Home /News /national-international /પતિ કરતો હતો છેતરપિંડી, પત્નીએ એવું કર્યું કે, તમામ લોકો પતિનેે કોસવા લાગ્યા

પતિ કરતો હતો છેતરપિંડી, પત્નીએ એવું કર્યું કે, તમામ લોકો પતિનેે કોસવા લાગ્યા

પતિની બેવફાઈ જોઈ ભડકી પત્નિ જાણો સમગ્ર મામલો

Cheat To Wife: પત્નીના આ નિર્ણય પર પતિ ગુસ્સે થઈ ગયો. તે સમજી શકતો ન હતો કે, તે તેની પત્ની સાથે કયા મોઢે જઈને વાત કરશે. જોકે, આ સ્ટોરી સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ લોકો પતિને કોસવા લાગ્યા અને પત્નીના વખાણ કરી રહ્યા છે.

નવી દિલ્હીઃ Husband Photo With Girlfriend: હાલ દરેક સબંંધો માત્ર વિશ્વાસ પર જ ચાલતા હોય છે. પરંતુ ક્યારેક એવુ બનતુ  હોય છે કે, વધારે પડતી ખોટી જરુરિયાતોના કારણે છેતરપીંડી કોઈની બાજુ થી શરુ થતી હોય છે એને તેનુ પરીણામ ખૂબજ ખરાબ આવતુ હોય છે.

જોકે, આ પ્રકારના કિસ્સાઓમાં વધારો જોવા મળ્યો છે. જેમાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં એક પતિ ચૂપચાપ તેની પત્ની સાથે છેતરપિંડી કરતો રહ્યો. જોકે, તેણે વિચાર્યું હશે કે, પત્નીને કંઈ ખબર નહીં પડે, પરંતુ પત્નીએ એવું પગલું ભર્યું કે પતિ પણ સ્તબ્ધ થઈ ગયો.

હિંમતભર્યું પગલું ભર્યું

ખરેખર, તાજેતરમાં જ એક મહિલાએ તેના પોતાની સ્ટોરી શેર કરી છે. જેમાં તેણે જણાવ્યું કે, તેનો પતિ તેની સાથે કેવી રીતે છેતરપિંડી કરતો હતો. પરંતુ તેણીએ તેને પકડી લીધો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, આ મહિલાની ઓળખ જાહેર કરવામાં આવી નથી. પણ જે તેની વાર્તા વાંચે છે. તે મહિલાના વખાણ કરવામાં થાકતુ નથી. કારણ કે આ કેસમાં મહિલાએ ખૂબ જ બહાદુરીભર્યું પગલું ભર્યું છે.

આ પણ વાંચો : મલાઈકા સાથે મસ્તીના મુડમાં જોવા મળ્યો અર્જુન કપૂર, તસવીર થઈ વાયરલ

પતિને પાઠ ભણાવવાની યોજના બનાવી

બન્યું એવું કે, મહિલાને ખબર પડી ગઈ કે, તેનો પતિ તેની સાથે છેતરપિંડી કરી રહ્યો છે. મહિલાએ તેને ઘણા દિવસો સુધી કહ્યું ન હતું કે, તે બધી સચ્ચાઈ જાણી ગઈ છે. અને તેણે એક યોજના બનાવી ત્યારબાદ છેતરપિંડી કરનારને પાઠ ભણાવવાનો પ્લાન બનાવ્યો. અને મહિલાએ તેના પતિ અને તેની ગર્લફ્રેન્ડની એક તસવીર મેળવી અને તેને સ્થાનિક અખબારમાં પ્રકાશિત કરી દીધી.

પતિ આ બધુ જોતા સ્તબ્ધ રહી ગયો

તમને જણાવી દઈએ કે, કદાચ પતિને ખ્યાલ ન હતો કે, તેની સાથે શું થવાનું છે. બીજા દિવસે જ્યારે તેને આ બધું અખબારમાં પ્રકાશિત થયેલું જોયું ત્યારે તે ચોંકી ગયો. અને તેને ખબર ન હતી કે શું કરવું. એટલું જ નહીં તેની પત્નીએ તેની ગર્લફ્રેન્ડ સાથેની તેની તસવીર પણ ઓનલાઈન વાયરલ કરી તેણે તમામ સંબંધો તોડી નાખ્યા. મહિલાએ આ આખી વાત તેના સોશિયલ મીડિયા પર કહી હતી.

મહિલાએ એમ પણ જણાવ્યું કે, તે તેના પતિ સાથે પાંચ વર્ષથી રહેતી હતી. શરૂઆતમાં એવું નહોતું પરંતુ બાદમાં તેણે તેની સાથે છેતરપિંડીની શરૂઆત કરી. મહિલા હવે તેનાથી અલગ થઈ ગઈ છે અને શાંતિપૂર્ણ જીવન જીવી રહી છે. જોકે, એ વાત ચોક્કસ છે કે, મહિલાએ તેની સામે ક્યાંય પોલીસમાં ફરિયાદ નોંધાવી નથી.
First published:

Tags: Accused Husband, Love and Cheating