનો યોગ્ય રીતે પાલન થવું જોઇએ. સલમાનનાં વકીલે કોર્ટને કહ્યું કે, તે બિઇંગ હ્યુમન ચલાવે છે અને તેમને ઓછામાં ઓછી સજા થવી જોઇએ.

    જસ્ટિસ દેવ કુમાર ખત્રીનાં શોખની વાત કરીએ તો તેમને પણ સલમાન ખાનની જેમ બ્લેક એવિએટર ચશમા પહેરવા પસંદ છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Judge, સલમાન ખાન

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन