Home /News /national-international /'જ્યાં સુધી ન્યાયાધીશોની નિમણૂકની પદ્ધતિમાં ફેરફાર નહીં થાય, ત્યાં સુધી...': કાયદા મંત્રી રિજિજુ
'જ્યાં સુધી ન્યાયાધીશોની નિમણૂકની પદ્ધતિમાં ફેરફાર નહીં થાય, ત્યાં સુધી...': કાયદા મંત્રી રિજિજુ
'જ્યાં સુધી ન્યાયાધીશોની નિમણૂકની પદ્ધતિમાં ફેરફાર નહીં થાય, ત્યાં સુધી...'
સંસદના શિયાળુ સત્રમાં (Parliament Winter Session) કાયદા પ્રધાન કિરેન રિજિજુએ (Kiren Rijiju) કહ્યું કે, ન્યાયાધીશોની નિમણૂકમાં કેન્દ્ર સરકારની ભૂમિકા મર્યાદિત છે. તે ફક્ત કોલેજિયમ દ્વારા ભલામણ કરાયેલા નામોની ભલામણ કરી શકે છે.
નવી દિલ્હી: કેન્દ્રીય કાયદા પ્રધાન કિરેન રિજિજુએ (Kiren Rijiju) ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે, જ્યાં સુધી ન્યાયાધીશોની નિમણૂકની પદ્ધતિમાં ફેરફાર નહીં થાય ત્યાં સુધી આ મુદ્દો ઊભો થતો રહેશે. તેમણે આ નિવેદન રાજ્યસભામાં કોર્ટમાં પેન્ડિંગ કેસ સાથે જોડાયેલા સવાલ પર આપ્યું હતું. સંસદના શિયાળુ સત્રમાં (Parliament Winter Session) કાયદા મંત્રીએ કહ્યું કે, કેન્દ્ર સરકાર પાસે ન્યાયાધીશોની નિમણૂક પર મર્યાદિત સત્તા છે. સરકાર ફક્ત કોલેજિયમ દ્વારા ભલામણ કરાયેલા નામોની ભલામણ કરી શકે છે, પરંતુ જ્યાં સુધી અમે નિમણૂકો માટે નવી સિસ્ટમ નહીં લાવીએ ત્યાં સુધી ન્યાયાધીશોની ખાલી જગ્યાઓ અને નિમણૂકો પર પ્રશ્નો ઉભા થતા રહેશે.
શિયાળુ સત્ર દરમિયાન પ્રશ્નોના જવાબ આપતા કાયદા મંત્રીએ જણાવ્યું હતું કે, 5 ડિસેમ્બર સુધીમાં સુપ્રીમ કોર્ટમાં તેની મંજૂર સંખ્યા 34ની સામે 27 જજો છે અને હાઈકોર્ટમાં તેની મંજૂર સંખ્યા 1,108ની સામે 777 જજો છે, જ્યારે એક પદ ખાલી છે. પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબ આપતા કેન્દ્રીય કાયદા પ્રધાન કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે, વિવિધ અદાલતોમાં પેન્ડિંગ કેસોની કુલ સંખ્યા લગભગ 5 કરોડને સ્પર્શે છે. આ એક એવો આંકડો છે, જેની જનતા પર અસર સ્પષ્ટ છે.
પેન્ડિંગ કેસ ઘટાડવા માટે સરકારે અનેક પગલાં લીધાં છે
કેન્દ્રીય કાયદા પ્રધાન કિરેન રિજિજુએ કહ્યું કે, અમે પેન્ડિંગ કેસોને ઘટાડવા માટે અમારું સંપૂર્ણ સમર્થન આપી રહ્યા છીએ. હાલમાં, સરકાર પાસે અદાલતોમાં ખાલી જગ્યાઓ ભરવા માટે મર્યાદિત સત્તાઓ છે. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારે પેન્ડિંગ કેસ ઘટાડવા માટે ઘણા પગલાં લીધા છે. કૉલેજિયમ દ્વારા ભલામણ કરાયેલ નામો સિવાય કેન્દ્ર અન્ય નામો શોધી શકે નહીં. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોને ન્યાયાધીશોની ખાલી જગ્યાઓ ભરવા માટે વહેલી તકે નામો મોકલવા મૌખિક અને લેખિતમાં વિનંતી કરવામાં આવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર