Home /News /national-international /

આ ભારતીય ડોક્ટરે શોધ્યો ઝીકા વાયરસનો તોડ

આ ભારતીય ડોક્ટરે શોધ્યો ઝીકા વાયરસનો તોડ

ફાઇલ તસવીર

એક ભારતીય વૈજ્ઞાનિકે દુનિયાભરમાં ઝડપથી પગ પેસારો કરનાર જીવલેણ ઝીકા વાયરસનો તોડ શોધ્યો છે.

    એક ભારતીય વૈજ્ઞાનિકે દુનિયાભરમાં ઝડપથી પગ પેસારો કરનાર જીવલેણ ઝીકા વાયરસનો તોડ શોધ્યો છે. આ શોધથી વૈજ્ઞાનિકો માટે ઝીકાનો એ્ટીડોટ તૈયાર કરવાનું સરળ બનશે. આઇઆઇટી મંડીના વૈજ્ઞાનિક ડો. રજનીશ ગિરીએ શોધકર્તાઓની સાથે મળીને વાયરસના પ્રોટીનના ખતરનાક હિસ્સાઓની ઓળખ કરવામાં સફળતા મળી છે. ઝીકા વાયરના પ્રોટીન સંરચનાને ઝિણવટથી સમજવા માટે ડો.ગિરીએ એક એવો કમ્પ્યુટર પ્રોગ્રામ વિકસાવ્યો છે જેાથી વાયરસ સંક્રમણના ઉપચારના પ્રારુપ તૈયાર કરવામાં સફળતા મળશે.

    શું છે શોધ?

    ડો. ગિરીની આ શોધને તાજેતરમાં જ અમેરિકાના જર્ન ઓફ મોલેક્યુલર બાયોલોજીમાં પ્રકાશિત કરવામાં આવી હતી. આફ્રિકાથી એશઇયા સુધી કહેર વર્તાવનારી બીમારીના ઇલાઝ માટે દુનિયાભરમાં શોધ ચાલી રહી છે. પંરતુ કોઇને આટલી મોટી સફળતા મળી નથી. આઇઆઇટી મંડીના બાયોલોજી વિભાગના પ્રોફેસરે શોધકર્તાઓ ડો. રજનીશ ગિરીએ આની પુષ્ટી કરી છે. તેમણે કહ્યું છે કે, આ શોધમાં સાઉથ ફ્લોરિડાના વ્લાદિમીર અને રિસર્ચ સ્કોલર પુષ્પેન્દ્ર મણી મિશ્ર તેમના સહિયોગી હતી. આ શોધથી ઝીકા પ્રોટીનમાં આ અસામાન્ય અને એમઓઆરએફ સાઇટની ઓળખ અને તેના વિશ્લેષણથી વાયરલ પ્રોટીનના વિશેષ ભાગને સમજવામાં મદદ મળશે. એના કારણે વાયરસ અને દર્દી વચ્ચેની ગતિવિધિઓ થાય છે.

    કમ્પ્યુટેશનલ ટૂલ્સનો ઉપયોગ

    ડો. ગિરીનું કહેવું છે કે, મોલેક્યુલર રિકગ્રિનશન ફિચર એનેલાઇજીંગ કમ્પ્યુટેશનલ ટૂલ્સનો ઉપયોગ કરતા ઝીકા વાયરસના પ્રોટીનમાં એમઓઆરએપ સાઇટ્સની ઓફળ થઇ ગઇ છે. તેમણે રેફરેન્સ યુનીપ્રોટ નામના ઝીકા વાયરસ પ્રોટીન ડેટાબેસ પ્રાપ્ત જાણકારીનો ઉપયોગ કરતા ઝીકાના ખાસ સ્ટ્રેન પ્રોટીન સીક્કેસની પુષ્ટી કરી છે.

    કોણ છે ડો. રજનીશ ગિરી

    ડોક્ટર રજનીશ ગિરીએ અલ્હાબાદ વિશ્વવિદ્યાલયના રસાયણ વિજ્ઞાન અને વનસ્પતિ વિજ્ઞાનમાં બીએસસી કરી છે અને પછી બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય જૈવ ટેક્નોલોજીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. ત્યારબાદ તેમણે પીએચડી કરવા માટે રોમમાં સૈપીએનજા વિશ્વવિદ્યાલય ગયા હતા. પ્રોફેસર મોરીજીયો બ્રૂનોરી અને કાર્લો ટ્રેવાગ્લિન-એલોકાટેલની સાથે તેમણે કામ કર્યું છે. જીકા ઉપરાંત ડો. રજનીશ ગિરીએ બાયોફિજિક્સ, પ્રોટીન ફોલ્ડિંગ અને પ્રોટીન એન્જિનિયરિંગ, આંતરીક રૂપથી વિકૃત પ્રોટીન, અલ્ઝાઇમર રોગ અને ઝીકા વાયરસ ઉપર કમ્પ્યુટેશનલ અને બાયોફિઝિકલ સ્ટડી પણ કરી છે.

    ઝીકા વાયરના લક્ષણો
    -તાવ
    -સાંધાના દુઃખાવા
    - શરીર ઉપર લાલ ચાંદા
    -થાક
    -માથાનો દુઃખાવો
    - આંખો લાલ થવી
    -એટલે કે જે લક્ષણ ડેગ્યુ અને વાયરલના છે આ બીમારીના પણ હોઇ શકે છે પરંતુ આ વાયરસનો આરએનએ અલગ હોય છે.
    Published by:ankit patel
    First published:

    Tags: દવા

    આગામી સમાચાર