નાસાનું (NASA) ટેલિસ્કોપ જેમ્સ વેબ (The James Webb ) આખરે સફળતાપૂર્વક લોંચ થઇ ગયુ છે. દક્ષિણ અમેરિકામાં આવેલા ફ્રેન્ચ ગુએના સ્પેસ સ્ટેશનમાંથી એરિયન રોકેટની મદદથી ટેલિસ્કોપ લોંચ થયું હતું. આ મિશન પાછળ 10 અબજ ડોલરનો ખર્ચ થયો છે. જેમ્સ વેબ ટેલિસ્કોપ અંતરિક્ષમાં ઉપગ્રહોની ભ્રમણકક્ષા કરતાં પણ દૂર સેટ થશે. નોંધનીય છે કે, નાસાએ દાયકાઓ પહેલાં આ ટેલિસ્કોપનો પ્રોજેક્ટ હાથ ધર્યો હતો. સૌથી પહેલાં 1996માં તેની જાહેરાત થઈ હતી.
અનેકવાર જેમ્સ વેબ ટેલિસ્કોપ મિશનનું લોન્ચિંગ રદ થયા બાદ આખરે નાસાએ યુરોપીયન સ્પેસ એજન્સીની મદદથી ટેલિસ્કોપ સફળતાપૂર્વક લોંચ કર્યું છે. હબલ સ્પેસ ટેલિસ્કોપ નિષ્ક્રિય થાય એવી શક્યતા છે. તે પહેલાં નાસાનું આ સૌથી વિશાળ, સૌથી શક્તિશાળી ટેલિસ્કોપ અંતરિક્ષમાં ગોઠવાઈ જશે.
લોન્ચ સમયનો વીડિયો કર્યો જાહેર
નાસાએ ટ્વિટરમાં ટેલિસ્કોપના લોન્ચિંગનો વીડિયો રીલિઝ કર્યો છે. આ વીડિયો વીડિયો કરોડો લોકોએ જોયો હતો. નાસાએ મિશન લોંચ થયાની જાહેરાત કરતા લખ્યું હતું કે, અમે ટેલિસ્કોપ લોંચ કરી દીધું. આ મિશન પછી આપણી અંતરિક્ષને સમજવાની દૃષ્ટિ બદલાઈ જશે. લાંબાં ઈન્તઝારનો અંત આવ્યો. આ મિશનની પ્રક્રિયા ખૂબ જ રોમાંચક રહી હતી.
આ પણ વાંચો - MiG 21 crashes : જેસલમેરમાં સેનાનું મિગ-21 વિમાન ક્રેશ, DNP એરિયામાં થઇ ઘટના, પાયલટનું મોત
હબલની સરખામણીએ આ 100 ગણું વધારે શક્તિશાળી
આ પહેલા જે કામ હબલ સ્પેસ ટેલિસ્કોપ કરતું હતું એ જ કામ આ ટેલિસ્કોપ કરશે. આ ટેલિસ્કોપ વધારે શક્તિશાળી અને વધારે આધુનિક હોવાથી એલિયન્સથી લઈને ડાર્ક મેટર સુધીના સવાલોના જવાબ મળી રહે તેવી શક્યતાઓ છે. હબલ ટેલિસ્કોપ હવે નિવૃત્ત થવાની તૈયારીમાં હોવાથી નાસા નવા ટેલિસ્કોપને અંતરિક્ષમાં સેટ કરશે. હબલની સરખામણીએ આ ટેલિસ્કોપ 100 ગણું વધારે શક્તિશાળી છે.
At 7:20am ET (12:20 UTC), the beginning of a new, exciting decade of science climbed to the sky. Webb’s mission to #UnfoldTheUniverse will change our understanding of space as we know it. pic.twitter.com/Al8Wi5c0K6
નાસાના જણાવ્યા પ્રમાણે, જેમ્સ વેબ આગામી છ જ મહિનામા બ્રહ્માંડનો ખૂણે ખૂણે તપાસી લેશે. એક સમયે આ ટેલિસ્કોપની નજર આપણી ગેલેક્સીના 39 ટકા જેટલા હિસ્સા પર રહેશે. નોંધનીય છે કે, આ મિશન પાછળ 10 અબજ ડોલરનો ખર્ચ થયો છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર