ચીનને અત્યાર સુધીનો સૌથી મોટો ઝટકો આપશે ભારત સરકાર! કડક કરશે આ નિયમો

News18 Gujarati
Updated: July 17, 2020, 5:11 PM IST
ચીનને અત્યાર સુધીનો સૌથી મોટો ઝટકો આપશે ભારત સરકાર! કડક કરશે આ નિયમો
ફાઈલ તસવીર

ચાઈનીઝ એપ બેન કરીને, ચીની કંપનીઓને સરકારી કોન્ટ્રાક્ટથી બહાર કરીને હવે ભારત ચીનથી થનારા પ્રત્યક્ષ વિદેશી રોકાણ ઉપર ગાળિયો વધારે કશવાની તૈયારી કરી રહ્યું છે.

  • Share this:
નવી દિલ્હીઃ ગલવાન ઘાટીમાં સીમા વિવાદ વચ્ચે ભારત, ચીન ઉપર લગામ કશવાનું શરૂ કર્યું છે. ચાઈનીઝ એપ બેન કરીને, ચીની કંપનીઓને સરકારી કોન્ટ્રાક્ટથી બહાર કરીને હવે ભારત ચીનથી થનારા પ્રત્યક્ષ વિદેશી રોકાણ (FDI) ઉપર ગાળિયો વધારે કશવાની તૈયારી કરી રહ્યું છે.

CNBC- આવાઝના સૂત્રોને મળેલી એક્સક્લૂસિવ જાણકારી પ્રમાણે ભારત ઈસીબીથી થનારા એફડીઆઈ ઉપર ગાળિયો કશવાની તૈયારીમાં છે. ચીનથી લોન અથવા ઈસીબીથી રોકાણ ઉપર ગાળિયો કસવાની શક્યતા છે. આ અંગે ભારતીય રિઝર્વ બેન્ક (RBI) અને માર્કેટ રેગુલેટર સેબી (SEBI) અને નાણાં મંત્રાલય (Finance Ministry) વચ્ચે ચર્ચા થઈ છે.

ઉલ્લેખનીય છે કે ભારત સરકારે તાજેતરમાં એફડીના નિયમોમાં ફેરફાર કરતા કહ્યું હતું કે, ભારત સાથે જમીન સીમા શેર કરનાર દેશોની કોઈપણ કંપની અથવા વ્યક્તિને ભારતમાં કોઈપણ સેક્ટરમાં રોકાણ કરતા પહેલા સરકારની મંજૂરી લેવી પડશે. આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કે, કોવિડ-19ના કારણે ઉત્પન્ન થયેલા નાજૂક પરિસ્થિતિનો ફાયદો ઉઠાવીને પડોશી દેશોની વિદેશી કંપનીઓ સ્થાનિક કંપનીઓનું અધિગ્રહણ ન કરી લે.

આ પણ વાંચોઃ-સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બની વિવાદોનો અખાડો! છેલ્લા બે વર્ષમાં ચાર જેટલા પ્રોફેસર આવ્યા વિવાદમાં

આ પણ વાંચોઃ-અમદાવાદઃ વિરોધ વચ્ચે વધ્યું કામનું ભારણ! શિક્ષકોને ખાનગી કોવિડ હોસ્પિટલમાં ડ્યૂટી સોંપાઈ

આ પણ વાંચોઃ-નડિયાદઃ અપરિણીત પુત્રીએ 80 વર્ષીય પિતાને બે મહિનાથી ઘરમાં કર્યા નજર કેદ, કારણ જાણીને ચોંકી જશોચીન, પાકિસ્તાને રોકાણ ઉપર મંજૂરી જરૂરી
દેશમાં ચીન અને પાકિસ્તાનથી કોઈપણ સેક્ટરમાં રોકાણ કરતા પહેલા સરકારની મંજૂરી લેવી જરૂરી છે. સરકારનો આ નિર્ણય ખૂબ જ મહત્વનો છે. સ્થાનિક કંપનીઓ વિદેશી કંપનીઓ દ્વારા અધિગ્રહણથી બચાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના સમયમાં શેરોમાં આવેલા ઘટાડાના કારણે ચીનનું રોકાણ વધવાની આશંકાના પગલે કાયદાને વધારે કડક બનાવવામાં આવ્યો છે. ચીન કોરોનાનો ફાયદો ઉઠાવીને બીજા દેશની કંપનીઓમાં પોતાનું રોકાણ વધારી રહી છે.

એપ્રિલમાં ચીનના કેન્દ્રીય બેન્ક પીપલ્સ બેન્ક ઓફ ચાઈના (PBOC)ને હાઉસિંગ ડેવલોપમેન્ટ ફાઈનાન્સ કોર્પોરેશનમાં (HDFC) પોતાની ભાગીદારી વધારી છે. જોકે, જૂન ત્રિમાસિક સમાપ્તી ઉપર પીબીઓસીએ એચડીએફસીમાં ભાગીદારી ઘટાડીને 1 ટકા ઓછી કરી દીધી હતી. માર્ચ ત્રિમાસીકના અંતમાં પીબીઓસીની પાસે એચડીએફસના 1.75 કરોડ શેર હતા. જ્યારે બેન્કની 1.01 ટકા ભાગીદારી બરોબર હતા.
Published by: ankit patel
First published: July 17, 2020, 4:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading